Grah Gochar March 2026: માર્ચ મહિનો ગ્રહોની ચાલની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેશે. માર્ચની શરૂઆતમાં 4 મોટા ગ્રહોનું બેક ટુ બેક ગોચર થશે. 2 માર્ચના રોજ સૌ પ્રથમ શુક્ર મીન રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ ૩ માર્ચે યમ એટલે કે પ્લુટો શ્રવણ નક્ષત્રમાં ગોચર કરશે. ૩ માર્ચે જ મંગળ પણ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 4 માર્ચે શુક્ર ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. અંતે 5 માર્ચના રોજ સૂર્ય પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. ગ્રહોનું આ ગ્રહોનું બેક ટુ બેક ગોચર પાંચ રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે. તો ચાલો જાણીએ કે આ ગોચરથી કઈ-કઈ રાશિઓને ફાયદો થશે.
મેષ રાશિ
ગ્રહોનું આ બેક ટુ બેક ગોચર મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે. અચાનક ધન પ્રાપ્તિના યોગ બનશે. અટકેલા પૈસા પાછા મળશે. તમે કરિયરમાં નવી સિદ્ધિ હાંસલ કરશો. તમારા પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. વ્યવસાયિક મોરચે તેજી આવવાથી તમને લાભ આવશે. તમે તમારી સામે આવતી તકોનો લાભ ઉઠાવશો. પરિવારનો માહોલ સુખ-શાંતિથી ભરેલો રહેશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોના કરિયરમાં પણ કેટલાક મોટા ફેરફાર આવી શકે છે. નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારાની શક્યતા છે. નવા કામની શરૂઆત થઈ શકે છે. તમે તમારી યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકી શકશો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે અને નવા સંપર્કો ભવિષ્યમાં લાભ આપશે. તમે કોઈ એવી વ્યક્તિ સાથે સંપર્કમાં આવી શકો છો જે કરિયરના મોરચે તમને લાભ અપાવશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે આ સમય અનુકૂળ દેખાઈ રહ્યો છે. તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. નોકરી તકતા જાતકોની પ્રગતિ થશે. પ્રમોશન-ઈન્ક્રીમેન્ટ શક્ય છે. નવી ટેક્નોલોજી તરફ અગ્રેસર થશો. ધન સંચય સરળતાથી થશે. પરિવારનો સહયોગ મળશે અને નેતૃત્વ ક્ષમતા મજબૂત થશે. માતા-પિતા સાથે સબંધો ગાઢ બનશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે આ સંયોગ આર્થિક પ્રગતિની દ્રષ્ટિએ સારો રહેશે. રોકાણની યોજનાઓ સારું વળતર આપશે. સંપત્તિથી લાભ થવાની શક્યતા છે. કરિયરમાં સ્થિરતા આવશે અને અધિકારીઓનો તમારા પર વિશ્વાસ વધશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા ઈન્ટરવ્યુમાં સફળતા મળી શકે છે.
આ પણ વાંચો: મીન રાશિમાં શનિ-બુધની યુતિ, 3 રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ
ધન રાશિ
ધનુ રાશિના જાતકોને અચાનક લાભ મળવાના યોગ છે. તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. બિઝનેસમાં પણ તેજી રહેશે. જૂના વિવાદો ઉકેલાઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ઉત્પન્ન થઈ શકે છે. પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા જાતકોને વધુ લાભ મળશે. પરિવારમાં નવી ખુશીઓ આવશે. રોકાણ અને સંપત્તિ સબંધિત મામલા તમને લાભ અપાવશે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે આ કારકિર્દીમાં પ્રગતિનો સમય છે. તમે ઝડપથી ગ્રોથ કરશો. આવકમાં વૃદ્ધિના સંકેત દેખાઈ રહ્યા છે. તમને જમીન અથવા વાહનનું સુખ મળી શકે છે. તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે. તમારું પારિવારિક જીવન સંતુલિત રહેશે. પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાથી મન પ્રસન્ન રહેશે. આર્થિક મોરચે લીધેલા નિર્ણયો તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે.


