Chanakya Niti: મૃત્યુ એ જીવનનું એક એવું કડવું સત્ય છે જેનો સામનો દરેક વ્યક્તિએ એક દિવસ કરવો જ પડે છે. શરીરમાંથી આત્મા મુક્ત થતાંની સાથે જ સગા-સંબંધીઓનો આપણા શરીર પ્રત્યેનો મોહ ખતમ થઈ જાય છે. તેઓ અંતિમ સંસ્કાર કરીને પરત ફરી જાય છે. પરંતુ મૃત્યુ બાદ ત્રણ ખાસ વસ્તુઓ આત્મા સાથે પરલોક જાય છે. ભારતના મહાન વિદ્વાન ગણાતા ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં આ બાબતોનો ઉલ્લેખ કર્યો છે. તો ચાલો જાણીએ એ વસ્તુઓ વિશે જે મૃત્યુ પછી આપણી સાથે પરલોકમાં આવે છે.
સારા કર્મ
ચાણક્ય નીતિ પ્રમાણે વ્યક્તિ પોતાના સમગ્ર જીવનમાં જે પણ ધર્મ-અધર્મના કામ કરે છે, તે જ હિસાબે જીવનમાં સુખ-દુ:ખ અને પુણ્ય કર્મ મેળવે છે. આ પુણ્ય જ નક્કી કરે છે કે, મૃત્યુ પછી વ્યક્તિ નરકમાં જશે કે સ્વર્ગમાં. તેથી એવું કહેવાય છે કે, વ્યક્તિના સારા કર્મો તેની સાથે પરલોક જાય છે. તેથી જ એવું કહેવાય છે કે, જન્મથી મૃત્યુ સુધી વ્યક્તિએ હંમેશા સારા કર્મો કરવા જોઈએ અને કોઈને નુકસાન ન પહોંચાડવું જોઈએ.
માન-સન્માન
સારા કર્મો કરનારા મહેનતુ અને વ્યવહારુ વ્યક્તિને સમાજમાં ખૂબ માન-સન્માન મળે છે. આવા લોકોને મૃત્યુ પછી પણ દુનિયા તેમના સારા ગુણો માટે યાદ રાખે છે. તેનાથી વિપરીત ખરાબ કર્મો કરનારા વ્યક્તિ જીવનભર તો સન્માનથી વંચિત રહે છે, પરંતુ મૃત્યુ પછી પણ લોકો તેમના પ્રત્યે હીન ભાવના જ રાખે છે. આવા લોકોને મૃત્યુ પછી પણ ક્યારેય સન્માન નથી મળતું.
અધૂરી ઈચ્છા
એવું કહેવાય છે કે, મનમાં રહી ગયેલી અધૂરી ઈચ્છા પણ મૃત્યુ બાદ મૃતકની આત્મા સાથે પરલોક જતી રહે છે. પછી ભલે તે ધન, સંપત્તિ કે અન્ય કોઈ પ્રકારની ઈચ્છા કેમ ન હોય. આ જ કારણ છે કે, વ્યક્તિના અચાનક મૃત્યુ બાદ લોકો તેમની અધૂરી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે વિશેષ પૂજા-પાઠ અથવા ધાર્મિક અનુષ્ઠાન કરાવે છે. જેથી તેમની આત્માને શાંતિ મળી શકે.


