Get The App

ઘરમાં બે શંખ રાખવા યોગ્ય છે કે નહીં? જાણો શું કહે છે ધાર્મિક ગ્રંથ અને તેના નિયમ

પૂજા ઘરમાં શંખ રાખવો અતિ શુભ માનવામાં આવે છે

શંખમાં માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેને ખૂબ જ પ્રિય છે

Updated: Jan 29th, 2024

GS TEAM

Google News
Google News
ઘરમાં બે શંખ રાખવા યોગ્ય છે કે નહીં? જાણો શું કહે છે ધાર્મિક ગ્રંથ અને તેના નિયમ 1 - image
Image 

સનાતન ધર્મમાં પૂજામાં સમાપન બાદ દરેક ઘરમાં શંખ વગાડવામાં આવે છે.  આપણા સનાતન ધર્મમાં શંખનુ ઘણુ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. કદાચ કોઈક જ એવું ઘર હશે કે જેના ઘરમાં શંખ નહીં હોય. શંખ વગર કોઈ પૂજા પણ નથી કરાતી. શંખમાં માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેને ખૂબ જ પ્રિય છે. એવું કહેવાય છે કે, જે ઘરમાં શંખ ફુંકવામાં આવે છે તેની આસપાસ ક્યારેય કોઈ નેગેટિવ ઉર્જા નથી આવતી. શંખ રાખવા માત્રથી ઘરમાં પોઝિટિવ ઊર્જા મળે છે અને નકારાત્મક શક્તિ દૂર રહે છે. પરંતુ જો તમારા ઘરમાં બે શંખ હોય તો એક મોટો સવાલ છે કે શું એક સાથે બે શંખ રાખી શકાય. આવો તેના વિશે જાણીએ.

ઘરમાં શંખ રાખવાના નિયમ

ઘરમાં શંખ રાખવા બાબતે શાસ્ત્રોમાં કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે. ઘણા એવા લોકો હોય છે જે ઘરમાં રાખવા બાબતે તેના નિયમો નથી જાણતા. જ્યોતિષોના કહેવા પ્રમાણે શંખ રાખવાની અસર આપણા જીવન પર પણ થાય છે. શાસ્ત્રો પ્રમાણે જો પૂજા ઘરમાં શંખ રાખવા ઈચ્છો છો તો માત્ર એક જ શંખ રાખી શકો છો. 

દેવી લક્ષ્મીનું પ્રતીક

શંખને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. પૂજામાં ક્યારેય બે શંખ ન રાખવા જોઈએ. જો કે, દેવી લક્ષ્મી કોઈ એક સ્થાન પર સ્થાયી રહેતી નથી. આવી સ્થિતિમાં એક શંખ ફૂંકવા માટે અને બીજો શંખ પૂજા માટે રાખી શકો છો. એટલે કે, ઘરમાં બે શંખ રાખી શકો છો, પરંતુ ધ્યાન એ રાખવું કે એક વગાડવાનો શંખ છે જ્યારે એક શંખની પૂજા કરવામાં માટે છે, તેનો ઉપયોગ ફૂંકવા માટે ન કરવો જોઈએ.