Get The App

ધન (ભ.ધ.ફ.ઢ.) .

Updated: Nov 4th, 2021

GS TEAM

Google News
Google News
ધન (ભ.ધ.ફ.ઢ.)                                              . 1 - image

- વર્ષારંભ કાર્યસફળતા પ્રગતિનો રહે, મહત્ત્વના કામમાં ફાયદો લાભ થાય

વિક્રમ સંવત ૨૦૭૮ના પ્રારંભે શનિની ઉતરતી પનોતી ચાંદીના પાયે આપને લાભદાયી રહે. આપના પારિવારીક, કૌટુંબીક કામ ઉકેલાય. મકાન-વાહન-મીલ્કતની ખરીદી થાય કે વેચાણનો વહેંચણીનો પ્રશ્ન ઉકેલાય. ફસાયેલા નાણાં છુટા થવાથી આપ હળવાશ-રાહત અનુભવો.

તા. ૨૯-૪-૨૦૨૨થી આપ શનિની પનોતીમાં મુક્ત થાવ પરંતુ ત્યાર પછી શનિનું પરિભ્રમણ પ્રતિકૂળતાનું રહેવાથી, ગુરૂ ગ્રહનું પરિભ્રમણ પ્રિતકૂળ રહેવાથી વર્ષાંત સુધીનો સમય પ્રતિકૂળતાવાળો પસાર થાય.

આરોગ્ય સુખાકારી

કારતક, પોષ, વૈશાખ, જેઠ મહિના આરોગ્યની બાબતમાં આપે સંભાળવા. બહારનું ખાવાપીવામાં, હરવા ફરવામાં વાહન ચલાવવામાં તકલીફ અનુભવવી પડે. જેમને બી.પી., ડાયાબીટીસ, કોલોસ્ટ્રોન હોય, તેમણે આરોગ્યની બેકાળજી રાખવી નહીં. શ્વાસ લેવામાં, હૃદયમાં દર્દપીડાના કારણે સ્ટેન્ડ મુકાવવું પડે. તા.૨૯-૪-૨૦૨૨ પછી લાંબા અંતરના યાત્રા પ્રવાસે જનારે સાવચેતી-સાવધાની રાખવી પડે. રાત્રિ મુસાફરી કરવાની હોય, જાતે વાહન ચલાવવાનું હોય તેમણે શક્ય હોય ત્યાં સુધી રાત્રિ પ્રવાસ મુલતવી રાખવો. તા. ૧૬-૭-૨૦૨૨થી તા. ૧૮-૯-૨૦૨૨ પેટ-કમરની દર્દપીડા ગુપ્તભાગની દર્દપીડામાં આપને ચિંતા-ખર્ચ-અસ્વસ્થતા રખાવે. તમારા રોજીંદા કામ રૂકાવટવાળા રહે. વિલંબથી કામકાજ થાય.

તા. ૪-૧૨-૨૦૨૧થી તા. ૧૬-૧-૨૦૨૨ દરમ્યાન આંખની દર્દપીડાથી તકલીફ પડે. મોબાઈલ ફોન લેપટોપ કોમ્પ્યુટર કેલક્યુલેટરથી નોકરી ધંધાના કામ કરનારને, રમત ગમતમાં ઉપરોક્ત સાધનથી દિવસ રાત વ્યસ્ત રહેનારને આંખની દ્રષ્ટિને નુકસાન થાય. તે સિવાય આંખમાં લોહી હેમરેજથી, પ્રેશરથી કે કોઈ વસ્તુ વાગી જવાથી, અકસ્માતથી નુકશાન થાય. ઇલેક્ટ્રીક, રંગ રસાયણ સંકલિત કામ કરનારે આંખની સલામતીની ધ્યાનમાં રાખીને કામકાજ કરવું. યુવાન વર્ગને નોકરી ધંધાના વધુ પડતા કામના કલાકોની વ્યસ્તતા જલ્દીથી વૃધ્ધત્વનો અહેસાસ કરાવે. તે સિવાય એશ આરામી જીવન જીવનારને પૈસો હોય, બધી વૈભવી સુખ સગવડતાઓ હોય છતાં શરીરની આરોગ્યની સ્વસ્થતા જાળવવા ખાવાપીવામાં સંયમતા રાખવી પડે.

પત્ની-સંતાન-પરિવાર

પત્નીના પ્રભુત્વના પ્રશ્ને અવાર નવાર તમારા સાંસારિક પારિવારિક કૌટુંબિક જીવનમાં મુશ્કેલી, મુંઝવણ અનુભવવી પડે. તમે એકલા રહેતા હોય પરંતુ જીદ્દ મુમત અહમનો ટકરાવ વિવાદમાં પરિણમે.

શનિની સાડાસાત વર્ષની પનોતી તા. ૨૯-૪-૨૦૨૨ રૂપાના પાયે પૂરી થતા થતા અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી કરાવે. પરણિત હોય તેમને પત્ની-સંતાનના નસીબ ભાગ્યથી પનોતીનો લાભ નોકરી ધંધામાં મળી શકે. આવકમાં સુખી સંપત્તિમાં વધારો થાય. પરંતુ તા. ૨૯-૪-૨૦૨૨થી તા. ૧૨-૭-૨૦૨૨ દરમ્યાન સંતાનથી ચિંતા ખર્ચ મુશ્કેલીનો સમય રહે. સંતાનને બિમારી આવી જાય તે સિવાય ભણતર ઘડતરના પ્રશ્ને મુંઝવણ રહે. પુત્ર પૌત્રાદિકના ઇચ્છિત લગ્નના પ્રશ્ને ખેંચતાણ નારાજગી જણાય. વ્યસની મિત્રવર્ગના લીધે સંતાનની કારકિર્દીની ચિંતામાં અટવાયેલા રહો. પરણિત સંતાનના અન્ય સાથેના સંબંધ-મિત્રતામાં ઝઘડા થાય. કોર્ટ કચેરી થાય. અષાડથી આસો પત્ની સંતાન-પરિવારના પ્રશ્નોથી, ભાઈભાંડુ-માતા પિતા સાથે રહેવાના પ્રશ્નોથી તેમજ નોકરી ધંધાના આરોહ-અવરોહના સમયથી આપને શાંતિ રાહત જણાય નહીં. તમે પત્નીની ચિંતામાં અને પત્ની તમારી ચિંતામાં રહે.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

નોકરીમાં વર્ષારંભ સારો સાનુકુળ પરંતુ જેમ જેમ વર્ષનો ઉત્તરાર્ધ નજીક આવતો જાય તેમ તેમ તમારી પ્રતિકૂળતા મુશ્કેલી એક પછી એક શરૂ થાય. નોકરી ટકી રહે, આવક ટકી રહે પરંતુ નોકરી કરવા ખાતર કરતા હોવ તેમ લાગે. પરવશતા બંધનમાં જકડાયેલા રહો. ખાનગી સંસ્થામાં કામ કરનારને મહેનત વૈતરું કરવા છતાં મહેનતના પ્રમાણમાં યશ-ધન-પદની પ્રાપ્તિ થાય નહીં. ગાડરીયા પ્રવાહની જેમ સવારથી રાત સુધી એક ધાર્યું કામકાજ કર્યા કરવાનું અને શારિરીક માનસિક આર્થિક તકલીફો અનુભવ્યા કરવાની.

શનિની પ્રતિકૂળતા વર્ષના મધ્યભાગથી વર્ષના ઉત્તરાર્ધ સુધી રહેવાના કારણે આપે મીઠા માણસોથી તેમજ હા જી હા કરનારાઓથી અવશ્ય સાવધાની રાખવી. કોઇના દોરવાયા દોરવાઈ જવું નહીં. નોકરીની લાલચમાં, નોકરીની બદલી-બઢતીમાં કે પરદેશ જવાની ઇચ્છાઓને સાકાર કરવા નાણાંની લેવડ દેવડનો વ્યવહાર વિશ્વાસઘાત દગાવાળો બની રહે. તમારા નાણાં ડૂબી જાય, તમારું કામ થાય નહીં. ધીરજ-શાંતિ-સ્વસ્થતા જાળવીને તમે મહેનત કરશો તો તમારું નસીબ ભાગ્ય યારી આપી જાય. જીવન પરિવર્તનનું આ વર્ષ રહે. સંઘર્ષ રહે. પરંતુ તમારું આરોગ્ય તેમજ નોકરીમાં પ્રમાણિકતા સત્યનિષ્ઠા તમારી આવકને પ્રબળતાથી સાચવી રાખશે. જેમને નોકરી ન હોય, આવક ન હોય તેમને નોકરી મળે, આવક શરૂ થાય પરંતુ દૂરના સ્થળે નોકરી માટે જવાની તૈયારી રાખવી પડે. મોભા-અનુભવ પ્રમાણે નોકરી ન મળે પરંતુ દૂરના સ્થળે નોકરી આવક શરૂ થતાં આત્મવિશ્વાસ વધતો જાય.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

ધંધામાં શનિની ઉતરતી પનોતી તા. ૨૯-૪-૨૦૨૨ સુધી લાભદાયી રહે. વર્ષારંભે ધંધો થાય. આવક થાય. ધંધા માટેની જગ્યા મશીનરી વાહન લઈ શકાય. ધંધાની પેટા શાખા શરૂ કરી શકાય. પરંતુ વર્ષારંભે તમને જે લાભ-ફાયદો સફળતા દેખાતી હોય તે વર્ષના અંતમાં જણાય નહીં. અર્થાત્ ક્ષણિક કાર્યસફળતા પ્રગતિથી, ધંધાથી-આવકથી આપે આ વર્ષમાં મોટા મોટા જોખમો નિર્ણયો કરવા નહીં. વર્ષના અંતમાં આપને ધંધો કરવામાં, ધંધો મેળવવામાં તકલીફ પડે અને વ્યાજ ખાદ્ય સાથે, નફામાં નુકસાન સાથે આપને ધંધો કરવો પડે, ટકાવી રાખવો પડે. અષાડથી આસો આપના માટે અગ્ની પરીક્ષાના રહે. સંયુક્ત ધંધો હોય, ભાગીદારીમાં ધંધો હોય તેમને પ્રતિકૂળતાઓ શરૂ થાય. ધંધાના ભાગલા સર્જાય. ધંધાના ભાગલામાં તમારે દેવાનો બોજ સ્વીકારીને ધંધો હસ્તગત કરવાની તૈયારી દર્શાવવી નહીં. પત્ની-સંતાનના નામે ધંધો હોય તો તેમાં તમારી મહેનત દોડધામ રહે. પરંતુ પત્ની-સંતાનના નસીબ ભાગ્યથી ધંધો-આવક જળવાઈ રહે.

આ વર્ષમાં ભલે ઓછો ધંધો થાય, ઓછી આવક થાય પરંતુ ધંધાના વ્યાપ-વિસ્તાર કે ખરીદીમાં મર્યાદિતતા રાખી, કસકસરની નીતિ રાખીને ધંધો-આવક જાળવી રાખવા તે તમારા હિતમાં રહેશે. મે, જુનમાં વેપાર-ધંધાના યાત્રા પ્રવાસમાં, પરદેશ પ્રવાસમાં આપે સંભાળવું પડે. પ્રવાસથી ઓચિંતા પાછા આવવાનું થાય. જુલાઇ-ઓગસ્ટમાં ધંધામાં બગાડ-નુકસાનના કારણે ધક્કો પહોંચે. તે સિવાય તમારા આરોગ્યની કાળજી રાખવી તેમજ વાહનથી-પડવા વાગવાથી ઉપરોક્ત સમયમાં સંભાળવું.

સ્ત્રી વર્ગ

સ્ત્રી વર્ગને વર્ષ આનંદ-ઉત્સાહનું રહે. અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. ધર્મકાર્ય શુભ કાર્ય પતિ-સંતાન-પરિવાર માટે થઇ શકે. વર્ષારંભે સગા સંબંધી મિત્રવર્ગના સંબંધ વ્યવહાર સચવાય. પુત્ર પૌત્રાદિક માટે ખરીદી થાય.

ઇ.સ. ૨૦૨૨ના પ્રારંભથી વર્ષના મધ્યભાગ સુધીમાં અવિવાહિતને પરદેશના યુવક સાથે વિવાહ લગ્નનું નક્કી થતા પરદેશ જવાનું થાય. ઉપરોક્ત સમય પતિને નોકરી ધંધામાં પ્રગતિકારક રહે. પરિવારની આવકમાં, સુખ સંપત્તિમાં વધારો થાય. નોકરી ધંધો કરનાર સ્ત્રી વર્ગને વર્ષ કાર્યસફળતા પ્રગતિનું રહે. બઢતી મળે. માન-સન્માન મળે. નોકરી ધંધો કરનારને ઉપરોક્ત સમય દરમ્યાન નહીં ઘરના કે નહીં ઘાટના જેવી હાલત રહે.

વિદ્યાર્થી વર્ગ

વિદ્યાર્થી વર્ગને વિદ્યાભ્યાસમાં વર્ષ આરોહ-અવરોહનું રહે. વર્ષારંભે અભ્યાસમાં સફળતા મળે. સારી તક પ્રાપ્ત થાય.

તા. ૨૯-૪-૨૦૨૨ સુધી શનિની ઉતરતી પનોતી કાર્યસફળતા પ્રગતિની રહે પરંતુ ત્યાર પછી શનિનું પરિભ્રમણ પ્રતિકૂળતાવાળું શરૂ થવાથી અભ્યાસમાં ધાર્યું પરિણામ પ્રાપ્ત કરવા માટે સખ્ત મહેનત કરવી પડે. પરીક્ષાના પરિણામની ટકાવારી ઓછી આવવાના કારણે ઇચ્છિત વિદ્યા શાખા વિદ્યા સંસ્થામાં પ્રવેશ મળી શકે નહીં. ખર્ચમાં વધારો થાય. સ્થળાંતર કરવું પડે. હોમ સીકનેસ લાગ્યા કરે. વર્ષના ઉત્તરાર્ધમાં આપે આરોગ્યની કાળજી રાખવી પડે. અષાડથી આસોમાં મિત્રવર્ગના કારણે ભણવામાં પીછેહઠ થાય કોઇની વર્તનથી દેખાવથી પ્રભાવીત થઇ જવું નહીં.

ખેડૂત વર્ગ

ખેડૂત વર્ગને શિયાળુ ખેત ઉપજમાં આવકમાં સાનુકુળતા રહે. તે સિવાય ધર્મકાર્ય થાય. યાત્રા પ્રવાસ થાય. પરિવારના કામ સંતાનના કામ સાનુકુળતાવાળા રહે. સંતાનને પરદેશ મોકલવા અંગેના પ્રયત્નમાં સાનુકુળતા રહે. પરંતુ આપે વૈશાખ-જેઠમાં આરોગ્યની કાળજી રાખવી. સગા સંબંધી મિત્રવર્ગમાં, વડીલ વર્ગમાં, બિમારી ચિંતા જણાય. સંબંધ વ્યવહારમાં તકલીફ પડે.પરંતુ તા. ૧૬-૭-૨૦૨૨થી તા. ૧૭-૮-૨૦૨૨ ખેતીવાડીમાં સંભાળવું. તે સિવાય આકસ્મિક ચિંતા-ઉપાધિ આવી જાય.

ઉપસંહાર

વર્ષારંભ કાર્યસફળતા પ્રગતિનો રહે. મહત્ત્વના કામમાં ફાયદો લાભ થાય. વર્ષનો મધ્યમભાગ આરોહ-અવરોહનો રહે. સ્વજન સ્નેહીથી કડવો અનુભવ થાય. નોકરી ધંધામાં તકલીફ પડે. ધંધાને આવકને અસર પહોંચે પારિવારિક કૌટુંબીક પ્રતિકૂળતા-વિરોધ યશ-પદ-ધનને હાનિકર્તા રહે. પરંતુ વર્ષનો ઉત્તરાર્ધ ત્રીજો તબક્કો આપે આપના આરોગ્યની બાબતમાં તેમજ નોકરી ધંધામાં સંભાળવાનો રહેશે. સામાન્ય બિમારી ચિંતાજનક રહે.

આર્થિક સુખસંપત્તિ

તા. ૨૯-૪-૨૦૨૨ ચૈત્ર મહિનાની સમાપ્તિ સુધીના સમય દરમ્યાન શનિની ઉતરતી પનોતી ચાંદીના પાયે આપને આવકમાં સુખસંપત્તિમાં લાભદાયી રહેશે. મકાન-જમીન-મીલકતનો પ્રશ્ન ઉકેલાય. નવી ખરીદી થાય. ધંધા માટેની જગ્યા-વાહન લઇ શકાય. સંયુક્ત પરિવારમાં રહેનારને પોતાના મકાન જગ્યાનો પ્રશ્ન ઉકેલાતા હળવાશ રાહત રહે.

પરંતુ તા. ૨૯-૪-૨૦૨૨ પનોતી પૂરી થયા પછી શનિનું પરિભ્રમણ પ્રતિકૂળતાવાળું રહેવાથી ભાઈભાંડુ, પુત્ર-પૌત્રાદિકના પ્રશ્નમાં આપને તકલીફ ચિંતા-ખર્ચ-મુશ્કેલી અનુભવાય. પરસ્પરના વિચારભેદ મતભેદના કારણે પારિવારિક કૌટુંબીક પ્રશ્નોમાં અવારનવાર તકલીફ પડે. વર્ષના ઉત્તરાર્ધમાં અષાડથી આસો દરમ્યાન માતાના કે સાસુના આરોગ્યની અસ્વસ્થા ચિંતા ખર્ચ રખાવે. તેમના નામની મીલ્કત સંપત્તિમાં સરકારી ખાતાકીય કે કાનૂની મુશ્કેલીનો સામનો કરવો પડે. સંતાન જુદા રહેતા હોય, પરદેશમાં રહેતા હોય, નોકરી ધંધાર્થે બહારગામ આવ-જા કરતા હોય કે તમે એકલવાયુ જીવન જીવતા હોવ તો બેંકના કામકાજમાં, નાણાંની લેવડ દેવડના વ્યવહારમાં કે ખરીદી કરવામાં તમને મુશ્કેલીઓ પડે. પરવશતા અનુભવવી પડે.

તા. ૧૩-૪-૨૦૨૨થી જેમ જેમ વર્ષનો ઉત્તરાર્ધ નજીક આવતો જાય તેમ તેમ તમારી પ્રતિકૂળતા મુશ્કેલી એક પછી એક શરૂ થાય. તમારી આવકને તમારી સુખસંપત્તિને અસર થાય. પરિવારમાં વડીલ વર્ગની બિમારીના કારણે કામકાજમાં એકાગ્રતા સ્થિરતા જળવાય નહીં. તે સિવાય કારતકથી ચૈત્ર દરમ્યાન પત્નીના નસીબ ભાગ્યથી ફાયદો લાભ થાય. પરદેશ જવાના પ્રયત્નોમાં સફળતા મળે. આવક માટેના સ્થળની કામની ફેરફારી થાય. પત્ની નોકરી ધંધો કરતી હોય તો તેની આવકથી તેમજ પરસ્પરતા સહયોગથી મકાનની ફેરફારી કે રીનોવેશનનો ખર્ચ થઇ શકે. વૈશાખ જેઠમાં સંતાન માટે ખર્ચ થાય. પરંતુ અષાડ શ્રાવણમાં તમારા આરોગ્યની કાળજી રાખવી વાહનથી ઇજા થાય, ખર્ચ થાય. યાત્રા પ્રવાસમાં મુશ્કેલી પડે. ઉપરોક્ત સમય દરમ્યાન ફૂડ પોયઝનથી સંભાળવું.