Get The App

સાપ્તાહિક રાશિફળ : આપનું નવું સપ્તાહ કેવું રહેશે? જાણો તમારું ભવિષ્ય

Updated: Jun 9th, 2025

GS TEAM

Google News
Google News
સાપ્તાહિક રાશિફળ : આપનું નવું સપ્તાહ કેવું રહેશે? જાણો તમારું ભવિષ્ય 1 - image

Weekly Horoscope : જૂન મહિનાના બીજા સપ્તાહ એટલે કે, 9 જૂનથી 6 જૂન, 2025 દરમિયાન આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના મતે, તમામ રાશિના જાતકોને નવા સપ્તાહ દરમિયાન કેવા લાભ થશે અને કઈ તકેદારી રાખવાની જરૂર છે, તે જાણવા માટે ચાલો નજર કરીએ આ સપ્તાહના સાપ્તાહિક રાશિફળ પર...

મેષ (અ, લ, ઇ) : વાર્તાલાપમાં સમય વધુ  પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે પણ તેમાં થોડું ધ્યાન આપવું જરૂરી છે. નવું જાણવાની વૃત્તિ વધુ  જોવા મળે તેવું પણ જણાય છે. આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે.

વૃષભ (બ, વ, ઉ) : આ સપ્તાહમાં તમે તમારા મિત્રો અને પરિચિતો સાથે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે. નવા મિત્રો બને, જેનાથી લાભ થવાના યોગ. તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. ખટપટ કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. ખોટા ખર્ચ પર અંકુશ રાખવો.

મિથુન (ક, છ, ધ) : તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે. પરિવાર સાથે કંઈક નવું આયોજન થાય તેવું બની શકે. તમને લાભ થાય તેવું, કંઈક નવું જાણવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે. નવા પરિચય થઈ શકે.

કર્ક (ડ, હ) : વાર્તાલાપમાં ઉતાવળ ન કરવી, ચોકસાઈ રાખવી હિતાવહ છે, જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે. ગણતરી પૂર્વક વ્યવહાર કરવા.

સિંહ (મ, ટ) : લોકો સાથે મુલાકાત કરતી વખતે સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય. તેથી, ધીરજ રાખવી હિતાવહ છે. મિલકત સારી પણ રહે. તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે. ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે.

કન્યા (પ, ઠ ણ) : તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે. કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે. નવા કાર્યના વિચાર વધુ આવે, જેનો અમલ કરવાથી લાભના યોગ.

તુલા (ર, ત) : આત્મવિશ્વાસ સારો રહે જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે. વ્યવહારુ અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે. પ્રતિભા સારી રહે જેની સારી અસર કોઈ નવી ઓળખાણ પર થાય અને સારી યાદગીર ઉભી થાય.

વૃશ્ચિક (ન, ય) : કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત કરવામાં કાળજી રાખવી, મજાકવૃત્તિ ન કરવી, જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે. સપ્તાહના અંતે થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે. આરામ કરવાની વૃત્તિ રહે.

ધન (ભ, ફ, ધ, ઢ) : લોકોને મળવાની અને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે, જેમાં ધીરજની જરૂર કહી શકાય. કોઈની સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. શાંતિથી સમય પસાર કરવો.

મકર (ખ, જ) : તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે. તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને. કોઈ સામાજિક કાર્યમાં તન-મન-ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો. પસંદગીની ખરીદી પણ થઈ શકે. ઉત્સાહ સારો જળવાઈ રહે.

કુંભ (ગ, સ, શ) : કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત દરમિયાન ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. અંગતકાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને. યોગ્ય આયોજન હિતાવહ છે. થાકની અસર કામના અંતે વધુ દેખાય.

મીન (દ, ચ, ઝ, થ) : તમારા કાર્યમાં ઉત્સાહ સારો જોવા મળે તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે. અતિ ઉત્સાહમાં આવી ન જાવ તેનું પણ ધ્યાન રાખવું ઇચ્છનીય છે. આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે. ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય.