Dev Uthani Ekadashi 2025: હિન્દુ પંચાંગ પ્રમાણે ભગવાન વિષ્ણુ દેવુઉથી અગિયારસના દિવસે ચાર મહિનાની યોગિક નિદ્રામાંથી જાગે છે. તેના બીજા જ દિવસે ભગવાન શાલિગ્રામ (ભગવાન વિષ્ણુ) અને માતા તુલસીના શુભ વિવાહ થાય છે. આ વર્ષે દેવુઉથી અગિયારસ 1 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે. અને તુલસી વિવાહ 2 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતા પ્રમાણે તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે, તેથી આ શુભ પ્રસંગે તુલસી માતાને વિશેષ વસ્તુઓ અર્પણ કરવાથી જીવનમાં સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે. આવો જાણીએ કે, આ શુભ વસ્તુઓ કઈ છે.
આ પણ વાંચો : બીજી નવેમ્બરે તુલસી વિવાહ: લગ્નમાં અડચણ આવતી હોય તો કરો આ ખાસ ઉપાય
તુલસી માતાને પવિત્ર દોરો (નાડાછડી) બાંધો
દેવુઉઠી અગિયારસના દિવસે તુલસી માતાને લાલ દોરો (નાડાછડી ) બાંધવી જોઈએ. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આમ કરવાથી માત્ર ભગવાન વિષ્ણુ જ નહીં, પરંતુ દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. આ નાનો ઉપાય જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઇચ્છાઓ પૂરી કરે છે.
લાલ ચૂંદડી
દેવુઉઠી અગિયારસના દિવસે તુલસી માતાને લાલ રંગની ચૂંદડી અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચુંદડી ચઢાવતી વખતે ભક્તોએ 'મહાપ્રસાદ જનાની સર્વ સૌભાગ્યવર્ધિની, આધિ વ્યાધિ હર નિત્યં તુલસી ત્વં નમોસ્તુતે' મંત્રનો જાપ કરવો જોઈએ. એવું કહેવાય છે કે, આ રીતે પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે, અને તેમના ભક્તોને ધન, સૌભાગ્ય અને સમૃદ્ધિનો વરસાદ કરે છે.
દીવો અને કાચું દૂધ
દેવુઉઠી અગિયારસના દિવસે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. ત્યારબાદ, તુલસીના છોડને થોડું કાચું દૂધ પણ ચઢાવવું જોઈએ. આ વિધિ જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.
તુલસીના છોડને પીળો દોરો બાંધો
તુલસી વિવાહના દિવસે પીળા દોરામાં 108 ગાંઠ લગાવીને તુલસીના છોડને બાંધો. એક વાતનું ખાસ ધ્યાન રહે કે, દોરાની લંબાઈ તમારા શરીરની લંબાઈ જેટલી હોવી જોઈએ. આ પછી, ભક્તિભાવથી તુલસી માતાને તમારી ઇચ્છા વ્યક્ત કરો. એકવાર તમારી ઇચ્છા પૂર્ણ થઈ જાય પછી દોરાને નદી કે તળાવમાં પ્રવાહિત કરો.


