ઘરમાં કાચ અથવા અરીસોનું તૂટવું હંમેશા અશુભ નથી હોતું, મળે છે આ પૉઝિટિવ સંકેત
નવી દિલ્હી, તા. 19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર
શુભ-અશુભને લઇને કેટલીય વાતો આપણે બાળપણથી જ સાંભળતા આવ્યા છે જેની પાછળનું કારણ જાણ્યા વગર જ આપણે તેના વિશે માનવા લાગીએ છીએ અને આગામી પેઢીને પણ તેના વિશે શિખવાડવા લાગે છે. ઉદાહરણ તરીકે :- બિલાડીનો રસ્તો કાપવો, આંખ ફફડાવવી, ઘરેથી બહાર નીકળતી વખતે છીંક આવવી, કૂતરાંનું રડવું અને દૂધનું ઉભરાઇને બહાર આવવું આ તમામ ઘટનાઓને અશુભ થવાના સંકેત માનવામાં આવે છે. આ યાદીમાં કાચનું તૂટવું પણ સામેલ છે. મોટાભાગના લોકોનું માનવું છે કે જો ઘરમાં રાખેલ કોઇ કાચ અથવા અરીસો તૂટી જાય છે તો તે અશુભ ઘટના છે અને તેનાથી નજીકના ભવિષ્યમાં કોઇ ખરાબ સમાચાર મળી શકે છે.
વાસ્તુ અનુસાર કાચનું તૂટવું અશુભ નહીં શુભ છે
પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર કાચ તૂટવું શુભ સંકેત છે.
- વાસ્તુ શાસ્ત્રનું માનીએ તો જો ઘરમાં કોઇ અરીસો અચાનકથી તૂટી જાય તો તેનો અર્થ છે કે ઘર પર આવનાર કોઇ સંકટને કાચે પોતાના ઉપર લઇ લીધુ છે અને સંકટ ટળી ગયું છે અને તૂટેલા કાચને તરત ઘરમાંથી બહાર કરી દેવું જોઇએ.
- ઘરમાં જો બારી અથવા દરવાજાનો કાચ અચાનક તૂટી જાય અથવા તેમાં તિરાડ પડી જાય તો તે અપશુક્ન નથી હોતું પરંતુ તે વાતનો સંકેત હોઇ શકે છે કે થોડાક જ દિવસો બાદ તમારા ઘરમાં કોઇ શુભ સમાચાર આવવાના છે અથવા ધનનું આગમન થવાનું છે.
- વાસ્તુશાસ્ત્રનું માનીએ તો અચાનક કાચ અથવા અરીસાના તૂટવાનો અર્થ એ પણ હોઇ શકે છે કે ઘરમાં ચાલી રહેલ કોઇ જૂનો વિવાદ સમાપ્ત થઇ જાય અથવા કોઇ વ્યક્તિ બીમાર છે તો ધીમે-ધીમે તેમનું સ્વાસ્થ્ય ઠીક થવા લાગશે.
- જો કે તે વાતનું ધ્યાન રાખો કે જો ઘરમાં રાખેલ કોઇ પણ કાચ અથવા અરીસો તૂટી જાય છે તો તેને લઇને કારણ વગરનો શોર અથવા હો-હલ્લા ન મચાવશો, ચુપચાપ કાચના ટુકડાને સાફ કરીને ઘરની બહાર ફેંકી દો.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર કાચ અથવા અરીસો ખરીદતી વખતે તે વાતનું પણ ધ્યાન રાખો કે ઘરમાં ગોળ અથવા તો ઈંડાંકારનો અરીસો ન રાખશો. આ પ્રકારનો અરિસો ઘરની સકારાત્મક ઊર્જાને નકારાત્મક ઊર્જામાં બદલી નાંખે છે. એટલા માટે જ્યાં સુધી શક્ય હોય તો ચોરસ આકારનો જ અરીસો ઘરમાં લગાઓ.