Get The App

મકર : ઓવર-કોન્ફિડન્સમાં ન રહેવું, મહેનત કરવા પર વધારે ધ્યાન આપવું .

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
મકર : ઓવર-કોન્ફિડન્સમાં ન રહેવું, મહેનત કરવા પર વધારે ધ્યાન આપવું                                . 1 - image

(Capricorn )   

- 21 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી

ક્રાંતિવૃત ૨૭૦થી ૩૦૦ અંશ સુધીમાં મકર લગ્નનો સમાવેશ થાય છે. રાશિનો સ્વામી શનિ થાય છે. નક્ષત્રના અધિપતિ સૂર્ય, ચંદ્ર અને મંગળ થાય છે. રાશિનું ચિહ્ન મૃગના મુખવાળો મગર છે. પૃથ્વી તત્ત્વ સ્વભાવે ી રાશિ છે. સલામતીનો ગુણ સૌથી વધુ જોવા મળે છે. આરંભે શૂરા ગણાય. કોઈ કાર્યમાં જો ફાયદો ન થાય તો કાર્ય અધવચ્ચેથી છોડી દે. સ્વામી શનિ હોવાથી ચિંતનશીલ સૌથી વધારે જોવા મળે છે. ફ્લેક્સિબલ ખાસ્સા. ગુસ્સો આવે તો જલ્દી ઉતરે નહીં. સ્વાર્થની માત્રા વધારે હોય. મગરનું ચિહ્ન હોવાથી દેખાવે ભોળા, પરંતુ દાઢમાં રાખે તંત છોડે નહીં. મગર પાણીમાં પણ રહે અને જમીન પર પણ રહે. મગરના આંસુ પાડીને કોઈને સારી રીતે પોતાનું કામ કરાવી શકે. ક્યારેક લાગણીઓનો અભાવ જોવા મળે. મકર રાશિમાં ઉત્તરાષાઢા, શ્રવણ અને ધનિષ્ઠા જેવા નક્ષત્રનો સમાવેશ થાય છે.  ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મેલ જાતકમાં નબળા ગુણો બાદ થાય છે. ઉત્સાહ વધુ અને સ્વાર્થ ઓછા જોવા મળે. જે વ્યક્તિનો શ્રવણ નક્ષત્રમાં જન્મ હોય તો એમનામાં આ રાશિના દુર્ગુણ વિકસે છે. ઘનિા નક્ષત્રમાં જન્મેલ જાતક ઉત્સાહનો અતિરેક હોય. કોઈપણ બાબતની પકડ વધુ હોય, સ્વાર્થ વૃતિ થોડીક ઓછી. 

રજુઆત ડૉ.સ્મિતા સુથાર

સલમાન ખાન 

૨૭ ડિસેમ્બર 

વિદ્યા બાલન 

૧ જાન્યુઆરી

દીપિકા પદુકોણ

૫ જાન્યુઆરી

શરીર - મન - સ્વાસ્થ્ય

૨૦૨૬માં મકર રાશિના જાતકોને શારીરિક તંદુરસ્તી સરસ રહેશે. કોઈ લાંબી બીમારી આવે એવા યોગ નથી. માનસિક શાંતિ પણ એકંદરે સારી રહેશે. જૂન-૨૦૨૬ પછી કર્ક રાશિમાં બેઠેલા ગુરુ મહારાજ દેહભુવન પર દ્રષ્ટિ કરતા હોવાથી સ્વાસ્થ્યમાં બહેતર પરિણામ મળશે.

મારું ઘર મારો પરિવાર 

મકર રાશિના જાતકો માટે પરિવાર સાથે એક નાની મુસાફરી અથવા ધામક યાત્રાઓએ જવાના યોગ પ્રબળ બને છે. ગોચર રાહુ મહારાજ પરિવારના સ્થાનમાં બિરાજમાન હોવાથી વાણીમાં ક્યાંક ગોટાળો કરાવે અથવા પરિવારિક સંબંધમાં ગેરસમજણ કરાવે. કુટુંબની સંપત્તિમાં પણ ધન લાભ થાય એવા સંજોગ બને છે. 

પ્રેમ - લગ્ન - સંતતિ 

મકર રાશિના અપરિણીત જાતકો, કે જે લગ્ન કરવા માંગતો હોય, તેમના માટે આ વર્ષ શુભ સાબિત થઈ શકે છે. લગ્નોત્સુક જાતક જો જૂન ૨૦૨૬થી ડિસેમ્બર ૨૦૨૬ દરમિયાન પ્રયાસ કરે તો તેઓ અચૂક સફળતા પ્રાપ્ત કરી શકે છે. જેમને સંતાન ન થતું હોય તેમણે થોડીક રાહ જોવી પડશે. બીજા સંતાન માટે પ્રયત્ન કરતા જાતક માટે આ વર્ષ શુભ સાબિત થઈ શકે એમ છે. જે પ્રેમમાં છે તેમને થોડીક મુશ્કેલી પડી શકે છે. આ વર્ષે પરિવારમાં મનદુઃખ ન થાય તેની કાળજી રાખવી. થોભો અને રાહ જુઓને નીતિ અપનાવવી.  

ભણતર અને ગણતર 

ત્રીજી દ્રષ્ટિથી જોતાં શનિ મહારાજ ભણતરમાં થોડીક વધારે મહેનત માગી લે તેવા યોગ છે. જેઓ માસ્ટર ડિગ્રી મેળવવા માગતા હોય તેમના માટે ૨૦૨૬ સારું સાબિત થઈ શકે એમ છે. ઓવર-કોન્ફિડન્સમાં ન રહેવું. મહેનત કરવા પર વધુ ધ્યાન આપવું.  

નોકરી - ધંધો - કરીઅર 

નોકરીયાતો માટે જાન્યુઆરીથી જૂન ૨૦૨૬ સુધીનો સમય અચૂક સારો રહેશે. નોકરીમાં સારી પ્રગતિ, પ્રમોશન અને પગારવધારો થઈ શકે એવા યોગ છે. જેમની પાસે નોકરી નથી તેવા જાતકો જો ઉપર આપેલા સમય મુજબ છ મહિનાની અંદર વધારે પ્રયત્ન કરે તો સારી સફળતા પ્રાપ્ત કરી શકે. જેમને ધંધો કરવો છે તેમના માટે પણ આ છ મહિના વધુ સારા રહે તેવા યોગ બને છે. ધન સ્થાનમાં બેઠેલા રાહુ મહારાજ ધંધામાં સારો એવો પ્રોફિટ અચાનક અપાવી શકે છે. નોકરી માટે વિદેશ જવા માગતા જાતકોને સારી તકો મળશે. જેઓ કમિશનને લગતા ધંધામાં છે તેમના માટે ૨૦૨૬નું વર્ષ ખૂબ સારું છે. કાઉન્સિલિંગ, માર્કેટિંગ, ટૂર એન્ડ ટ્રાવેલ્સ જેવા વ્યવસાય સાથે સંકળાયેલા જાતકો માટે આ વર્ષ સફળતાથઈ શકે તેવા યોગ પ્રબળ બને છે.

પૈસા યે પૈસા 

શેરબજાર સાથે સંકળાયેલા જાતકોએ આ વર્ષે 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી પડશે. ત્રીજા ભુવનમાં બેઠેલા શનિ મહારાજ ત્રીજી દ્રષ્ટિથી શેર-સટ્ટા-લોટરી પર દ્રષ્ટિ કરતા કામ થોડુંક લંબાય તેવા યોગ બને છે. સમજીવિચારીને આગળ વધવું. મોટું સાહસ ન કરવું. સમજણથી રોકાણ કરવું. વારસા અને મિલકત માટે પ્રયાસ કરી રહેલા જાતકો માટે આ વર્ષ થોડુંક કઠિન સાબિત થાય તેવા યોગ પ્રબળ બને.  

વાહન અને જમીન 

વાહન, જમીન, મિલકત ખરીદવા માગતા જાતકોએ થોડીક રાહ જુઓ નીતિ અપનાવી પડશે. વર્ષના અંત દરમિયાન જો પ્રયાસ કરવામાં આવે તો ૨૦૨૬ પછી આ યોગ વધુ પ્રબળ બનતા જોઈ શકાય છે.

વારસાની  મિલકત માટે પણ આ વર્ષના અંત દરમિયાન જો પ્રયાસ કરવામાં આવે તો થોડીક સફળતા પ્રાપ્ત થાય. રાહ જોવી પડે. વારસાની મિલકત મેળવવા માટે વધારે પ્રયત્ન કરવા પડે. આ વર્ષે અચાનક લાભ અચાનક નુકસાનના યોગ પ્રબળ છે.  

નારી તું નારાયણી 

સાતમા સ્થાનમાં બેઠેલા ગુરુ મહારાજ દેહભુવનની દ્રષ્ટિ કરતા હોવાથી  મહિલાઓને આ વર્ષે શારીરિક સુખ સારું મળે. લગ્ન કરવા ઇચ્છતી મહિલાઓ માટે વર્ષના અંતના છ મહિનામાં લગ્નનો યોગ પ્રબળ બને છે. સંતાન સુખ ઇચ્છતી મહિલાઓએ પણ પ્રથમ સંતાન હોય તો થોડીક રાહ જોવાની નીતિ અપનાવી પડે.

અલબત્ત, બીજા સંતાન માટે જો પ્રયાસ કરવામાં આવે તો એમાં સફળતા પ્રાપ્ત થાય તેવા યોગ બને છે. સાસરી પક્ષ સાથે થોડાક મતભેદ ઊભા થાય તેવા યોગ બને છે, માટે વધારે વાદવિવાદ કરવાને બદલે સમય સાચવી લેવો. 

વિશેષ ઉપાય 

યાત્રા પ્રવાસમાં વધારે ખર્ચ થાય. દર શનિવારે શનિદેવને તેલ ચડાવવું, હનુમાન ચાલીસાના પાઠ કરવા અને ભાગ્યનો અધિપતિ બુધ જેવો ગ્રહ હોવાથી દર બુધવારે લીલા કલરનાં વ પહેરવા, મગનું સેવન કરવું અને શુક્રવારે ગાયને ઘાસ ખવડાવવાથી ભાગ્યનો ઉદય થાય તેવા સંજોગ બને.