Chandra Grahan 2026 on Holi: આગામી 3 માર્ચે હોળીના દિવસે વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ બનવા જઈ રહ્યું છે. જે વર્ષનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ હશે. હિંદુ પંચાંગ અનુસાર, 3 માર્ચે બપોરથી સાંજ સુધી ચંદ્રગ્રહણ રહેશે. પછી રાત્રે હોલિકા દહન કરવામાં આવશે. આ ચંદ્રગ્રહણ પૂર્વાફાલ્ગુની નક્ષત્ર અને સિંહ રાશિમાં થવાનું છે. જોકે, આ ગ્રહણ ભારતના કેટલાક ભાગોમાં જોવા મળશે. તેથી સૂતકકાળ પણ લાગુ થશે. ચાલો જાણીએ કે, ભારતીય સમયાનુસાર ચંદ્રગ્રહણ કેટલા વાગ્યે થશે અને કઈ રાશિના જાતકોને સાવચેતી રાખવાની જરૂર છે.
ચંદ્રગ્રહણનો સમય
ભારતીય સમય અનુસાર, ચંદ્રગ્રહણ 3 માર્ચના રોજ બપોરે 3:20 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:47 વાગ્યે પૂરુ થશે. આમ, 3 કલાક 27 મિનિટ સુધી ચંદ્રગ્રહણ રહેશે.
સૂતકકાળનો સમય
ચંદ્રગ્રહણ સૂતકકાળ ગ્રહણના નવ કલાક પહેલા શરૂ થાય છે. આનો અર્થ એ થયો કે, આ ચંદ્રગ્રહણ માટે સૂતકકાળ 3 માર્ચે સવારે 6:20 વાગ્યે શરૂ થશે.
સૂતકકાળમાં શું ન કરવું?
સૂતકકાળમાં પૂજા-આરાધના, મૂર્તિને અડવું, નવા કામની શરૂઆત અને કોઈપણ પ્રકારના શુભ કે માંગલિક કાર્ય પ્રતિબંધિત માનવામાં આવે છે. આ ઉપરાંત, સૂતકકાળમાં ભોજન બનાવવું કે ગ્રહણ કરવું, મુસાફરી કરવી અને સંવેદનશીલ લોકોને ઘરની બહાર જવું પણ મનાઈ છે. માન્યતા છે કે, આ દરમિયાન ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, બાળકો અને પીડિત વ્યક્તિને ઘરની બહાર નીકળવું ન જોઈએ.
આ પણ વાંચો: મંગળનું કુંભ રાશિમાં ગોચર થતાં જ 5 દિવસ બાદ 4 રાશિના જાતકોને થશે ધન લાભ
ભારતમાં ક્યાં જોવા મળશે ચંદ્રગ્રહણ?
ચંદ્રગ્રહણ દેશના કેટલાક ભાગોમાં જોવા મળશે. ખાસ કરીને બંગાળના ઉત્તર-પૂર્વના ભાગ અને પૂર્વોત્તર રાજ્યો જેવા કે મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, આસામ અને અરૂણાચલ પ્રદેશમાં ચંદ્રગ્રહણ જોવા મળશે. જ્યોતિષિઓએ આ વિસ્તારમાં રહેતા લોકોએ સતર્ક રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત, પશ્ચિમ બંગાળમાં પણ આ ગ્રહણ દેખાશે. તેમજ દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ આંશિક રીતે ચંદ્રગ્રહણ જોવા મળશે.
ભારત બહાર ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ?
આ ચંદ્રગ્રહણ ભારતની બહાર ઘણા દેશો અને ખંડોમાં દેખાશે. જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાક અને ઈરાન સહિત લગભગ સમગ્ર એશિયામાં ગ્રહણ દેખાશે. આ સાથે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને રશિયા જેવા દેશોમાં પણ દેખાશે.
આ પાંચ રાશિના જાતકોને થશે નકારાત્મક અસર
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ ગ્રહણ અનુકૂળ નથી. આ દરમિયાન ભાગદોડ વધશે અને ખર્ચ પહેલાથી વધુ થવાની શક્યતા છે. બચત કરવી મુશ્કેલી સાબિત થશે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકોને આર્થિક નુકસાન થવાની શક્યતા છે. ખર્ચમાં વધારો થશે. વેપારમાં નુકસાનની ભીતિ અને બિનજરૂરી મુસાફરીના યોગ બની શકે છે.
આ પણ વાંચો: HOLI 2026: હોળી અને ધૂળેટી વચ્ચે પડતર દિવસ? 100 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ
સિંહ રાશિ
ચંદ્રગ્રહણ સિંહ રાશિમાં બનવા જઈ રહ્યું છે. એટલાં માટે આ રાશિના જાતકો પર વધુ અસર થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા, દુર્ઘટનાનો ડર અને આર્થિક દબાણ બની શકે છે. પૈતૃક સંપત્તિને લઈને વિવાદ થવાની સંભાવના છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકોએ સ્વાસ્થ્યને લઈને સાવચેતી રાખવી પડશે. માનસિક તણાવ વધી શકે છે અને કરિયરમાં પણ સંઘર્ષની સ્થિતિ બની શકે છે. આવા સમયે ઉધાર કે વ્યાજે પૈસા લેવાથી બચવું લાભદાય છે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે આ ગ્રહણ ચેતવણીરૂપ સાબિત થઈ શકે છે. ગ્રહણના કારણે કેટલાક કાર્યો અટકી શકે છે. પારિવારિક તણાવ વધશે અને સંતાનને લઈને ચિંતા થઈ શકે છે. સફળતા મેળવવા માટે વધુ પડતી મહેનત કરવી પડશે.


