For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Dattatreya Jayanti 2020 : જાણો, દત્તાત્રેય જ્યંતિની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત

- દત્તાત્રેયના ત્રણ મુખ અને છ હાથ છે અને ત્રિદેવમય સ્વરૂપ છે

Updated: Dec 29th, 2020

Article Content Imageનવી દિલ્હી, તા. 29 ડિસેમ્બર 2020, મંગળવાર 

ભગવાન દત્તાત્રેય ત્રિદેવોના સંયુક્ત સ્વરૂપ માનવામાં આવે છે. તેની અંદર ગુરુ અને ઈશ્વર, બંનેનું સ્વરૂપ સમાયેલા છે. તેમના ત્રણ મુખ અને છ હાથ છે અને સ્વરૂપ ત્રિદેવમય છે. તેની સાથે કૂતરા અને ગાય પણ જોવા મળે છે. તેમણે પોતાના ચોવીસ ગુરુ માન્યા છે, જેમાં પ્રકૃતિ, પશુ, પક્ષી અને માનવ સામેલ છે. તેમની ઉપાસના ફળદાયી હોય છે અને તેનાથી શીઘ્ર કષ્ટોનું નિવારણ થાય છે. 

તેમની પૂજાથી શું વિશેષ વરદાન મળી શકે છે? 

વ્યક્તિ ખોટી સંગત અને ખોટા રસ્તેથી બચી જાય છે. સંતાન અને જ્ઞાન પ્રાપ્તિની કામના પૂર્ણ થઇ જાય છે. તેની પૂજાથી વ્યક્તિની ઉપર કોઇ પણ પ્રકારની નકારાત્મક ઊર્જાની અસર થતી નથી. વ્યક્તિને જીવનમાં એક માર્ગદર્શક મળે છે. તેની પૂજાથી વ્યક્તિના પાપ નષ્ટ થઇ જાય છે. વ્યક્તિ સન્માર્ગ પર ચાલવા લાગે છે. 

કેવી રીતે કરશો ભગવાન દત્તાત્રેયની ઉપાસના? 

ભગવાન દત્તાત્રેયના ચિત્ર અથવા પ્રતિકૃતિની સ્થાપના કરો. તેમને પીળા ફૂલ અને પીળી વસ્તુઓ અર્પિત કરો. ત્યારબાદ તેમના મંત્રોના જાપ કરો. પોતાની કામનાની પૂર્તિની પ્રાર્થના કરો. શક્ય હોય તો આ દિવસે એક ટાઇમ ઉપવાસ પણ રાખો. આ વખતે ભગવાન દત્તાત્રેય જ્યંતિ આજે 29 ડિસેમ્બરે છે. 

શુભ મુહૂર્ત 

પૂનમ તિથિ પ્રારંભ : 29 ડિસેમ્બર, સવારે 07 : 54 મિનિટથી 

પૂનમ તિથિ સમાપ્ત : 30 ડિસેમ્બર, સવારે 08 : 57 મિનિટ સુધી

ક્યા મંત્રોનો જાપ કરવો વિશેષ લાભદાયી હોય છે? 

- ૐ દ્રાં દત્તાત્રેયાય સ્વાહા

- ૐ મહાનાથાય નમ: 

Gujarat