આજથી શરૂ થયું ચોર પંચક, 5 દિવસ આ કામ કરવાનું ટાળજો, નહીંતર જીવનમાં આવી શકે મોટી મુશ્કેલીઓ!
Panchak : જ્યોતિષશાસ્ત્રમાં પંચકનું વિશેષ મહત્ત્વ રહેલું છે, જેને એક અશુભ સમય માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આ એક એવો સમયગાળો છે, જ્યારે ચંદ્ર સતત પાંચ ખાસ નક્ષત્રો - ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતીમાંથી પસાર થાય છે. દર મહિને પાંચ દિવસ એવા હોય છે, જેમાં કોઈપણ શુભ કે માંગલિક કાર્યો કરવાની મનાઈ હોય છે. એવું માનવામાં આવે છે કે, પંચક દરમિયાન બેદરકારી અશુભ પરિણામો આપે છે. તેથી, આ સમયગાળા દરમિયાન ચોક્કસ નિયમોનું પાલન કરવું મહત્ત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે પંચક દરમિયાન કાર્યો કરવા વર્જિત માનવામાં આવે છે અને પંચક કેટલો સમય રહે છે.
આ પણ વાંચો: શરદ પૂર્ણિમાના અત્યંત પવિત્ર દિવસે આ 6 કામ કરવાથી ધન-વૈભવ વધશે, મા લક્ષ્મીની કૃપા વરસશે
ઓક્ટોબર 2025 માં પંચક ક્યારે ચાલશે?
દ્રિક પંચાંગ અનુસાર આજે એટલે કે, 3 ઓક્ટોબરથી પંચક શરૂ થઈ રહ્યું છે અને 8 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે. તમને જણાવી દઈએ કે, ઓક્ટોબર 2025 માં બે વાર પંચક આવશે. પહેલી વાર, તે 3 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી હશે, અને બીજી વાર તે 31 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી હશે. બંને પંચક શુક્રવારે શરૂ થાય છે, તેથી તેમને ચોર પંચક કહેવામાં આવશે.
પંચકના પ્રકારો
પંચક અઠવાડિયાના અલગ- અલગ દિવસોમાં તેની શરૂઆતના આધારે અલગ અલગ નામથી ઓળખાય છે. જો તે રવિવારથી શરૂ થાય છે, તો તેને રોગ પંચક કહેવામાં આવે છે. સોમવારે શરૂ થાય છે, તો તેને રાજ પંચક કહેવામાં આવે છે. જો મંગળવારે શરૂ થાય છે, તો તેને અગ્નિ પંચક કહેવામાં આવે છે. જ્યારે, શનિવારે શરૂ થાય તો તેને મૃત્યુ પંચક કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ દરેક પંચકની પોતાની અલગ અસરો હોય છે.
આ પણ વાંચો: આજે તુલા રાશિમાં બુધની એન્ટ્રી થશે, 3 રાશિના જાતકોની કિસ્મતમાં અવનવું થશે
પંચકમાં શું કરવું - શું ન કરવું:
- જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે પંચક દરમિયાન ઘરમાં લાકડા લાવવા અને સંગ્રહ કરવા જોઈએ નહીં.
- આ સમયગાળા દરમિયાન દક્ષિણ દિશા તરફ મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.
- ઘરની છત કે પાયો ન નાખવો જોઈએ.
- નવો પલંગ બનાવવો કે તોડવાનું ટાળવું જોઈએ.
- જો કોઈનું મૃત્યુ થાય છે, તો પંચક શાંતિ પૂજા કરવી જોઈએ.
નોંધ: આ લેખમાં આપવામાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. અમારો ધ્યેય માત્ર જાણકારી આપવાનો છે. આપેલી કોઈપણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.