Astro

કર્ક અને કન્યા સહિત આ 3 રાશિના જાતકો માટે અત્યંત શુભ સમય, કરિયરમાં સફળતાના યોગ

By GS TEAM
21 Jul 20252 mins read
TukuTouch Logo
ગ્રહોના રાજા અને પિતા, યશ અને પ્રસિદ્ધિના કારક સૂર્ય 20 જુલાઈએ શનિના પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને આ નક્ષત્રમાં સૂર્યનું ગોચર 2 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. જેના કારણે ત્રણ રાશિના લોકોને અનેક ફાયદા થવાના છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કર્ક અને કન્યા સહિત આ 3 રાશિના જાતકો માટે અત્યંત શુભ સમય, કરિયરમાં સફળતાના યોગ

Zodiac Predictions : ગ્રહોના રાજા અને પિતા, યશ અને પ્રસિદ્ધિના કારક સૂર્ય 20 જુલાઈએ શનિના પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને આ નક્ષત્રમાં સૂર્યનું ગોચર 2 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. જેના કારણે ત્રણ રાશિના લોકોને અનેક ફાયદા થવાના છે.

આ પણ વાંચો: સંસદમાં ત્રણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ટાઈમ ટેબલ તૈયાર, બિઝનેસ એડવાઇઝરી કમિટીની જાહેરાત

કર્મના દાતા શનિના નક્ષત્રમાં તેમના પિતા એટલે કે સૂર્યના પ્રવેશથી તુલા રાશિ સહિત ત્રણ રાશિના લોકોને ખૂબ જ શુભ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. આ જાતકો આર્થિક. કારકિર્દી અને વ્યક્તિગત જીવનમાં શુભ પરિણામો મેળવી શકે છે. ચાલો જાણીએ કે આ રાશિના લોકોને શું લાભ થવાના છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે સૂર્યનું પુષ્ય નક્ષત્ર પરિવર્તન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વ્યવસાયમાં પ્રગતિ થઈ શકે છે. જમીન, મકાન અને કાર ખરીદવા માટે આ સારો સમય રહેશે. આવકના નવા નવા સ્ત્રોત ખુલશે. જૂના સાધનોથી પણ પૈસા કમાવવાના નવી તકો ખુલશે. કાર્યસ્થળ પર મોટી જવાબદારી મળી શકે છે.

આ પણ વાંચો: જગદીપ ધનખડે સ્વાસ્થ્ય કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદેથી આપ્યું રાજીનામું

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. નોકરીમાં લોકોની સ્થિતિ સારી રહેશે. કાર્યસ્થળ પર સફળતાનો માર્ગ ખુલશે. નાણાકીય સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. નોકરીમાં આવકના નવા રસ્તા ખુલશે. આ સમય સ્વપ્ન પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ રહેશે.

તુલા રાશિ 

સૂર્યનું નક્ષત્રમાં પરિવર્તન શુક્રની તુલા રાશિના લોકો માટે શુભ ફેરફારો લાવી શકે છે. જાતકોને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વ્યવસાયમાં પ્રગતિ અને નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. સામાજિક પ્રતિષ્ઠા વધશે અને ખ્યાતિ પામશે. આત્મવિશ્વાસ સંતુલિત રહેશે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થઈ શકશે.

Disclaimer - વાચક મિત્રો, આ સમાચાર વાંચવા બદલ આભાર. આ સામાન્ય માહિતી માટે છે, ગુજરાત સમાચાર તેની પુષ્ટિ કરતું નથી.