ચૈત્રી નવરાત્રિ 2019, જાણો કયા સમયે કરવું ઘટ સ્થાપન અને પૂજા વિધિ
અમદાવાદ, 29 માર્ચ 2019, શુક્રવાર
ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ 6 એપ્રિલ 2019ના રોજ થશે. શનિવારથી શરૂ થતી નવરાત્રિ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરનારું વ્રત છે. 9 દિવસ સુધી માતા દુર્ગાની પૂજા અર્ચના કરી તેમને પ્રસન્ન કરી મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત કરી શકાય છે. નવરાત્રિમાં બે ઋતુઓનું મિલન થાય છે. વર્ષ દરમિયાન આવતી બે નવરાત્રિ સૌથી વધારે મહત્વ ધરાવે છે. આસો માસની નવરાત્રિ અને ચૈત્ર માસની નવરાત્રિ. ચૈત્ર માસની નવરાત્રિ સમયે ઉનાળાનો પ્રારંભ થાય છે અને સાથે જ માતાની આરાધના કરી વ્રત ઉપવાસ કરવામાં આવે છે.
કળશ સ્થાપનાનો શુભ સમય
6 એપ્રિલ 2019ના રોજ સવારે 11 કલાક અને 58 મિનિટથી 12 કલાક અને 49 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત છે. પરંતુ તે સમયે કર્ક લગ્ન અને ચર રાશિ હોવાથી તે સમય ઘટ સ્થાપન ન કરવું. કળશ સ્થાપના સવારે 6 કલાક અને 9 મિનિટથી સવારે 10 કલાક અને 21 મિનિટ વચ્ચે કરવું. આ સમય કળશ સ્થાપના માટે સર્વોત્તમ છે.