Get The App

ખર્ચ વધશે, સંબંધોમાં ખટાશ... આ 3 રાશિના જાતકોએ એક મહિનો ખાસ સાચવવું, સૂર્યનું કુંભમાં ગોચર

Updated: Feb 9th, 2025

GS TEAM

Google News
Google News
ખર્ચ વધશે, સંબંધોમાં ખટાશ... આ 3 રાશિના જાતકોએ એક મહિનો ખાસ સાચવવું, સૂર્યનું કુંભમાં ગોચર 1 - image

Zodiac sign : સૂર્ય દેવતા 12 ફેબ્રુઆરીના રોજ શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. આ ગોચરની અસર લગભગ એક મહિના સુધી રહેશે. સૂર્યને બધા જ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. તેમજ તેને બધા ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ પણ મનાઈ છે. તેથી સૂર્યનું ગોચર થવું જ્યોતિષશાસ્ત્રમાં સૌથી મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્મા, પિતા અને રાજકારણ વગેરેનો કારક માનવામાં આવે છે. સૂર્યની રાશિમાં પરિવર્તનનું માનવ જીવન પર સૌથી વધુ પ્રભાવ પડે છે. ચાલો જાણીએ કે સૂર્યના કુંભ રાશિમાં ગોચરને કારણે આગામી એક મહિના સુધી કઈ રાશિના લોકોએ સાવધ રહેવું પડશે.

કર્ક 

આ રાશિના જાતકોને કોઈ સાથે મોટો ઝઘડો થવાને કારણે ભારે નુકશાન થઇ શકે છે. આરોગ્યને લગતી સમસ્યાઓ થઇ શકે છે. ખર્ચાઓમાં વધારે થશે. પરિવાર સાથે પણ ઝઘડો થવાની સંભાવના વધુ છે.   

તુલા

સૂર્યનું ગોચર થવુંએ તુલા રાશિના જાતકો માટે લાભદાયી નથી. તમે કરેલા રોકાણમાં નુકશાન થઇ શકે છે. દુશ્મન તમારા પર હાવી થઇ શકે છે. વાહન ચલાવતા સમયે સાવધ રહેવું જરૂરી છે કારણ કે, અક્સ્માત થઇ શકે છે. 

મીન

મીન રાશિના જાતકો આ સમય દરમિયાન ખૂબ નબળાઈ અનુભવશે. નાના ભાઈ અને બહેનો સાથે સંબંધો સારા નહી રહે. કાર્યસ્થળ પર સાવધ રહેવાની જરૂર છે. વાણી પર ધ્યાન આપવું. આ સમય દરમિયાન તમારો ખર્ચ વધી શકે છે. માનસિક તણાવ વધી શકે છે.ખર્ચ વધશે, સંબંધોમાં ખટાશ... આ 3 રાશિના જાતકોએ એક મહિનો ખાસ સાચવવું, સૂર્યનું કુંભમાં ગોચર 2 - image


Tags :