For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચૈત્ર માસ શરૂ : જાણો આ મહિનામાં સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે શું કરવું અને શું નહીં

આખા ચૈત્ર મહિનામાં રોજ સવારે ખાલી પેટે લીમડાના પાંદડા ચાવીને ખાઈ જવા.

ચૈત્ર મહિનામાં બની શકે તેટલા દુધના સેવનથી દુર રહો.

Updated: Mar 15th, 2023

Article Content Image

અમદાવાદ, તા.15 માર્ચ 2023, બુધવાર

ચૈત્ર મહિનામાં ધર્મ અને કર્મ સાથે સ્વાસ્થય માટે પણ તકેદારી રાખવી ખૂબ જરુરી છે. આ સમયગાળા દરમ્યાન વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે અને તેના કારણે વાઈરસ અને બેક્ટેરિયા સક્રિય થઈ જતા હોય છે પરિણામે લોકો વધુ સંક્રમિત થાય છે અને બીમારી વધવા લાગે છે. તેથી આજે તમને કેટલાક જ્યોતિષી ઉપાય બતાવીએ છીએ જે તમને લાભકારી સાબિત થશે.

લીમડાના પાંદડાનો ઉપયોગ 

લીમડાના પાંદડાને આયુર્વેદમાં સ્વાસ્થય માટે ખૂબ લાભકારી માનવામાં આવે છે. આખા ચૈત્ર મહિનામાં રોજ સવારે ખાલી પેટે લીમડાના પાંદડા ચાવીને ખાઈ જવા. આવુ કરવાથી પેટના રોગમાંથી મુક્તિ મળશે. આ સાથે લીમડો તમને રોગના સંક્રમણથી દુર રાખશે. આ ઉપરાંત ચૈત્ર મહિનામાં લીમડા સાથે સાકર અને ગોળ ખાવાથી ફાયદો થાય છે. એટલા માટે ગુડ્ડી પડવોમાં લોકો લીમડા સાથે ગોળ ખાય છે. 

દુધનુ સેવન બંધ કરવુ જોઈએ

ચૈત્ર મહિનામાં બની શકે તેટલા દુધના સેવનથી દુર રહો. આ જગ્યા પર તમે તાજા દહી સાથે સાકરનુ સેવન કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ મજબુત કરે છે. તેથી તમારા પેટને ઠંડક આપે છે. પરંતુ તેમા દહી ઠંડુ ના હોવુ જોઈએ. 

મીઠાનો ઉપયોગ બંધ કરવો જોઈએ

ચૈત્ર મહિનામા બની શકે તેટલા મીઠું (નમક) ઓછુ ખાવુ જોઈએ. અને બની શકે તો 15 દિવસ અથવા નવરાત્રીના નવ દિવસ ત્યાગ કરવો જોઈએ. અને જો નમક ખાવુ હોય તો સેંધા નમક ખાઈ શકો છો. આવુ કરવાથી ધાર્મિક દ્દષ્ટીએ આપને શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. તેમજ આ ઉપરાંત તમને હાઈબીપીના દર્દીઓ છે તેમના માટે થોડા દિવસ નમક છોડવુ રામબાણ ઈલાજનુ કામ કરે છે. 

વધારે પડતું ભોજન ના કરશો

ચૈત્ર મહિનમાં લોકોની પાચન શક્તિ નબળી પડી જતી હોય છે. એટલા માટે વધારે પડતું તેલવાળુ અને મસાલાવાળુ ભોજન ખાવાથી પેટના રોગો થાય છે. ચૈત્ર મહિનામાં અપચો, એસીડીટી જેવા રોગોની સમસ્યા વધી જાય છે. જેટલુ બને તેટલો હળવો ખોરાક લેવો જોઈએ. અને બની શકે તો રાત્રે ભોજન ના કરશો. અને જરૂર પડે તો માત્ર હળલુ ભોજન લઈ શકાય. 

પોઝીટીવ ઉર્જા માટે આ ઉપાય કરો

ચૈત્ર મહિનામાં ચારેય બાજૂ વાતાવરણમાં ખૂબ ઉદાસી જોવા મળે છે. પાનખરના કારણે આપણી આસપાસનો માહોલ પણ ખૂબ ફીકો લાગતો હોય છે. તેવામાં પોઝીટીવ ઉર્જા માટે રોજ ધુપ, કપુર અને લીમડાના સુકા પાંદડાઓ સળગાવો. આવુ કરવાથી ઘરમાં પોઝીટીવ ઉર્જા વધશે. અને નકારાત્મક ઉર્જા ધીમે ધીમે નષ્ટ થઈ જશે. 

Gujarat