Astro

રાશિ ભવિષ્ય 05 ઓક્ટોબર: 4 રાશિઓને થશે મોટો ધનલાભ, જાણો કઈ રાશિએ આજે સંભાળવું પડશે?

By GS Team
4 Oct 20261 min read
TukuTouch Logo
અગ્નિદત્ત પદમનાભની ભવિષ્યવાણી મુજબ, મેષ રાશિના જાતકોએ વાહન ચલાવવામાં કાળજી રાખવી પડશે. વૃષભ રાશિના લોકોને કામમાં પ્રશંસા મળશે, જ્યારે મિથુન રાશિના વેપારીઓને ઘરાકીનો લાભ થશે. સિંહ રાશિના જાતકોને કોર્ટ-કચેરીના કામમાં અવરોધ આવી શકે છે, જ્યારે કન્યા રાશિના લોકોને પરદેશના કામમાં પ્રગતિ દેખાશે. ધન રાશિના લોકોએ પરિવારિક પ્રશ્નોમાં શાંતિ જાળવવી પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાશિ ભવિષ્ય 05 ઓક્ટોબર: 4 રાશિઓને થશે મોટો ધનલાભ, જાણો કઈ રાશિએ આજે સંભાળવું પડશે?

મેષ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. આપે ધીરજ અને શાંતિથી કામ કરવું. વાહન ચલાવવામાં આપે ધ્યાન રાખવું.
વૃષભ : આપના કામની કદર પ્રશંસા થવાથી આનંદ થાય. સંયુક્ત ધંધામાં આપને ભાઈભાંડુવર્ગનો સહકાર મળી રહે. આનંદ રહે.
મિથુન : ધંધામાં આપને ઘરાકી જણાય. સામાજિક વ્યવહારિક કામ અંગે દોડધામ શ્રમ રહે. પરંતુ કામનો ઉકેલ આવતાં રાહત રહે.
કર્ક : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. રાજકીય સરકારી કામકાજ થઇ શકે.
સિંહ : આપના કામમાં મુશ્કેલી જણાય. કોર્ટ કચેરીના કામમાં રૂકાવટ અનુભવાય. નાણાંકીય લેવડ દેવડમાં ધ્યાન રાખવું પડે.
કન્યા : આપના કામમાં આકસ્મિક સરળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
તુલા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવનું બને. મિત્રવર્ગનો સહકાર મળી રહે.
વૃશ્ચિક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કાર્યમાં આપને સાનુકુળતા થતી જાય. નોકર ચાકરવર્ગનો સહકાર જણાય.
ધન : આપે તન-મન ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
મકર : આપના અગત્યના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. આપને રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લઇ શકાય.
કુંભ : નોકરી ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભારમાં વધારો જણાય.
મીન : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા પરેશાની ઘટે.

  • અગ્નિદત્ત પદમનાભ