Get The App

મકર (ખ.જ.) : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવતો જાય. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે. આકસ્મિક લાભ-ફાયદો જણાય...

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
મકર (ખ.જ.) : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવતો જાય. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે. આકસ્મિક લાભ-ફાયદો જણાય... 1 - image

- આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ આપના માટે મધ્યમ રહે. રાહુનું પરિભ્રમણ આપને કોઈને કોઈ આકસ્મિક ખર્ચાઓ કરાવડાવે

વિક્રમ સંવત ૨૦૮૨માં ગુરૂનું પરિભ્રમણ આપના માટે મિશ્ર રહેશે. વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ આપને કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને તેમજ નાંણાકીય પ્રશ્ને થોડી ચિંતા રખાવે. શનિનું પરિભ્રમણ આપના માટે સાનુકૂળતાવાળું રહે.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ આપના માટે સારું રહેશે. વજનમાં વધારો જણાય. જૂની બીમારીમાં, વારસાગત બીમારીમાં આપના સ્વાસ્થ્યમાં સુધારો જણાય. સમયસરની દાકતરી સલાહ-નિદાન, દવાથી આપની તબીયત સ્થિર રહી શકે. સ્વાસ્થ્યની બાબતમાં કુટુંબ-પરિવારનો સાથ-સહકાર આપને મળી રહે. માનસિક પરિતાપ-વ્યગ્રતા ઓછા થતાં જાય.  પરંતુ તા. ૫ ડિસેમ્બરથી તા. ૧ જૂન દરમિયાન ગુરૂનું પરિભ્રમણ ષષ્ઠમ સ્થાનમાંથી થઈ રહ્યું છે એટલે આપે આરોગ્યની કાળજી રાખવી પડે. સીઝનલ-વાયરલ બીમારીમાં સપડાઈ જાવ. જૂની બીમારી ફરી ઉથલો મારતાં આપની મુશ્કેલી વધે. ખાવા-પીવામાં કાળજી રાખવી પડે. તેમાં પણ તા. ૧૪ એપ્રિલથી તા. ૨૦ જૂન સુધીનો સમય આપના માટે થોડો વધુ નબળો રહે. છાતીમાં દુ:ખાવો થાય તો તરત જ દાકતરી સલાહ લઈ લેવી. બી.પી.ની તકલીફ હોય તેમણે વિશેષ સાવધાની રાખવી પડે. ચામડીના રોગ થાય.પરંતુ વર્ષના બાકીના સમયમાં ગુરૂનું પરિભ્રમણ આપના માટે સારું રહેતા સ્વાસ્થ્યમાં સુધારો થતો જાય. પેટ-પેઢુની તકલીફમાં આપને રાહત થતી જાય. વર્ષના ઉત્તરાર્ધમાં આપે વજન વધારાથી સાવધાની રાખવી પડે. આમ આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ એકંદરે સારું રહે.

આર્થિક સુખ-સંપત્તિ

આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ આપના માટે મધ્યમ રહે. વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ આપને કોઈને કોઈ આકસ્મિક ખર્ચાઓ કરાવડાવે. તેમાં પણ માગશર વદ એકમ તા. ૫ ડિસેમ્બરથી અધિક જેઠ વદ તા. ૧ જૂન દરમિયાન ગુરૂનું પરિભ્રમણ પણ આપના ખર્ચ-ખરીદીમાં વધારો કરાવે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધી જાય. કોર્ટ-કચેરીના કામમાં, રાજકીય સરકારી-ખાતાકીય કામમાં, ખર્ચ જણાય. મોસાળપક્ષ-સાસરી પક્ષે દોડધામ-ખર્ચ રહે. બચતનો વપરાશ થતો જાય. આપને ચિંતા જણાય. પરંતુ વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકૂળ રહેતાં આપને રાહત જણાય. આપની આવક ચાલુ રહેતાં આપના ખર્ચાઓ સરળતાથી કાઢી શકો. કૌટુંબિક-પારિવારિક-સામાજિક-વ્યવહારિક વ્યવહારો સાચવી શકો. આવકમાં વધારો જણાય. જૂની ઉઘરાણીના નાંણા કે લાંબા સમયથી ફસાઈ ગયેલ નાંણા છૂટા થવાથી આપને રાહત થતી જાય, સરકારી કામનાં નાંણા ફસાઈ ગયા હોય તો ધીમે-ધીમે છૂટા થતાં જાય. પરંતુ તા. ૭ ડિસેમ્બરથી તા. ૧૫ જાન્યુઆરી દરમિયાન આપે નાંણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું પડે. મોટા કોઈ નાંણાકીય જોખમ કરવા નહીં. શેરબજારમાં કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. આરોગ્ય વિષયક પ્રશ્નોને લીધે ખર્ચ રહે. ઘર-પરિવાર, જમીન-મકાન, વાહન અંગે આકસ્મિક ખર્ચ-ખરીદી આવી જાય. ઉધારીમાં ધંધો કરનારે સાવધાની રાખવી પડે. સંબંધમાં, બે આંખની શરમમાં નાંણાકીય નુકસાન થાય નહીં તેનું ધ્યાન રાખવું. 

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક-પારિવારીક દ્રષ્ટિએ વર્ષ ઉતાર-ચઢાવવાળું રહે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને રાહુ આપને ચિંતા રખાવે. સંયુક્ત માલ-મિલકત-ધંધાના પ્રશ્ને વાદ-વિવાદથી સંભાળવું પડે. માગશર વદ એકમથી અધિક જેઠ વદ એકમ દરમિયાન ભાઈભાંડુ, મોસાળ પક્ષ-સાસરી પક્ષે બીમારી-ચિંતા-ખર્ચનું આવરણ આવી જાય. પરંતુ વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમિયાન ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ રહેતાં કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા ઓછી થતી જાય. પત્ની-સંતાનનો સાથ-સહકાર મળી રહે. અવિવાહિત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. નવદંપતીને સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય પરંતુ દિવાળી સમયે પુન: આપને કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા-ઉચાટ જણાય.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે આરોહ-અવરોહવાળું રહેશે. ગુરૂનું પરિભ્રમણ વર્ષ દરમિયાન આપને ક્યારેક સાનૂકૂળ રહે તો ક્યારેક પ્રતિકૂળ રહે. તા. ૫ ડિસેમ્બરથી તા. ૧ જૂન દરમિયાન આપના કામકાજ અંગે વ્યસ્તતા રહે. આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આપની પાસે આવી જવાથી આપના કાર્યભાર-શ્રમ-દોડધામમાં વધારો જણાય. આપના કામમાં હરિફવર્ગ, આપની પ્રગતિની ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરે. આરોગ્યની તકલીફના લીધે કામકાજમાં મન લાગે નહીં કે કામમાં ભૂલો થયા કરે. આપના કામનો જશ બીજાને મળતાં કામ પરથી મન ઉઠી જાય. પરંતુ આપે ધીરજ અને શાંતિથી કામ લેવું. વર્ષના પ્રારંભથી માગશર વદ એકમ તા. ૫ ડિસેમ્બર સુધી તેમજ અધિક જેઠ વદ તા. ૧ જૂનથી આસો વદ છઠ તા. ૩૧ ઓક્ટોબર દરમિયાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકૂળ રહે છે. તેથી આપના કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ કરી શકો. મહત્ત્વના નિર્ણય લેવામાં આપને સરળતા જણાય. જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આપના કાર્યની કદર-પ્રશંસા થાય. સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો આપને સાથ-સહકાર મળી રહે. આપને નવું કોઈ કામ મળી રહે. પરંતુ વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ આપને કામમાં થોડી રૂકાવટ રખાવડાવે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્નોને લીધે કામમાં ધ્યાન આપવામાં મુશ્કેલી જણાય. પરંતુ એકંદરે વર્ષ મધ્યમ રહે.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ ધંધાકીય દ્રષ્ટિએ ઉતાર-ચઢાવનું રહે. ક્યારેક સમય એકદમ સાનુકૂળ લાગે તો ક્યારેક એકદમ પ્રતિકૂળતા આવી જાય. વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમિયાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે સરળતાવાળું રહે. આપના મહત્ત્વના કામનો ઉકેલ આવતો જાય. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે. આકસ્મિક કોઈ લાભ-ફાયદો જણાય. સીઝનલ ધંધામાં ઘરાકી રહેતાં આવક જણાય. આનંદ રહે. નોકર-ચાકરવર્ગ આપને મદદરૂપ થાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે.  પરંતુ તા. ૫ ડિસેમ્બરથી તા. ૧ જૂન દરમિયાનનો સમય ગુરૂ આપના માટે મધ્યમ રહે તેથી આપને કામમાં કોઈને કોઈ કારણસર રૂકાવટ-મુશ્કેલી આવે. સમયસર ઓર્ડર પૂરો ન કરી શકો. માલ-સામાનની હેરફેરમાં નુકસાનીથી સંભાળવું પડે. સિઝનલ ધંધામાં આપના ગ્રાહક વર્ગને તોડવાના પ્રયાસો થાય. ભાગીદારીવાળા ધંધામાં આપે વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે. સાસરીપક્ષ કે મોસાળપક્ષના સંબંધી સાથે મળીને ધંધો કરતાં હોવ તો સંબંધો બગડે નહીં તેની તકેદારી રાખવી પડે. નફામાં નુકસાની ભોગવવાનો  વારો આવે.

તા. ૭ ડીસેમ્બરથી તા. ૧૫ જાન્યુઆરી દરમિયાન સરકારી-ખાતાકીય તપાસમાં ફસાઈ ન જાવ તેની તકેદારી રાખવી પડે. સરકારી કામ કરતાં હોવ તો તેમાં મુશ્કેલી જણાય. કોર્ટ-કચેરીના પ્રશ્ને આપે ધીરજ અને શાંતિ રાખવી પડે. આવેશ-ઉશ્કેરાટ કરવા નહીં.

સ્ત્રી વર્ગ

સ્ત્રી વર્ગને વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને દોડધામ ચિંતા-ખર્ચ રખાવડાવે. માગશર વદ એકમથી અધિક જેઠ વદ એકમ દરમિયાન આપને નોકરી-વ્યવસાય-ઘર-પરિવારના કામમાં સંતુલન જાળવવામાં મુશ્કેલી રહે. નોકરી-વ્યવસાયની જગ્યાએ આપના દોડધામ શ્રમમાં વધારો જણાય.

આપની પ્રગતિની ઇર્ષ્યા કરનાર આપને મુશ્કેલીમાં મુકે. નાંણાકીય જવાબદારીનું કામ સંભાળનારે સાવધાની રાખવી પડે. કોઈના ભરોસે રહેવું નહીં. પરંતુ વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુરૂ આપના માટે સાનુકૂળ રહેતાં કામનો સરળતાથી ઉકેલ લાવી શકો. આપના કાર્યની કદર પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. પતિનો સાથ-સહકાર મળી રહે. અવિવાહિત વર્ગને વિવાહ લગ્નની વાતચીત આવે કે નક્કી થાય.

વિદ્યાર્થી વર્ગ

વિદ્યાર્થી વર્ગ માટે વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ મધ્યમ રહે. તા. ૫ ડિસેમ્બરથી તા. ૧ જૂન દરમિયાન ગુરૂનું પરિભ્રમણ આપને અભ્યાસમાં રૂકાવટ રખાવે. આયોજન મુજબ અભ્યાસ કરી શકો નહીં. સ્વાસ્થ્ય સંબંધી તકલીફોના લીધે અભ્યાસમાંથી થોડા સમય માટે વિરામ લેવો પડે. આપના મહેનતના પ્રમાણમાં સફળતા મળે નહીં. તે સિવાય વર્ષ દરમિયાન પારિવારિક ચિંતા રહે.

ઉપસંહાર

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે આરોહ-અવરોહવાળું રહેશે. વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ આપને કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને દોડધામ ચિંતા રખાવે. ખર્ચ રખાવે. આકસ્મિક ખર્ચાઓ રખાવે. ગુરૂનું પરિભ્રમણ ક્યારેક આપના માટે સાનુકૂળ તો ક્યારેક આપના માટે મધ્યમ રહેવાનું. આપે સમય, સંજોગો, પરિસ્થિતિ અનુસાર આગળ વધવું. તે અનુસાર નિર્ણય કરવા. અવિવાહિત વર્ગને વિવાહ-લગ્નના યોગ ઉભા થાય. ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. જોકે ક્યારેક સાસરીપક્ષ-મોસાળપક્ષે બીમારી, ચિંતાનું આવરણ આવી જાય.

સ્ત્રી વર્ગ

સ્ત્રી વર્ગને વર્ષ દરમિયાન રાહુનું પરિભ્રમણ કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને દોડધામ ચિંતા-ખર્ચ રખાવડાવે. માગશર વદ એકમથી અધિક જેઠ વદ એકમ દરમિયાન આપને નોકરી-વ્યવસાય-ઘર-પરિવારના કામમાં સંતુલન જાળવવામાં મુશ્કેલી રહે. નોકરી-વ્યવસાયની જગ્યાએ આપના દોડધામ શ્રમમાં વધારો જણાય. આપની પ્રગતિની ઇર્ષ્યા કરનાર આપને મુશ્કેલીમાં મુકે. નાંણાકીય જવાબદારીનું કામ સંભાળનારે સાવધાની રાખવી પડે. કોઈના ભરોસે રહેવું નહીં. પરંતુ વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુરૂ આપના માટે સાનુકૂળ રહેતાં કામનો સરળતાથી ઉકેલ લાવી શકો. આપના કાર્યની કદર પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. પતિનો સાથ-સહકાર મળી રહે. અવિવાહિત વર્ગને વિવાહ લગ્નની વાતચીત આવે કે નક્કી થાય.