Mahashivratri 2026: 15 ફેબ્રુઆરીના રોજ ભગવાન શિવને સપર્પિત મહાશિવરાત્રિનો પાવન પર્વ છે અને આ જ દિવસે શનિના સ્વામિત્વ વાળી કુંભ રાશિમાં ચાર ગ્રહોનો યોગ બનશે. આ રાશિમાં હાલમાં રાહુ અને બુધ બિરાજમાન છે. પરંતુ મહાશિવરાત્રિ પહેલા શુક્ર અને સૂર્ય પણ તેમાં ગોચર કરી જશે. જ્યોતિષીઓનું કહેવું છે કે, મહાશિવરાત્રિ પર કુંભ રાશિમાં બની રહેલો ચતુર્ગ્રહી યોગ 4 રાશિઓને વિશેષ લાભ અપાવી શકે છે. આ રાશિઓ પર માત્ર ભગવાન શિવ જ નહીં પરંતુ શનિ દેવ પણ કૃપા વરસાવી શકે છે. તો ચાલો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.
મેષ રાશિ
- આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર આવી શકે છે.
- સરળતાથી પૈસા પ્રાપ્ત થશે.
- ખર્ચા પર નિયંત્રણ રહેશે અને રોકાણની યોજનાઓ લાભ આપશે.
- નોકરી અને બિઝનેસ બંને ક્ષેત્રોમાં જાતકોની પ્રગતિ શક્ય છે.
- બેરોજગાર જાતકોનું ભાગ્ય પણ ચમકી શકે છે.
- સામાજિક પ્રતિષ્ઠામાં વધારો શક્ય છે.
કન્યા રાશિ
- તમને પૈતૃક સંપત્તિનો લાભ મળી શકે છે.
- મકાન અથવા વાહનો સાથે જોડાયેલા નિર્ણયો તમને ભવિષ્યમાં લાભ અપાવશે.
- તમને ગુપ્ત સ્ત્રોતોમાંથી પણ ધન પ્રાપ્તિ થઈ શકે છે.
- કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત તમારા કરિયરને નવી દિશા આપી શકે છે.
- સ્વાસ્થ્ય પણ સંતોષકારક રહેશે.
મકર રાશિ
- ધન અંગે ચાલી રહેલો કોઈ વિવાદનો અંત આવી શકે છે.
- કોર્ટ-કચેરીનો કેસ તમારા પક્ષમાં આવશે.
- દેવું અથવા તો ખર્ચનો જે તણાવનો તમે સામનો કરી રહ્યા છે, તે દૂર થઈ શકે છે.
- ખર્ચ ઘટવાથી પૈસાની બચત થશે અને બૅન્ક-બેલેન્સ વધશે.
- તમારા અટકેલા કામ હવે ઝડપથી પૂર્ણ થશે.
- સ્વાસ્થ્ય સબંધિત મુશ્કેલીઓમાં રાહત મળશે.
- માતા-પિતાની અપેક્ષા પર ખરા ઉતરશો.
આ પણ વાંચો: અમારા નિયમો ના પાળવા હોય, તો અહીંથી ચાલતી પકડો... સુપ્રીમ કોર્ટની વોટ્સએપને ફટકાર
કુંભ રાશિ
- ચતુર્ગ્રહી યોગ કુંભ રાશિમાં જ બની રહ્યો છે, તેથી કુંભ રાશિના જાતકોને સૌથી વધુ લાભ થશે.
- ધનની આવકમાં વધારો થશે.
- આર્થિક સ્થિતિમાં હવે સુધારો થશે.
- કરિયર-બિઝનેસમાં કોઈ મોટું મુકામ મેળવી શકો છો.
- જે જાતકો નોકરી છોડીને ખુદનું કામ કરવા અંગે વિચાર કરી રહ્યા હતા, તેમના માટે આ સારો સમય છે.
- સોના-ચાંદી જેવી મૂલ્યવાન વસ્તુમાં રોકાણ વધારી શકો છો.
- સંતાન પક્ષ તરફથી તમને કોઈ સારું સરપ્રાઇઝ મળી શકે છે.


