અલગ અલગ રાજ્યોમાં આ નામથી ઉજવાય છે બૈસાખી, જાણો ઈતિહાસ
નવી દિલ્હી, 14 એપ્રિલ 2019, રવિવાર
બૈસાખીનો તહેવાર પંજાબ અને હરિયાણામાં ધામધૂમથી ઉજવાય છે. બૈસાખીની ઉજવણી કરવા પાછળ ધાર્મિક અને ઐતિહાસિક કારણ પણ છે. આ પર્વ ખેતી સાથે જોડાયેલો હોવાથી લોકોને હર્ષોઉલ્લાસ સાથે મનાવે છે.
ખેતરોમાં પાક આવ્યા બાદ આ તહેવાર ઉજવાય છે. આ પર્વનું ધાર્મિક કારણ એ પણ છે કે આ દિવસે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે અને નવા વર્ષનો પણ પ્રારંભ થાય છે. આ દિવસે સિખોના 10માં ગુરુ ગોવિંદ સિંહએ ખાલસા પંથની સ્થાપના પણ કરી હતી.
આસામમાં બૈસાખીને બીહૂ, બંગાળમાં પોઈલા બૈશાખ તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવારને તમિલનાડૂમાં પુથાંડૂ, કેરળમાં પૂરન વિશુ અને બિહાર તેમજ નેપાળમાં સત્તૂ સંક્રાતિ તરીકે ઉજવવામાં આવે છે. એક અન્ય માન્યતા અનુસાર મોક્ષદાયિની ગંગા પણ આ દિવસે જ ધરતી પર અવતર્યા હતા.
બૈસાખી સમયે આકાશમાં વિશાખા નક્ષત્ર હોય છે. વિશાખા નક્ષત્ર પૂર્ણિમામાં હોવાથી આ માસને વૈશાખ માસ પણ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે અને તેને મેષ સંક્રાંતિ પણ કહેવાય છે.