Navratri 2022 : આજે દુર્ગાષ્ટમી પર કરો માતા મહાગૌરીની પૂજા, જાણો વિધિ, પૂજા મુહુર્ત અને આરતી
અમદાવાદ, તા. 09 એપ્રિલ 2022 શનિવાર
આજે ચૈત્ર નવરાત્રિનો આઠમો દિવસ છે, આ દિવસને મહાષ્ટમી અથવા દુર્ગાષ્ટમી કહેવામાં છે. ચૈત્ર શુક્લ અષ્ટમીએ માતા દુર્ગાના મહાગૌરી સ્વરૂપની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. માતા મહાગૌરી તમામ સંકટને દૂર કરનારી દેવી છે. આજના દિવસ કેટલાક સ્થાનો પર કન્યા પૂજન પણ કરે છે. ભગવાન શિવને પતિ સ્વરૂપમાં મેળવવા માટે તેમણે કઠોર તપ કર્યુ. આ કારણથી તેમનુ શરીર કાળુ પડી ગયુ. ભગવાન ભોલેનાથ જ્યારે તેમની તપસ્યાથી પ્રસન્ન થયા તો દેવી મહાગૌરીની મનોકામના પૂર્ણ કરી અને તેમને શ્વેત વર્ણ પ્રદાન કર્યુ. દેવી મહાગૌરીનુ વાહન બળદ છે. ચાર ભુજાઓ વાળી માતા મહાગૌરીનુ અસ્ત્ર ત્રિશૂળ છે, એક ભૂજામાં ડમરૂ ધારણ કરે છે.
દેવી મહાગૌરી પૂજા મુહુર્ત
પંચાંગ અનુસાર, ચૈત્ર શુક્લ અષ્ટમી તિથિનો પ્રારંભ 08 એપ્રિલએ રાતે 11:05 વાગે થયો છે. જે આજે મોડી રાતે 01:23 વાગ્યા સુધી રહેશે. મહાગૌરીની પૂજા 09 એપ્રિલે દુર્ગાષ્ટમીએ કરાશે.
આ દિવસે સુકર્મા યોગ 11:25 વાગ્યાથી શરૂ થઈ જશે, રવિ યોગ 10 એપ્રિલએ સવારે 03:31 વાગ્યાથી પ્રારંભ થશે અને સવારે 06:01 વાગ્યા સુધી રહેશે. દુર્ગાષ્ટમીના દિવસનો શુભ સમય 11:58 વાગ્યાથી બપોરે 12:48 વાગ્યા સુધી છે.
દેવી મહાગૌરીની પૂજા વિધિ
મહાષ્ટમીની સવારે માતા મહાગૌરીની પૂજા સફેદ પુષ્પ સાથે કરો. માતાને સફેદ રંગ પ્રિય છે. માતાને સિંદૂર, અક્ષત્, ફૂલ, ફળ, મિઠાઈ, ધૂપ, દીપ, ગંધ ચઢાવો અને તેમના નારિયેળનો ભોગ ધરાવો. નારિયેળ અથવા નારિયેળથી બનેલી મિઠાઈ અથવા અન્ય ખાદ્ય પદાર્થોનો ભોગ લગાવવાથી દેવી મહાગૌરી પ્રસન્ન થાય છે. આ દરમિયાન માતાના મંત્રોનુ ઉચ્ચારણ કરો અને અંતમાં ઘી ના દીવાથી આરતી કરો.
કન્યા પૂજન
મહાગૌરીની પૂજા બાદ કન્યા પૂજન કરો. બે વર્ષથી લઈને 10 વર્ષ સુધીની કન્યાઓને ભોજન માટે બોલાવો. તેમનુ પૂજન કરીને આર્શીવાદ લો અને તેમને ભોજન કરાવો. ભોજન બાદ દક્ષિણા અને ભેટ આપીને સહર્ષ વિદાય કરો. પછી તેમને આવતા વર્ષે આવવા માટે કહો.