આ તારીખથી શરૂ થશે ચૈત્રી નવરાત્રિ, જાણો ક્યારે કરવું ઘટ સ્થાપન
અમદાવાદ, 26 માર્ચ 20019, મંગળવાર
વર્ષ દરમિયાન આવતી નવરાત્રિમાંથી એક એવી ચૈત્રી નવરાત્રિનો પર્વ આગામી 6 એપ્રિલથી શરૂ થશે. માતાના નવ સ્વરૂપની આરાધના કરવાનો આ પર્વ 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ચાલશે. આ નવ દિવસોમાં માતાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે શુભ મુહૂર્તમાં કળશ સ્થાપના કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિનું મહત્વ સૌથી વધારે હોય છે. આ દિવસો દરમિયાન માતાની આરાધના કરનારની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે.
આ વર્ષે આવતી ચૈત્રી નવરાત્રિ તેમાં સર્જાતા વિશેષ યોગના કારણે પણ ખાસ છે. આ વર્ષે નવરાત્રિ પર સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ અને રવિ પુષ્ય યોગનો સંયોગ સર્જાય છે. આ વર્ષે નવમીની તિથિ પણ બે વાર આવશે. 6 એપ્રિલના રોજ સવારે 6.09 કલાકથી 10.19 મિનિટ વચ્ચે ઘટ સ્થાપન કરવું અત્યંત શુભ રહેશે. આ સમય દરમિયાન અભિજીત મુહૂર્ત હોવાથી તેનું મહત્વ વધી જાય છે.