- કૌટુંબિક પારિવારીક પ્રશ્નો ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. આપના લીધેલા નિર્ણયો આપના માટે મુશ્કેલી ઉભી કરે
વિક્રમ સંવત ૨૦૮૨નું આ વર્ષ આપના માટે મધ્યમ રહે. વર્ષ દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ સાનુકુળ પ્રતિકૂળ રહ્યા કરે. રાહુનું પરિભ્રમણ મધ્યમ રહે. આ ઉપરાંત શનિની અઢી વર્ષની નાની પનોતી લોખંડના પાયે પસાર થઇ રહી છે તેમજ બીજા ગ્રહોનું પરિભ્રમણ જોતાં આ વર્ષ આપના માટે મધ્યમ રહેશે.
આરોગ્ય સુખાકારી
આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ આપના માટે નબળું રહે. વર્ષ દરમ્યાન શનિની પનોતી આપને આરોગ્ય વિષયક ચિંતા રખાવડાવે. છાતીમાથી પસાર થઇ રહેલો શનિ આપને છાતીમાં દર્દ પીડા રખાવડાવે. હૃદય સંબંધી બીમારીઓથી આપે સંભાળવું પડે. તે સિવાય શરીરમાં આયર્નની ઉણપ, વિટામીનની ઉણપના લીધે તકલીફ ઉભી થાય.વર્ષના પ્રારંભથી તા. ૫ ડીસેમ્બર સુધી તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન આપ આઠમા ગુરૂનાં બંધનમાંથી પસાર થશો. આ સમય દરમ્યાન આપે આરોગ્યની વિશેષ કાળજી રાખવી પડે. જૂની બીમારી વધી જાય કે ફરી ઉથલો મારે, વારસાગત બીમારી થઇ જાય. પેટ પેઢુની ગુદાભાગની પગની તકલીફ રહે. માનસિક પરિતાપ વ્યગ્રતા બેચેની રહ્યા કરે. આપને ગભરામણ શ્વાસ લેવામાં તકલીફ જેવું જણાય તો તરત જ દાક્તરને બતાવી દેવું.તા. ૧૪ માર્ચથી તા. ૧૭મે દરમ્યાન આપને પીઠ કમરની, આંખની, કીડનીની તકલીફ જણાય. તે સિવાય આ સમય દરમ્યાન આપે હૃદય સંબંધી તકલીફમાંથી પસાર થવું પડે. શસ્ત્રક્રિયા કરાવવી પડે. જૂની બીમારીમાં આપે બેદરકારી રાખવી નહીં. ટૂંકમાં વર્ષ દરમ્યાન આપે આરોગ્યની બાબતમાં સવિશેષ કાળજી રાખવી પડે.
આર્થિક સુખ-સંપત્તિ
આર્થિક સુખ સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ નબળું રહે. આપે વર્ષ દરમ્યાન નાણાંકીય આયોજન ખૂબ જ સમજી વિચારીને સંભાળીને કરવું પડે. વર્ષ દરમ્યાન નાણાંકીય જોખમ ઉઠાવવા નહીં. ઉઘરાણીમાં નાણા ફસાઈ જવાને લીધે આપની મુશ્કેલીમાં વધારો થાય. લોન લઇને, વ્યાજે પૈસા લઇને ધંધામાં માલ ભર્યો હોય, ઘરમાં સામાન ખરીદ્યો હોય તો હપ્તા ભરવામાં આપને મુશ્કેલી અનુભવાય. એક પછી એક કોઇને કોઈ આકસ્મિક ખર્ચાઓ આવ્યા કરે. આપની ધારણા પ્રમાણે ઉઘરાણી છૂટી ન થતાં નાણાંભીડનો સામનો કરવો પડે. આવક સ્થગિત થઇ ગઇ છે તેવું લાગ્યા કરે. જમીન મકાન વાહનને લગતા ખર્ચા આવ્યા કરે. વર્ષના પ્રારંભથી તા. ૫ ડીસેમ્બર સુધી તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે પ્રતિકૂળ રહેશે. આપ અષ્ટમ ગુરૂના બંધનમાં આવશો તેથી સ્વાસ્થ્યને લગતી તકલીફના લીધે ખર્ચ જણાય. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ખર્ચ રહે. માતા-પિતાના આરોગ્ય અંગે આપને ચિંતા-ખર્ચ જણાય. ઘરમાં ચોરી થવાથી, પૈસા ભરેલું પાકીટ ચોરાઈ કે ખોવાઈ જવાથી આપને નુકસાની થાય. વર્ષના પ્રારંભમાં તા. ૨૭ ઓક્ટોબરથી તા. ૭ ડિસેમ્બર દરમ્યાન સંતાનના પ્રશ્ને ચિંતા-ખર્ચ રહે. કોર્ટ કચેરીના કામમાં, સરકારી રાજકીય કામમાં ખર્ચ રહે. જો કે તા. ૫ ડિસે. થી તા. ૧ જૂન દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ સારું રહેતાં આપને રાહત જણાય. થોડી થોડી આવક ચાલુ રહેતાં આપના ખર્ચાપાણી નીકળી રહે. આકસ્મિક કોઈ લાભ ફાયદો મળી રહે.
પત્ની સંતાન પરિવાર
કૌટુંબિક પારિવારીક દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. શનીની પનોતીના લીધે માતા પિતાના આરોગ્ય આયુષ્યની ચિંતા રખાવે. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને, સંયુક્ત માલ મિલ્કત ધંધાના પ્રશ્ને ઘરમાં કલહ-કંકાસનું વાતાવરણ ઉભું થાય. વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખ થઇ જાય. વર્ષના પ્રારંભથી તા. ૫ ડીસે. અને તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર કૌટુંબિક પારિવારીક ચિંતા પરેશાનીમાં વધારો થાય. માતાના આરોગ્ય માટે કે માતૃપક્ષે બીમારી ચિંતાનું આવરણ આવી જાય. આપના દોડધામ શ્રમમાં વધારો થાય.જો કે તા. ૫ ડિસે. થી તા. ૧ જૂન દરમિયાન ગુરૂનું પરિભ્રમણ સારું રહેતાં પત્ની સંતાનની ચિંતા પરેશાની ઓછી થાય. આ વિવાહીત વર્ગને વિવાહ લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય. માતા-પિતાના આરોગ્યની ચિંતા ઓછી થાય.
નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?
વર્ષના પ્રારંભથી જ આપ લોખંડના પાયે ચાલી રહેલી શનિની પનોતીના બંધનમાં હશો. જે આપને નોકરીમાં તકલીફ આપે. આપને કામ કરવામાં મુશ્કેલી આવ્યા કરે. નાની નાની બાબતોના લીધે કામમાં વિલંબ જણાય. આપના આયોજન મુજબ કામ થઇ શકે નહીં. અન્યની ભૂલના લીધે આપે ઠપકો સાંભળવો પડે. ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગનો સાથ સહકાર મળે નહીં. નોકર ચાકરવર્ગની તકલીફ રહ્યા કરે. કુટુંબ પરિવારમાં કે સગા સંબંધીના ત્યાં નોકરી કરતાં હોવ તો આપની પરિસ્થિતિ ન સહેવાય ન રહેવાય એવી થઇ જાય. મજબૂરીના કારણે અપમાન સહન કરીને પણ આપે ત્યાં નોકરી ચાલુ રાખવી પડે. તે સિવાય નોકરીમાં આપના યશ-પદ-ધનની હાનિ ન થાય તેનું આપે ધ્યાન રાખવું પડે. વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી અને તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુરૂનું પરિભ્રમણ પણ આપના માટે પ્રતિકૂળ રહેવાથી આપની મુશ્કેલીમાં વધારો થાય. કૌટુંબિક પારિવારીક પ્રશ્નો ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. આપના લીધેલા નિર્ણયો આપના માટે મુશ્કેલી ઉભી કરે. જેમના પર ખૂબ ભરોસો કરતાં હોવ તેવી વ્યક્તિ, સાથી, મિત્ર જ આપને દગો વિશ્વાસઘાત આપે. જો કે માગશર વદ એકમ તા. ૫ ડીસેમ્બરથી અધિક જેઠ વદ એકમ તા. ૧ જૂન સુધીનો સમય આપના માટે થોડોક રાહતવાળો રહે. ગુરૂનું પરિભ્રમણ આપને કામમાં મદદરૂપ થાય. કામમાં સરળતા રહે. મહત્ત્વના નિર્ણય લઇ શકો. મિત્રવર્ગ આપને મદદરૂપ થવાના પ્રયાસ કરે. પરંતુ તેમ છતાં શનિનું પરિભ્રમણ આપના માટે પ્રતિકૂળ છે તે ધ્યાનમાં રાખી કોઇના પર એકદમ ભરોસો કરવો નહીં. તેમજ શાંતિ રાખીને પોતાનું કામ કરવું.
ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?
ધંધાકીય દ્રષ્ટિએ વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે પ્રતિકૂળ રહેશે. વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ વ્યવસાય ભૂવનની સામેથી થઇ રહ્યું છે જે નબળું છે તેથી આપને ધંધામાં તકલીફ રહે. આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થઇ શકે નહીં. આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર ધીરજ અને શાંતિથી દિવસો પસાર કરી લેવા. અન્યની ભૂલના લીધે આપે નુકસાનીનો સામનો કરવો પડે. બજારમાં આપની શાખ ખરડાય નહીં તેનું ધ્યાન રાખવું પડે. સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં વિચારોમાં મતભેદ ઉભા થાય. વાદ વિવાદ ગેરસમજ થઇ જાય. સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરી રાખવો નહીં. ધંધાની જગ્યાએ અડોશ પડોશમાં વાદ વિવાદ થઇ જાય. વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી અને તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન અષ્ટમ ગુરૂ આપની પ્રતિકૂળતામાં વધારો કરે. આપના લીધેલા નિર્ણયો અવળાં પડતાં, આપની ગણત્રી ધારણા અવળાં પડતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. નોકર ચાકરવર્ગની તકલીફ જણાય. ભાગીદારીવાળા ધંધામાં, સંયુક્ત ધંધામાં છૂટા થવાની પરિસ્થિતિ આવે કે ધંધો બંધ કરવાની નોબત આવે. આરોગ્યની તકલીફને લીધે ધંધામાં ધ્યાન આપી શકો નહીં. કૌટુંબિક પારિવારીક પ્રશ્નો ચિંતા પરેશાનીના લીધે કામમાં મન લાગે નહીં. જો કે તા. ૫ ડીસે. થી તા. ૧ જૂન દરમ્યાનનું ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકુળ રહે છે તેથી આપને થોડી રાહત થતી જાય. કેટલાંક મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય. આપના કેટલાંક અગત્યના કામનો ઉકેલ આવતાં આનંદ રાહતની લાગણી અનુભવો. આવક જણાય.
સ્ત્રી વર્ગ
વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે ચિંતા-દોડધામનું રહે. વર્ષ દરમિયાન આપને કૌટુંબિક પારિવારીક પ્રશ્ને કોઇને કોઈ ચિંતા રહ્યા કરે. એક મુશ્કેલીમાંથી બહાર આવો ન આવો ત્યાં બીજી મુશ્કેલી આવી પડે. માતા-પિતા ભાઈભાંડુ વર્ગની ચિંતા રહે. વાદ-વિવાદ મનદુ:ખથી સંભાળવું પડે. નોકરી કરનાર વ્યવસાયી મહિલાઓને કામ વચ્ચે સંતુલન કરવામાં મુશ્કેલી જણાય. કયા કામને પ્રાથમિકતા આપવી તે અંગે અસમંજસમાં રહ્યા કરો. કામ અંગેની દોડધામ શ્રમ, તણાવના લીધે આપના સ્વાસ્થ્ય પર અસર થાય. મેનોપોઝની તકલીફના લીધે કામમાં ધ્યાન આપી શકો નહીં. વર્ષ દરમ્યાન નાણાંકીય આયોજન આપે સાવધાનીપૂર્વક કરવું પડે. ધીરજ અને શાંતિ રાખીને વર્ષ પસાર કરી લેવું.
વિદ્યાર્થી વર્ગ
વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ મધ્યમ રહે. વર્ષ દરમ્યાન આપે મહેનત વધુ કરવી પડે અને તેના પ્રમાણમા આપને પરિણામ ઓછું મળે. કૌટુંબિક પારિવારીક પ્રશ્નના લીધે, પ્રસંગ ઘટનાને લીધે આપના અભ્યાસમાં રૂકાવટ આવ્યા કરે. તે સિવાય પરીક્ષા સમયે આપે હતાશા નિરાશા, બીમારી-અકસ્માતથી સંભાળવું પડે. કારકીર્દીનું વર્ષ હોય તેમને થોડાક ગુણ માટે વર્ષ બગડે નહીં તેની તકેદારી રાખવી. મિત્રવર્ગના લીધે આપના અભ્યાસમાં અડચણ રહે. સ્વાર્થી વ્યસની મિત્રોથી આપે સંભાળવું પડે. જો કે તા. ૫ ડિસે.થી તા. ૧ જૂન દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકુળ રહેતાં આપને થોડી રાહત જણાય. પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય.
ખેડૂત વર્ગ
વિક્રમ સંવત ૨૦૮૨નું આ વર્ષ આપના માટે નબળું રહે. વર્ષ દરમ્યાન શનિની પનોતી તેમજ વર્ષનો મોટો ભાગ ગુરૂની પ્રતિકૂળતા રહે છે તેથી આપને કામમાં તકલીફ જણાય. ખેતી સાથે નોકરી કે અન્ય કામ કરનારાની મુશ્કેલી વધે. સંયુક્ત ખેતીમાં ભાગની ખેતીમાં નુકસાની જણાય. સ્વાસ્થ્ય સંબંધી તકલીફોના લીધે ખેતીમાં પૂરતું ધ્યાન આપી શકો નહીં. બીયારણની તકલીફ કે વધુ પડતી રાસાયણીક દવાઓના ઉપયોગ ના લીધે પાક બગડી જવાથી આપને નુકસાની જણાય. માગશર વદ થી અધિક જેઠ વદ સુધીનો સમય આપના માટે થોડો સારો રહે. રવિપાક તથા ઉનાળુ પાક થોડો સારો રહેતાં આપને લાભ ફાયદો જણાય. પરંતુ વાવણી લણણીના સમયે આપે અન્યના ભરોસે રહેવું નહીં. તે સિવાય વર્ષ દરમ્યાન કુદરતી આપત્તિઓથી આપે સંભાળવું પડે.
ઉપસંહાર
આમ વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે આરોહ-અવરોહવાળું રહે. આપે શારિરીક માનસિક તકલીફોથી સંભાળવું પડે. નોકરી ધંધામાં આપને કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી રહે. ધાર્યા પ્રમાણે કામ થાય નહીં. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા ઉચાટ જણાય. નાણાંકીય રોકાણ આયોજનમાં આપે ધ્યાન રાખવું પડે. નાણાંકીય બાબતોમાં આપે કોઇના ભરોસે રહેવું નહીં. તેમ છતાં માગશર વદથી અધિક જેઠ વદ દરમ્યાન આપને થોડી રાહત શાંતિ મળી રહે. આપના કેટલાક કામનો ઉકેલ આવતો જાય. આવક થવાથી આપના વ્યવહારો આપ સાચવી શકો.
વિદ્યાર્થી વર્ગ
વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ મધ્યમ રહે. વર્ષ દરમ્યાન આપે મહેનત વધુ કરવી પડે અને તેના પ્રમાણમા આપને પરિણામ ઓછું મળે. કૌટુંબિક પારિવારીક પ્રશ્નના લીધે, પ્રસંગ ઘટનાને લીધે આપના અભ્યાસમાં રૂકાવટ આવ્યા કરે. તે સિવાય પરીક્ષા સમયે આપે હતાશા નિરાશા, બીમારી-અકસ્માતથી સંભાળવું પડે. કારકીર્દીનું વર્ષ હોય તેમને થોડાક ગુણ માટે વર્ષ બગડે નહીં તેની તકેદારી રાખવી. મિત્રવર્ગના લીધે આપના અભ્યાસમાં અડચણ રહે. સ્વાર્થી વ્યસની મિત્રોથી આપે સંભાળવું પડે. જો કે તા. ૫ ડિસે.થી તા. ૧ જૂન દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકુળ રહેતાં આપને થોડી રાહત જણાય. પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય.


