કાળા ઘોડાની નાળના ચમત્કારી ફાયદા
- ઘરના મુખ્ય દ્વારે લગાવવાથી ક્યારેય નહીં સર્જાય આર્થિક મંદી
અમદાવાદ, તા. 5 જુલાઈ 2018 ગુરુવાર
ઘોડો શક્તિનું પ્રતીક છે. તેમાં જોરદાર સ્ટેમિના હોય છે. ઘોડાથી જ હોર્સ પાવર બનાવવામાં આવ્યું છે.
ઘોડો જેટલો શક્તિશાળી હોય છે, તેનાથી વધારે તે વફાદાર અને સમજદાર હોય છે.
પ્રાચીન કાળમાં લોકો ઘોડાની સવારી કરતા હતા. ઘોડો પોતાના માલિકને બહુ વફાદાર હોય છે, તે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની ચિંતા કર્યા વગર પોતાના માલિકની રક્ષા કરે છે.
ઘોડો દોડતો હોય છે, એટલા માટે તેના પંજાની રક્ષા માટે લોંખડની એક નાળ લગાવવામાં આવે છે, જેનાથી તેના પંજા અને નખને નુકસાન ન થાય. જ્યારે નાળ ઘસાય જાય છે તો તે પોતાની રીતે જ પડી જાય છે. ઘોડાની આ નાળથી એક નહીં અનેક ચમત્કારી ફાયદા છે.
નજર અને ટોટકાનું નિવારણ
જો કોઈ જાતક પર નજર દોષ અથવા કોઈના દ્વારા કરવામાં આવેલા ટોટકાની સમસ્યાથી મુશ્કેલી હોય તો ઘોડાની નાળ ગંગાજળમાં ધોઈને મકાનના મુખ્ય દરવાજે પૂર્વ દિશામાં લગાવવી જોઈએ.
પૂર્વ દિશામાં નાળ લગાવેલી હોય તો રવિવારે અને પશ્ચિંમ દિશામાં હોય તો શુક્રવારે સિન્દુર અને તેલની પૂજા કરીને દરવાજા પર લગાવી દેવાથી ઘર અને પરિવાર પર ખરાબ નજર નહીં લાગે અને કોઈ પણ ખરાબ ટોટકાની અસર નહી થાય.
હાથ-પગમાં લોખંડ અથવા તાંબાની રીંગ પહેરવી
બાળકોને ટોટકાથી બચાવવા અને દાંત સરળતાથી નીકળે તે માટે હાથ-પગમાં લોખંડ અથવા તાંબાની રિંગ પહેરાવવી, ગળામાં ચંદ્ર અથવા સૂર્ય બનાવીને પહેરવાથી નજર-જાદુ ટોણા-ટોટકાની અસર બાળક પર નહીં થાય અને દાંત સરળતાથી નીકળી જશે.
ગેસની સમસ્યા
- વાયુ દોષ સમાપ્ત કરવા માટે એક ગ્લાસમાં પાણી ભરીને રાત્રે રાખવું. તેમાં ઘોડાની નાળ નાખવી અને પછી તે પાણી સવારે પી જવું. એવુ સતત કરવાથી ગેસ અને પાચનની સમસ્યા દૂર થઈ જશે
- રવિવારના દિવસે લોખંડની ખિલ્લી અને કાળા ઘોડાની નાળ પ્રાપ્ત કરીને તેનું મોટુ કડુ બનાવી દેવું. આ કડુ જમણા હાથમાં પહેરવું તેનાથી ગેસની સમસ્યાથી છુટકારો મળે છે.
- લકવાની સમસ્યાને રોકવા માટે રવિવારે પુષ્ય નક્ષત્રમાં કાળા ઘોડાની નાળની અંગૂઠી ધારણ કરવાથી લકવાની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જશે.
- દરિદ્રતા દૂર કરવા માટે ઘોડાની નાળને શનિવારે લાવીને ઘરમાં ક્યાંક છુપાવી દેવી, બીજા દિવસે રવિવારે તેમાં નાનો ટુકડો કાપીને તાંબુ મિક્સ કરીને અંગૂઠી બનાવીને પહેરવાથી ઘરમાં ક્યારેય પૈસાની અછત ઉભી નહીં થાય અને હંમેશા માટે ગરીબી દૂર થઈ જશે.
શનિની સાડા સાતી ચાલી રહી હોય તો
- શનિના પ્રકોપથી બચવા માટે અથવા શનિની સાડા સાતીથી પરેશાન હોવ તો ઘોડાની નાળની એક રિંગ બનાવીને પછી તેને શનિના મંત્રોથી શુદ્ધ કરીને વચ્ચેની આંગળીમાં ધારણ કરવી તેનાથી શનિનો પ્રકોપ તમારા પર નહીં થાય.
- વેપારમાં વૃદ્ધિ માટે જો તમે પ્રયત્ન કરી રહ્યા હોવ તો પણ તમને સફળતા નથી મળી રહી. એવું લાગે છે કે તમારા વેપાર પર કોઈએ કંઈક કર્યું છે તો ઘોડાની નાળને શનિ મંત્રથી અભિમંત્રિત કરીને ઓફિસના મુખ્ય દરવાજા પર લગાવી દો. આવું કરવાથી નજર, ટોના-ટોટકા જેવા દુષ પ્રભાવ નિષ્ફળ થઈ જશે અને તમારા વેપારમાં તેજી આવી જશે.