Get The App

આઠમના દિવસે ભૂલથી પણ ના કરો આ કામ, નહી મળે પૂજાનું ફળ

Updated: Apr 15th, 2024

GS TEAM


Google News
Google News
આઠમના દિવસે ભૂલથી પણ ના કરો આ કામ, નહી મળે પૂજાનું ફળ 1 - image


ચૈત્ર નવરાત્રિનો મહાપર્વ ચાલી રહ્યો છે. નવરાત્રિની આઠમ તિથિ 16 એપ્રિલે મનાવવામાં આવશે. આ દિવસે માતાના આઠમા સ્વરૂપ મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. અષ્ટમીના દિવસે કુલ દેવીની પૂજા સાથે મા કાલી, દક્ષિણ કાલી, ભદ્રકાલી અને મહાકાળીની પણ પૂજા કરવામાં આવે છે.

માતા મહાગૌરીને અન્નપૂર્ણાનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી આ દિવસે માતા અન્નપૂર્ણાની પણ પૂજા કરવામાં આવે છે. આઠમના દિવસે અનેક નિયમોનું પાલન કરવામાં આવે છે. તો આ લેખમા જાણીએ કે, આ દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ.

અષ્ટમીના દિવસે આ વસ્તુઓ ન કરવી 

મોડે સુધી ઊંઘવું નહીં: આ દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને માતાનો પાઠ કરો. જો તમે આ દિવસે વ્રત ન રાખ્યું હોય તો પણ તમારે જલ્દી સ્નાન કરવું જોઈએ અને પૂજા કરવી જોઈએ.

કાળા રંગના કપડા ના પહેરો

આ દિવસે પૂજામાં કાળા રંગના કપડા પહેરવાની ભૂલ ન કરવી. અષ્ટમીના દિવસે હવન વિના પૂજા ન કરવી જોઈએ. અષ્ટમીની પૂજા હવન કર્યા વિના અધૂરી માનવામાં આવે છે. હવન કરતી વખતે પ્રસાદનું ખાસ ધ્યાન રાખવું.

આ દિવસે હવન કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે હવનની સામગ્રી તળાવમાંથી બહાર ન આવવી જોઈએ.. સંપૂર્ણ ભક્તિભાવથી દેવી દુર્ગાની પૂજા કરવાથી જ પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે.

પૂજાના નિયમો

અષ્ટમીના દિવસે દેવી દુર્ગાની ષોડશોપચાર પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તેથી, આ દિવસે નવ માટીના વાસણો રાખવામાં આવે છે અને ધ્યાન દ્વારા દેવી દુર્ગાના નવ સ્વરૂપોનું આહ્વાન કરવામાં આવે છે.

અષ્ટમીના દિવસે દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ અવશ્ય કરવો. આ દિવસે વિવાહિત મહિલાઓએ મા ગૌરીને લાલ ચુંદરી અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી તેના પતિને લાંબા આયુષ્યનું વરદાન મળે છે.

કન્યા પુજન

જો તમે આઠમનું વ્રત રાખ્યું હોય તો મહાનવમીના દિવસે કન્યા પૂજા કરો અને વિધિવત ઉપવાસ તોડો. તેનાથી માતાના આશીર્વાદ મળે છે. નવરાત્રીમાં કન્યા પૂજાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. નવરાત્રી વ્રતનું સમાપન કન્યા પૂજન સાથે થાય છે. તમે અષ્ટમી અથવા નવમી તિથિ પર કન્યાની પૂજા કરી શકો છો.

Tags :