Buddha Purnima 2022: બુદ્ધ પૂર્ણિમા પર વાંચો ભગવાન બુદ્ધના 10 પ્રેરક વિચાર અને ઉપદેશ
અમદાવાદ, તા. 16 મે 2022 સોમવાર
બુદ્ધ પૂર્ણિમા આજે 16 મે ના દિવસે સોમવારે મનાવાઈ રહી છે. વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો, તેથી દર વર્ષે વૈશાખ પૂર્ણિમાએ બુદ્ધ પૂર્ણિમા મનાવાય છે. આ વખતે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ પણ છે, જોકે આ ભારતમાં દેખાશે નહીં. બુદ્ધ પૂર્ણિમાના અવસરે બૌદ્ધ ધર્મના લોકો વિશેષ પૂજા અર્ચના કરે છે. આ દિવસે ભગવાન બુદ્ધના વિચારો અને ઉપદેશોને લોકો વાંચે અને સાંભળે છે. જેથી તેમના બતાવાયેલા માર્ગનુ અનુસરણ કરવામાં આવી શકે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે અમે આપને ભગવાન બુદ્ધના કેટલાક ઉપદેશો અને વિચારોથી અવગત કરાવી રહ્યા છે.
1. વ્યક્તિએ ક્રોધ કરવો જોઈએ નહીં કેમકે ક્રોધની સજા મળતી નથી, ક્રોધથી સજા પ્રાપ્ત થાય છે.
2. એક હિંસક પશુ કરતા વધારે જોખમી દગાબાજ અને દુષ્ટ મિત્ર હોય છે. તેઓ પોતાના વિવેક અને બુદ્ધિને પણ હાનિ પહોંચે છે. આવા મિત્રોથી તો દૂર રહેવુ જોઈએ.
3. તમે કોઈની પર શંકા ના કરો. આવુ કરવાથી સંબંધ તૂટે છે. ભલે તે મિત્રતા જ કેમ ના હોય.
4. મોહ અને માયાના બંધનથી મુક્ત રહેવુ જોઈએ. જે જેટલા લોકોને પ્રેમ કરે છે. તે તેટલા જ લોકો થી દુખી પણ રહે છે. જે પ્રેમ રહિત છે તે સંકટથી મુક્ત છે.
5. પોતાની ઉપર જીત પ્રાપ્ત કરવી હજારો લડતો જીતવા કરતા શ્રેષ્ઠ છે કેમકે તે જીત તમારી હશે.
6. આ સંસારમાં ત્રણ વસ્તુઓને ક્યારે છુપાવી શકાય નહીં, તે છે સૂર્ય, ચંદ્ર અને સત્ય.
7. આપ કોઈ બીજાને ઘૃણા કરીને ઘૃણાને ખતમ ના કરી શકો. ઘૃણાને માત્ર પ્રેમથી ખતમ કરવામાં આવી શકે છે.
8. જે સમય વીતી ગયો છે તે વિશે ના વિચારો અને ના ભવિષ્યની ચિંતા કરો. આપની સાથે વર્તમાન સમયમાં શુ થઈ રહ્યુ છે. તેની ઉપર ધ્યાન આપો. આવુ કરવાથી આપને અસલી ખુશી પ્રાપ્ત થશે.
9. તમે તમારા મનને સાફ રાખો. આપનુ મન બદલાઈ જાય, તો આપના મનમાં કોઈ ખોટા કે ખરાબ વિચાર પાળશો નહીં. મનમાં જ ખરાબ કામ જન્મ લે છે.
10. સ્વયંને સ્વસ્થ રાખવુ સૌથી મોટી જવાબદારી છે. તમારુ શરીર સ્વસ્થ રહેશે, ત્યારે મન પણ સ્વસ્થ રહેશે. તેમાં સારા વિચાર રહેશે.