ચંદ્રગ્રહણ: 122 વર્ષ બાદ દુર્લભ સંયોગ, દેશભરમાં જોવા મળ્યા ‘બ્લડ મૂન’ના દ્રશ્યો
Chandra Grahan 2025 : ભારતમાં આજે (7 સપ્ટેમ્બર, 2025) વર્ષનું બીજું ચંદ્રગ્રહણ લાગ્યું હતું. આ ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં લાગ્યું હતું. ભારતીય સમય અનુસાર રાત્રિના 9.57 વાગ્યે ગ્રહણ શરૂ થયું જે મધ્ય રાત્રિ 1.26 વાગ્યા સુધી ચાલ્યું. આ ઉપરાંત ચંદ્રગ્રહણમાં 122 વર્ષ બાદ પિતૃ પક્ષનો સંયોગ પણ બન્યો છે.
નરી આંખે ચંદ્રગ્રહણને જોવું કેવું?
ચંદ્રગ્રહણના નામે લોકોમાં ભય અને ઉત્સાહ બંને જોવા મળે છે. કેટલાક લોકો ચંદ્રગ્રહણના સમયે ચંદ્રને જોવાથી પણ ડરતા હોય છે. પરંતુ વિજ્ઞાનીઓની માનવું છે કે, ચંદ્રગ્રહણને નરી આંખે જોઇ શકાય છે. તેને જોવા માટે પ્રોટેક્ટિવ ગ્લાસ કે ફિલ્ટર્સની પણ જરૂર હોતી નથી, પરંતુ આ દરમિયાન કોઇ પણ ચમકદાર વસ્તુ કે લાઇટને જોવાથી બચવું જોઇએ. હકીકતમાં, સૂર્ય ગ્રહણ દરમિયાન સોલાર રેડિએશનથી આંખોને નુકસાન થવાનું જોખમ હોય છે, પરંતુ ચંદ્ર ગ્રહણમાં તે જોખમ હોતું નથી.
નાસિકમાં ચંદ્રગ્રહણ દરમિયાન મંત્રજાપ કરવા એકઠા થયા લોકો
દિલ્હીમાં પૂર્ણ ચંદ્રગ્રહણના દ્રશ્યો
ઝારખંડમાં બ્લડ મૂનના દ્રશ્યો
ચંદ્રગ્રહણ અંગે શું બોલ્યા વિજ્ઞાની?
દેશભરમાં વિવિધ સ્થળે પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળી રહ્યો છે. પૂર્ણ ગ્રહણ બાદ ચંદ્ર જ્યારે લાલ રંગનો દેખાય છે ત્યારે તેને ‘બ્લડ મૂન’ કહેવામાં આવે છે. આ દુર્લભ દ્રશ્યો 82 મિનિટ સુધી જોવા મળશે.
દેશભરમાં ‘બ્લડ મૂન’ના દ્રશ્યો
ઝારખંડના રાંચીમાં પૂર્ણ ચંદ્રગ્રહણના દ્રશ્યો
ઉત્તર પ્રદેશના નોઇડામાં ચંદ્ર ઢંકાયો
કેરળના તિરુવનંતપુરમમાં ‘બ્લડ મૂન’ના દ્રશ્યો
દિલ્હીના દ્વારકામાં ચંદ્રગ્રહણના દ્રશ્યો
ચંદ્રગ્રહણ 2025ઃ દિલ્હીમાં ચંદ્ર ઢંકાયો
જયપુરમાં ચંદ્રગ્રહણ શરૂ
કોલકાતામાં ચંદ્રનો અડધાથી વધુ ભાગ ઢંકાયો
બેંગલુરુમાં ચંદ્રગ્રહણ જોવા ઉમટ્યા લોકો
દેશભરમાં વિવિધ સ્થળે ચંદ્રગ્રહણના દ્રશ્યો
આસામના ગુવાહાટીમાં ચંદ્રગ્રહણના દ્રશ્યો
રાજસ્થાનના જયપુરમાં ચંદ્રગહણનો નજારો
ગ્રહણ દરમિયાન શું ન કરવું?
ભોજન બનાવવા કે ખાવાથી બચવું
શુભ કાર્ય, ધાર્મિક અનુષ્ઠાન કે નવા કામની શરૂઆત ન કરવી
ભગવાન મૂર્તિઓનો સ્પર્શ ન કરવો
ગર્ભવતી મહિલાઓએ શાકભાજી સમારવા જોઈએ નહીં. ચપ્પુ, કાતર, સોયથી દૂર રહેવું
બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓએ ઘરથી બહાર ન નીકળવું
( આ તમામ નિયમો ધાર્મિક માન્યતાઓ અનુસાર છે )
ચંદ્રગ્રહણ દરમિયાન મંત્રજાપ શુભ માનવામાં આવે છે. જો તમારી પાસે ગુરુમંત્ર હોય તો તેનો અથવા અન્ય કોઈ મંત્રનો પણ જાપ કરી શકાય.