Get The App

બુધના મીન રાશિમાં ગોચરથી બનશે નીચભંગ રાજયોગ, આ 4 રાશિના જાતકોની કિસ્મત ચમકશે

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
બુધના મીન રાશિમાં ગોચરથી બનશે નીચભંગ રાજયોગ, આ 4 રાશિના જાતકોની કિસ્મત ચમકશે 1 - image

Budh Gochar 2026: 11 એપ્રિલ 2026ના રોજ બુધ મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ ગોચર એટલા માટે ખાસ  માનવામાં આવે છે કારણ કે, બુધ મીન રાશિમાં નબળી સ્થિતિમાં હોય છે, પરંતુ આ વખતે ગ્રહોની વિશેષ સ્થિતિના કારણે આ નબળાઈ તાકાતમાં પરિવર્તિત થઈ જશે. આ સમય દરમિયાન એક સાથે અનેક શુભ યોગો બની રહ્યા છે, જે તેને અત્યંત ખાસ બનાવી રહ્યા છે.

આ ગોચર દરમિયાન મીન રાશિમાં એક સાથે અનેક ગ્રહોની હાજરીથી ખાસ યોગોનું નિર્માણ થશે. આ સાથે જ બુધ અને સૂર્યની યુતિથી બુધાદિત્ય યોગનું નિર્માણ થશે, જે બુદ્ધિ, સફળતા અને સન્માન અપાવનારો માનવામાં આવે છે. બીજી તરફ વિશેષ ગ્રહોની સ્થિતિના કારણે નીચભાંગ રાજયોગ પણ બની રહ્યો છે, જે સંઘર્ષ બાદ મોટી સિદ્ધિ અપાવી શકે છે. આ પ્રભાવથી ઘણી રાશિઓના જીવનમાં કરિયર, ધન અને પ્રતિષ્ઠાના ક્ષેત્રમાં ઝડપી સુધારો જોવા મળી શકે છે. ચાલો જોઈએ કે આ ગોચર કઈ રાશિઓ માટે વિશેષ રૂપે લાભદાયી રહેશે. 

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે આ ગોચર આર્થિક મામલે મોટો ફેરફાર લઈને આવી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં વધારો થવાના સંકેતો છે અને લાંબા સમયથી ચાલી આવતી આર્થિક સમસ્યાઓનો ધીમે-ધીમે અંત આવી શકે છે. બિઝનેસ કરતા જાતકોને વિસ્તરણ માટે નવી તકો મળશે. પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. રોકાણ માટે પણ આ સમય અનુકૂળ રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ ગોચર કરિયરમાં પ્રગતિ અપાવનારું સાબિત થશે. નોકરી અને બિઝનેસમાં લીધેલા નિર્ણયો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કાર્યક્ષેત્ર પર તમારી ઓળખ મજબૂત થશે. તમારા પર સીનિયર્સનો વિશ્વાસ વધશે. આ સાથે જ પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. સંપત્તિ અથવા વાહન સંબંધિત ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે.

આ પણ વાંચો: દાદરા નગર હવેલીના સેલવાસમાં ગેસ ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ: 4 લોકોના મોત, 5ની હાલત ગંભીર

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે આ સમય ભાગ્યનો સાથ આપનારો રહેશે. તમારા અટકેલા કામ પૂરા થશે. કરિયરમાં આગળ વધવાની તક મળશે. તમે નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકો છો, જે તમને ભવિષ્યમાં લાભ આપશે. આર્થિક મામલે પણ સુધારો થશે. યાત્રાના યોગ બની શકે છે. 

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે આ ગોચર સંબંધો અને પાર્ટનરશિપના મામલે લાભદાયી રહેશે. બિઝનેસ પાર્ટનરશિપમાં સફળતાના સંકેત છે. વૈવાહિક જીવનમાં સુધારો થશે. પરસ્પર સમજણ વધશે. આ સાથે જ કરિયરમાં પણ ધીમે-ધીમે સકારાત્મક ફેરફારો જોવા મળશે.