ભગવાન રામના ચમત્કારી મંત્ર, દરરોજ કરો જાપ, દૂર થશે સંકટ
ભગવાન શ્રીરામનો પહેલો મહામંત્ર તેમનુ નામ જ છે, 'રામ' નામ એટલે મોક્ષ મેળવવા માટેનો મંત્ર છે
Image Twitter |
તા. 23 જાન્યુઆરી 2024, મંગળવાર
ભગવાન શ્રીરામનો પહેલો મહામંત્ર તેમનુ નામ જ છે, 'રામ' નામ મુક્તિ અને મોક્ષ મેળવવા માટેનો મંત્ર છે. રોજ સવાર -સાંજ 108 વાર 'રામ' નામનો જાપ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ઓમ રામ રામાય નમ:
એક માન્યતા પ્રમાણે આ મંત્રનો જાપ કરવાથી મોટી આપત્તિઓ દૂર થાય છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
શ્રીરામ જય રામ, જય જય રામ
જ્યારે પણ કોઈ મોટુ સંકટ આવી પડે ત્યારે તે સંકટ દૂર કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ. માન્યતા પ્રમાણે આ મંત્રના જાપનો એટલો પ્રભાવ પડે છે કે ગમે તેવી મોટી મુસિબત આવી પડે તો તેમાથી બહાર કાઢે છે.
ઓમ રામાય હું ફટ્ સ્વાહા
આ મંત્રનો જાપ કરવાથી ગમે તેવા મોટા દુખ આવી પડ્યા હોય તેમાંથી બહાર નિકળવાનો રસ્તો મળે છે.
ઓમ રામચંદ્રાય નમ:
ઘરમાં કે પરિવારમાં લડાઈ ઝઘડા હોય અથવા આપસમાં વેરભાવ હોય, તો આ મંત્રનો જાપ કરાવાથી તેની અસરથી તમારી સમસ્યાનો નિકાલ આવે છે.
ઓમ રામભદ્રાય નમ:
ઓફિસમાં કે ધંધા રોજગારમાં તરક્કી કરવા માટે આ મંત્રનો જાપ કરવો ખૂબ લાભકારી માનવામાં આવે છે.
ઓમ જાનકી વલ્લભાય સ્વાહા:
આ મંત્રનો જાપ કરવાથી તમારી દરેક મનોકામના પૂરી થાય છે. સાથે સાથે વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે.