Get The App

કન્યા-મકર સહિત આ 3 રાશિના જાતકોની વધશે મુશ્કેલી! ડગલે ને પગલે રાખવી પડશે સાવચેતી

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
Budh Gochar 2026


Budh Gochar 2026: જ્યોતિષશાસ્ત્રમાં 'ગ્રહોના રાજકુમાર' ગણાતા બુધ ગ્રહ આગામી 30 એપ્રિલ 2026ના રોજ સવારે 06:38 કલાકે મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. લાંબા સમયથી બુધ ગ્રહ પોતાની નીચ રાશિ મીનમાં શનિ સાથે યુતિમાં હતા, પરંતુ હવે મેષ રાશિમાં પ્રવેશતા તેમની સ્થિતિમાં સુધારો થશે. બુધનું આ પરિવર્તન અમુક રાશિઓ માટે પડકારજનક સાબિત થઈ શકે છે, તેથી તેમણે સાવધ રહેવું પડશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિ માટે બુધનું આ ગોચર બીજા ભાવમાં થવાનું હોવાથી બિનજરૂરી ખર્ચમાં વધારો થઈ શકે છે. આ રાશિના જાતકોએ આર્થિક બાબતોમાં ઉતાવળથી નિર્ણયો લેવાને બદલે સંયમ જાળવવો જોઈએ, નહિતર માનસિક બેચેની વધી શકે છે. 

કન્યા રાશિ

કન્યા રાશિના દસમા ભાવમાં બુધનું ભ્રમણ કામનું ભારણ વધારી શકે છે. નોકરીમાં અચાનક નવી જવાબદારીઓ અથવા અઘરા પ્રોજેક્ટ મળી શકે છે, તેથી કરિયર કે પ્રેમ જીવનમાં વિચારીને જ કોઈ પગલું ભરવું હિતાવહ રહેશે. 

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે બુધ ચોથા ભાવમાં ગોચર કરશે, જેના કારણે પારિવારિક વિવાદો કે માતાની તબિયત બગડવાની શક્યતા છે. આ દરમિયાન પરિવાર સાથે ખુલીને વાત કરવી જરૂરી બનશે.

આ પણ વાંચો: મેષ, કર્ક અને કુંભ સહિત આ 5 રાશિના જાતકો માટે એક મહિનો ભારે! શનિદેવ લેશે અગ્નિપરીક્ષા

બુધના નકારાત્મક પ્રભાવને ઓછો કરવા માટે જ્યોતિષીઓ ખાસ ઉપાયો સૂચવે છે. બુધ ગ્રહને પ્રસન્ન કરવા માટે ભગવાન ગણેશની પૂજા કરવી, બુધ મંત્રનો જાપ કરવો અને બુધવારે લીલી વસ્તુઓનું દાન કરવું લાભદાયક રહે છે. આ ઉપરાંત ગાયને લીલું ઘાસ ખવડાવવું, બુધવારનું વ્રત રાખવું અને ઈલાયચી કે મીઠા પાનનું સેવન કરવાથી પણ ગ્રહદોષમાં રાહત મળે છે.

કન્યા-મકર સહિત આ 3 રાશિના જાતકોની વધશે મુશ્કેલી! ડગલે ને પગલે રાખવી પડશે સાવચેતી 2 - image