Get The App

ચૈત્ર નવરાત્રિ 2026: 19 કે 20 માર્ચ? જાણો કળશ સ્થાપનાની તારીખ અને શુભ મુહૂર્ત

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
ચૈત્ર નવરાત્રિ 2026: 19 કે 20 માર્ચ? જાણો કળશ સ્થાપનાની તારીખ અને શુભ મુહૂર્ત 1 - image

Chaitra Navratri 2026 Date & Kalash Sthapana Muhurat: વર્ષમાં કુલ 4 વખત નવરાત્રિનો પર્વ મનાવવામાં આવે છે. જેમાં ચૈત્ર નવરાત્રિનું સૌથી વધુ મહત્ત્વ છે. આમ, કુલ 9 દિવસ ચૈત્ર નવરાત્રિનો પર્વ મનાવવામાં આવે છે. આ દરમિયાનમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ સાથે વ્રત રાખવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિનો આરંભ ઘરમાં કળશ સ્થાપના કર્યા બાદ કરવામાં આવે છે. કળશ સ્થાપનાને ઘટસ્થાપના પણ કહેવામાં આવે છે, જે ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે કરવામાં આવતી મહત્ત્વપૂર્ણ પૂજા વિધિ છે. આમ, ક્યારે કળશ સ્થાપના કરવી અને નવરાત્રિના 9 દિવસમાં પૂજાનું શુભ મુહૂર્ત-મહત્ત્વ વિશે જાણકારી મેળવીએ.

ચૈત્ર નવરાત્રિનું મહત્ત્વ

ધાર્મિક માન્યતા અનુસાર, જે લોકો ચૈત્ર નવરાત્રિના 9 દિવસ વ્રત રાખે છે મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરે છે તેમના જીવમાં હંમેશા ખુશીઓ રહે છે. આ સાથે શ્રદ્ધાળુઓમાં ભય, નકારાત્મક ઉર્જા અને જીવનની સમસ્યાઓમાંથી મુક્તિ મળી છે.

2026માં કળશ ક્યારે સ્થાપિત કરવું?

દ્રિક પંચાંગ મુજબ, દર વર્ષે ચૈત્ર નવરાત્રિ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ શરૂ થાય છે જે દિવસે કળશ સ્થાપિત કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 19 માર્ચ, 2026ના રોજ સવારે 6:52 વાગ્યે શરૂ થાય છે અને બીજા દિવસે 20 માર્ચ 4:52 વાગ્યે સમાપ્ત થશે. આમ, ચૈત્ર નવરાત્રિ 19 માર્ચએ શરૂ થશે. ચૈત્ર નવરાત્રિ નવ દિવસ પછી 27 માર્ચ, 2026ના રોજ સમાપ્ત થશે. આ દિવસે ભગવાન રામનો જન્મદિવસ હોવાથી રામ નવમી ઉજવવાશે.

આ પણ વાંચો: 6 દિવસ બાદ શનિની સાડા સાતી અને ઢૈય્યાથી 4 રાશિના જાતકોને મળશે રાહત, શનિ દેવ થશે અસ્ત

કળશ સ્થાપના માટેનું શુભ મુહૂર્ત

ઘટસ્થાપન મુહૂર્ત - સવારે 06:52 થી સવારે 07:42

ઘટસ્થાપન મુહૂર્ત (અભિજીત) - બપોરે 12:04 થી બપોરે 12:53

ચૈત્ર નવરાત્રિના 9 દિવસ માટે કેલેન્ડર

19 માર્ચ, 2026(ગુરુવાર): દેવી શૈલપુત્રીની પૂજા, કળશ સ્થાપન

20 માર્ચ, 2026(શુક્રવાર): દેવી બ્રહ્મચારિણીની પૂજા

21 માર્ચ, 2026(શનિવાર): દેવી ચંદ્રઘંટાની પૂજા

22 માર્ચ, 2026(રવિવાર): દેવી કુષ્માંડાની પૂજા

23 માર્ચ, 2026(સોમવાર): દેવી સ્કંદમાતાની પૂજા

24 માર્ચ, 2026(મંગળવાર): દેવી કાત્યાયનીની પૂજા

25 માર્ચ, 2026(બુધવાર): દેવી કાલરાત્રિની પૂજા

26 માર્ચ, 2026(ગુરુવાર): દેવી મહાગૌરીની પૂજા, અષ્ટમી પૂજા

27 માર્ચ, 2026(શુક્રવાર): દેવી સિદ્ધિદાત્રીની પૂજા, નવમી પૂજા