ગૌરી શંકર રુદ્રાક્ષને તિજોરીમાં રાખવાથી ક્યારેય નહીં સર્જાય આર્થિક તંગી
- ગૌરી શંકર રુદ્રાક્ષને ક્યારે અને કેવી રીતે ધારણ કરવો... જાણો
અમદાવાદ, તા. 29 મે 2018 મંગળવાર
પ્રાકૃતિક રીતે જોડાયેલા બે રુદ્રાક્ષને ગૌરી શંકર રૂદ્રાક્ષ કહેવામાં આવે છે.
આ રુદ્રાક્ષ ભગવાન શિવ અને માતા પાર્વતીનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. તેને ધારણ કરવાથી શિવ અને શક્તિ બંને પ્રાપ્ત થાય છે. આ રુદ્રાક્ષ ગૃહસ્થ સુખ માટે એકદમ શુભ માનવામાં આવે છે.
એટલા માટે જે લોકોના દાંપત્ય જીવનમાં ઝગડા થતા હોય તેમજ છોકરી કે છોકરાના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તે લોકોએ શંકર રુદ્રાક્ષ જરૂરથી ધારણ કરવો જોઈએ. જે સ્ત્રીઓને સંતાન સુખ પ્રાપ્ત ના થતુ હોય અથવા ગર્ભ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેમણે પણ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.
આજે અમે તમને જણાવીશું ગૌરી શંકર રુદ્રાક્ષને ક્યારે અને કેવી રીતે ધારણ કરવો અને તે કેવી રીતે સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે
- ગૃહસ્થ જીવનમાં સુખ-શાંતિ માટે ધારણ કરવો રૂદ્રાક્ષ
- ગૃહસ્થ જીવનમાં સુખ-શાંતિ અને એકબીજા વચ્ચે પ્રેમ વધે તે માટે ગૌરી શંકર રૂદ્રાક્ષ ચમત્કારી કામ કરે છે. જે લોકોના પરિવારમાં એકબીજા સાથે બનતું ન હોય તે લોકોએ રૂદ્રાક્ષ પહેરવો જોઈએ
- પારિવારિક શાંતિ અને વંશ વૃદ્ધિમાં પણ રૂદ્રાક્ષને સહાયક માનવામાં આવે છે. જે સ્ત્રીઓને સંતાન ન થતા હોય તે સ્ત્રીએ રૂદ્રાક્ષ અવશ્ય ધારણ કરવું
- આધ્યાત્મિક માર્ગે જવાની ઈચ્છા જે લોકોને હોય તેમણે રુદ્રાક્ષને ચાંદીની ચેનમાં ધારણ કરવો. તેનાથી તેમની અંતદ્રષ્ટિનો વિકાસ થશે.
- આ રુદ્રાક્ષને અભિમંત્રિત કરીને તિજોરીમાં રાખવાથી ક્યારેય પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
યૌન સમસ્યાને દૂર કરવા માટે ગૌરી શંકર રૂદ્રાક્ષ
- જે ઘરમાં ગૌરી શંકર રુદ્રાક્ષ હોય છે તેમની પર ક્યારેય ખરાબ શક્તિનો પડછાયો પણ પડતો નથી તેમજ ખરાબ નજરથી બચાવ થાય છે.
- જે સ્ત્રી અથવા પુરુષને કોઈ યૌન સંબંધિત સમસ્યા હોય તો તેમણે પણ રુદ્રાક્ષ ધારણ કરવો, તેનાથી તમામ સમસ્યા દૂર થઈ જશે.
- ગોરી શંકર રુદ્રાક્ષને ધારણ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ વાંરવાર વ્યક્તિ બીમાર પડતી નથી
ક્યારે અને કેવી રીતે ધારણ કરવો
ગૌરી શંકર રુદ્રાક્ષ ભગવાન શિવ અને માતા પાર્વતીનું પ્રતીક છે. આ રુદ્રાક્ષને શુક્લ પક્ષમાં સોમવારે, શિવરાત્રી, રવિ પુષ્પ સંયોગ અથવા સવાર્થ સિદ્ધિ યોગમાં અભિમંત્રિત કરીને પહેરવો. શુભ સંયોગમાં રુદ્રાક્ષને સિદ્ધ કરવા માટે સૌથી પહેલા સવારે દૈનિક કાર્યો પતાવીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને પૂજા સ્થાનમાં પૂર્વ તરફ મોઢું રાખીને બેસવું.
ગૌરી શંકર રુદ્રાક્ષને ચાંદીની વાટકીમાં સ્થાપિત કરીને તેને ગંગાજળ અને કાચા દૂધના મિશ્રણથી સારી રીતે ધોઈ લેવો અને સ્વચ્છ કપડાથી સાફ કરવો. હવે ચાંદીની વાટકીને ખાલી કરીને તેમાં ફરીથી ગૌરી શંકર રુદ્રાક્ષ સ્થાપિત કરવો. તેના પર ચંદન અને અક્ષત અર્પિત કરવા- હવે એક એક માળા नम: शिवाय, ऊं नम: दुर्गाए और ऊं अर्धनारीश्वराय नम: મંત્રનો જાપ કરવો. ત્રણેય માળા કર્યા પછી રુદ્રાક્ષને ચાંદીની ચેનમાં અથવા લાલ દોરામાં નાંખીને ધારણ કરવો.
આટલી વાતોનું ધ્યાન રાખવું
- ગૌરી શંકર રુદ્રાક્ષ અત્યંત સિદ્ધ, ચમત્કારી અને પવિત્ર હોય છે. તેથી આ રૂદ્રાક્ષને ધારણ કરનારી વ્યક્તિએ ખરાબ કાર્યોથી હંમેશા દૂર રહેવું જોઈએ.
- ચોરી, અપશબ્દો, સ્ત્રીઓનું અપમાન, બાળકો સાથે ખરાબ વર્તન, માંસ-દારૂનું સેવન, પર સ્ત્રી પર ખરાબ નજર જેવા ખોટા કાર્યોથી દૂર રહેવું.
- જે વ્યક્તિ ગૌરી શંકર રૂદ્રાક્ષ ધારણ કર્યા પછી આ બધા ખરાબ કાર્યો કરે છે તો તેના પર ખરાબ અસર થાય છે અને ગંભીર સંકટોમાં ફસાય જાય છે.