- Sagittarius
- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર
ક્રાંતિવૃત ૨૪૦થી ૨૬૦ ડિગ્રી સુધીમાં ધન રાશીનો સમાવેશ થાય છે. ધન એ અગ્નિ તત્ત્વની દ્વિસ્વભાવની રાશિ છે. રાશિ સ્વામી ગુરુ છે. નક્ષત્ર સ્વામી કેતુ, શુક્ર, સૂર્ય થાય છે. ધન રાશિનું ચિહ્ન એટલે તીર હાથમાં ધારણ કરેલો અર્ધ પુરુષ-અર્ધ અશ્વ છે. દ્વિસ્વભાવ હોવાથી આ લગ્નના જાતકોમાં બેવડું વ્યક્તિત્વ જોવા મળે છે. અધિપતિ ગ્રહ ગુરુ હોવાથી આ જાતક અધ્યાત્મ તરફ ખેંચાય છે. આ રાશિ અગ્નિ તત્ત્વ હોવાથી આ જાતકોમાં ગુસ્સો પણ વધારે હોય. ક્રોધની ક્ષણોમાં વાણી પર સંયમ જતો રહે, તેમ બને. આ જાતકો સ્વતંત્ર વિચારસરણી ધરાવતા હોય છે. તેઓ પોતાનું ધાર્યું કરે છે. ગુસ્સો અને જુસ્સો બંને આ જાતકોમાં વિશેષપણે જોવા મળે છે. અલબત્ત, તેઓ પ્રેમથી રિઝાઈ જાય છે. ઘોડાની માફક તેઓ થાક્યા વગર કામ કરી શકે છે. અધિપતિ ગુરુ હોવાને કારણે તેઓ ક્યારેક આળસુ પણ બની જાય. જો તેઓ આળસ છોડીને મહેનત કરવામાં મચી પડે તો સફળતાના શિખરો પ્રાપ્ત કરી શકે. ધન રાશિમાં મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા નક્ષત્રનો સમાવેશ થાય છે. જેમનો જન્મ પૂર્વાષાઢામા થયો હોય તેમનામાં હતાશાનું પ્રમાણ વધારે જોવા મળે છે. જેમનો જન્મ ઉત્તરાષાઢામાં થયો હોય તેઓ પ્લાનિંગ મુજબ નિયમિત કામ કરવાથી ટેવાયેલા હોય છે અને દુર્ગુણોથી દૂર રહે છે.
યમી ગૌતમ - ૨૮ નવેમ્બર
યુવરાજ સિંહ ૧૨ ડિસેમ્બર
રજનીકાંત - ૧૨ ડિસેમ્બર
શરીર - મન - સ્વાસ્થ્ય
શારીરિક સ્વાસ્થ્યની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે ૨૦૨૬નું વર્ષ એવરેજ રહેવાનું છે. શનિદેવ ચોથા ભાવમાં બેસીને છઠ્ઠા ભાવને દ્રષ્ટ કરે છે અને છઠ્ઠો ભાવ બીમારીનો છે, તેથી નાની મોટી બીમારી આવવાની શક્યતા બની રહે છે. શરીરનું ધ્યાન રાખવું. દવામાં પૈસા ખર્ચાય. આ જાતકો થોડા ચિંતામાં રહેશે. માથા પર સતત જવાબદારીનો ભાર વર્તાયા કરશે. માનસિક સ્તરે આ વર્ષ સાચવવા જેવું છે. વધારે પડતા વિચારો ન કરવા. પરિસ્થિતિને અનુકૂળ થઈને નિર્ણયો લેવા.
મારું ઘર મારો પરિવાર
પારિવારિક અને કુટુંબીજના સાથની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે જૂન ૨૦૨૬ પછીનો સમય સારો છે. ધનસ્થાનમાં વધારો થાય તેવા યોગ પણ બને છે. પરિવાર સાથે નાની મુસાફરીઓ કરવાના અવસર ઊભા થાય. ૨૦૨૬નું આખું વર્ષ પારિવારિક સ્તરે સારું જશે, પણ જૂનથી ડિસેમ્બર સુધીનો સમયગાળો વિશેષપણે સારો રહે એવી શક્યતા છે.
પ્રેમ - લગ્ન - સંતતિ
ધન રાશિની વ્યક્તિ માટે લગ્ન માટેનો ઉત્તમ સમય ૨૦૨૬ના શરૂઆતના છ મહિના છે. ત્યાર બાદ થોડીક મહેનત કરવી પડે. સંતાન ઇચ્છતા જાતકોને ૨૦૨૬નંુ વર્ષ ગુડ ન્યુઝ આપે તેવા યોગ છે.
ભણતર અને ગણતર
ધન રાશિના વિદ્યાર્થીઓ આ વર્ષે સારી પ્રગતિ કરી શકશે. જે વિદ્યાર્થીઓને માસ્ટર ડિગ્રી મેળવવી છે તેમના માટે ૨૦૨૬ના વર્ષના અંતે સારી સફળતા મળે તેવા યોગ છે. કોલેજિયનોને માટે પણ ૨૦૨૬ સારું સાબિત થઈ શકે. ૧૦મા, ૧૨મા ધોરણના વિદ્યાર્થીઓએ અચૂક મહેનત કરી લેવીજોઈએ. રિસર્ચના ફિલ્ડ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ માટે જૂનથી ડિસેમ્બર સુધીનો સમય ખૂબ સારો પૂરવાર થશે.
નોકરી - ધંધો - કરીઅર
ધન રાશિના નોકરીયાત જાતકોએ ૨૦૨૬ના વર્ષ દરમિયાન સાવચેતીપૂર્વક નિર્ણયો લેવા. ચોથા ભાવમાં બેઠેલા શનિ મહારાજ છઠ્ઠા ભાવને ત્રીજી દ્રષ્ટિથી જોતાં હોવાથી નવી નોકરી મળવામાં વિઘ્નો પેદા થાય, તેવું બને. આથી જે જગ્યાએ અત્યારે છો ત્યાં સ્થિરતા બનાવી રાખવી હિતાવહ છે. નવી નોકરી શોધવામાં 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી પડશે. નવી નોકરી પ્રાપ્ત કરવા માટે ૨૦૨૬ પછી પ્રબળ યોગ બનશે. કમિશન, કન્સલ્ટિંગ અને સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા જાતકોને કુંભ રાશિમાં બેઠેલા રાહુ અચાનક લાભ અપાવી શકે છે.
પૈસા યે પૈસા
શેરબજાર સાથે સંકળાયેલા જાતકો માટે ૨૦૨૬નું વર્ષ એવરેજ રહે તેવી શક્યતા છે. વધારે નુકસાન પણ નહીં થાય અને ખાસ નફો પણ નહીં થાય. સાવચેતીથી રોકાણ કરવું. સંતોષની લાગણી રાખવી. કમિશન અથવા ટુર-ટ્રાવેલિંગના ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકોને અચાનક લાભ થાય તેવા યોગ બને છે. આથક મામલામાં આ વર્ષ સરવાળે સારું રહેશે.
વાહન અને જમીન
વાહન, જમીન, મકાન લેવા ઇચ્છતા ધન રાશિના જાતકો માટે ૨૦૨૬નું વર્ષ સારુ સાબિત થઈ શકશે. ચોથા ભાવમાં શનિદેવ બિરાજમાન હોવાથી સારું ફળ મળી શકે. જેઓ સેકન્ડ-હેન્ડ ઘર ખરીદવા માગે છે અથવા જૂના મકાનમાં ઇન્વેસ્ટ કરવા માગે છે તેમના માટે આ સમય ખૂબ સારો છે. જૂન ૨૦૨૬થી ડિસેમ્બર ૨૦૨૬ સુધીનો સમયગાળો વધારે પ્રબળ છે. ગુરુ મહારાજ આઠમા ભાવમાં બેસીને ચોથા ભાવને દ્રષ્ટ કરે છે, તેથી જમીન, ઘર અને વાહનની સુવિધા પ્રાપ્ત થાય તેવા યોગ પ્રબળ બને છે. વારસાગત મિલકતમાંથી લાભ લેવા માગતા જાતકો માટે ૨૦૨૬નું વર્ષ સારું સાબિત થાય.
નારી તું નારાયણી
ધન રાશિની ીઓમાં સ્ફુત વધારે જોવા મળે છે. અગ્નિ તત્ત્વની રાશિ હોવાથી તેઓ સતત ઊંચે આંબવાની કોશિશ કરતા હોય છે. ક્યારેક આ મહિલાઓ પ્રમાદી બની જાય છે, તેથી તેમને ક્યારેક કામમાં ધારી સફળતા મળતી નથી. આ વર્ષે તબિયત સંભાળવી. જે યુવતીઓનાં લગ્ન કોઈક ને કોઈક કારણસર લઈ શકાયાં નથી, તેમના માટે આ વર્ષ સારું બની રહેશે. સંતાન ઇચ્છતી મહિલાઓ માટે પણ આ વર્ષે સારા યોગ બને છે. વિદેશ જવા ઇચ્છતી બહેનોને થોડીક રાહ જોવી પડશે.
વિશેષ ઉપાય
ધન રાશિના જાતકોનો અધિપતિ ગ્રહ ગુરુ હોવાથી તેમણે હંમેશાં સાધુ-સંતોને પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. ધામક કાર્ય કરતા રહેવું જોઈએ. સૂર્યનારાયણ આ જાતકોના ભાગ્યના અધિપતિ દેવ છે, તેથી તેમની હંમેશા આરાધના કરવી જોઈએ. સૂર્યનારાયણના પાઠ કરવાથી ભાગ્યોદય થઈ શકે છે. રોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. મંગળવારે ગણપતિદાદાને પીળા રંગનું ફૂલ અર્પણ કરવું જોઈએ.


