Get The App

ચંદ્રગ્રહણ છતાં 3 રાશિના જાતકો માટે લકી સાબિત થશે માર્ચ, તગડી કમાણીના યોગ

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
ચંદ્રગ્રહણ છતાં 3 રાશિના જાતકો માટે લકી સાબિત થશે માર્ચ, તગડી કમાણીના યોગ 1 - image

March 2026 Horoscope: ગણતરીના દિવસોમાં હવે વર્ષનો ત્રીજો મહિનો માર્ચ શરૂ થવા જઈ રહ્યો છે. આ માર્ચ મહિનો ઘણી રીતે ખાસ રહેશે. આ મહિને સૂર્ય અને શુક્ર મીન રાશિમાં ગોચર કરશે, જ્યાં શનિદેવ પહેલાથી જ બિરાજમાન છે. મીન રાશિમાં સૂર્ય, શુક્ર અને શનિનો ત્રિગ્રહી યોગ પણ બનશે. બીજું કે આ મહિનાની શરૂઆતમાં વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ લાગવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ પણ હોળીના સંયોગમાં પડી રહ્યું છે. આવી સ્થિતિમાં જ્યોતિષીઓનું કહેવું છે કે હોળી પર ગ્રહોની ચાલ ત્રણ રાશિઓ માટે શુભ સંકેત આપી રહી છે. ચાલો જાણીએ કે, આ દુર્લભ સંયોગ કઈ રાશિઓને લાભ આપશે. 

વૃષભ રાશિ

માર્ચ મહિનો વૃષભ રાશિના જાતકો માટે અનૂકુળ રહેશે. નવી રોજગારી અથવા નવી નોકરી મળવાની શક્યતા છે. લગ્નમાં આવી રહેવા અવરોધો દૂર થશે. વૈવાહિક લોકોને સાસરા પક્ષ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. તમારા અટકેલા કામ પૂરા થશે. સરળતાથી ધન પ્રાપ્ત થશે. ખર્ચ-રોકાણ જરૂરિયાત હિસાબે જ રહેશે. કરિયરના ક્ષેત્રમાં કોઈ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી શકો છો. કરિયરમાં તમારું પ્રદર્શન પ્રશંસાને પાત્ર રહેશે. બિઝનેસ અને રોકાણ સાથે સંકળાયેલા જાતકોને ખૂબ લાભ થશે. 

તુલા રાશિ

આ મહિનામાં તુલા રાશિના જાતકોને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. તમે જે કામ હાથ ધરશો તેમાં સફળતા મળવાના યોગ બનશે. નોકરી બદલવા માંગતા જાતકોને સુવર્ણ તક મળી શકે છે. કોઈ સારો પ્રોજેક્ટ તમને હાથ લાગી શકે છે. અટકેલા અથવા ફસાયેલા પૈસા તમને પાછા મળશે. અધિકારીઓ તમારા કાર્યથી સંતુષ્ટ થશે. તમારી વિરુદ્ધ કાવતરું ઘડનારાઓનો પર્દાફાશ થશે. આર્થિરક મુશ્કેલીઓમાં મોટો ઘટાડો થઈ શકે છે. તમારી સામાજિક ઓળખ અને સંપર્કોનો વિસ્તાર થશે.

આ પણ વાંચો: હિંમતનગર: ગાયત્રી મંદિર રોડ પર ઘાસ ભરેલી ટ્રક બની અગનગોળો, વીજ વાયરને અડકતા લાગી ભીષણ આગ

મીન રાશિ

માન રાશિના જાતકો માટે આ સમય પ્રગતિનો સંકેત આપી રહ્યો છે. આર્થિક મામલે કરવામાં આવેલા પ્રયાસ લાભદાયી સાબિત થશે. ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા પ્રયાસ સફળ થઈ શકે છે. નવી નોકરી અથવા પ્રમોશનના યોગ બની રહ્યા છે. વાહન અથવા કિંમતી વસ્તુઓની ખરીદી શક્ય છે. તમારો આત્મવિશ્વાસ તમને મોટી સફળતા અપાવી શકે છે. લગ્નની રાહ જોઈ રહેલા જાતકોને પણ શુભ સમાચાર મળી શકે છે. આરોગ્ય સારું રહેશે. ઈજા-દુર્ઘટનાઓથી પણ તમે બચી જશો.