Get The App

શનિની સાડા સાતીમાંથી મળશે છૂટકારો, 2 રાશિના જાતકોને ફળશે શુભ રાજયોગ, સરળતાથી ધનલાભ થશે

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
શનિની સાડા સાતીમાંથી મળશે છૂટકારો, 2 રાશિના જાતકોને ફળશે શુભ રાજયોગ, સરળતાથી ધનલાભ થશે 1 - image


Shani sada Sati: વર્ષ 2026માં બે રાશિના જાતકો પર શનિની સાડા સાતીનો પ્રકોપ રહેવાનો છે. આ સમયે સિંહ અને ધન રાશિ શનિના પડછાયામાં છે. જો કે એક શુભ સંયોગ આ બંને રાશિ પર સાડા સાતીનો પ્રભાવ ઓછો કરશે. શનિ દેવ સ્વરાશિ મકરમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર સાથે આવીને બેઠા છે. આ રાશિમાં ચાર ગ્રહોની હાજરીથી પાંચ શુભ રાજયોગ બની રહ્યા છે. 

સૂર્ય બુધથી બુધાદિત્ય, શુક્ર બુધથી લક્ષ્મી નારાયણ અને સૂર્ય શુક્રથી શુક્રાદિત્ય રાજયોગ બની રહ્યો છે. આ ઉપરાંત આ રાશિમાં રૂચક રાજયોગ અને મંગલાદિત્ય રાજયોગનું પણ નિર્માણ થયું છે. આ સંયોગે સિંહ અને ધન રાશિના જાતકો પર શનિની સાડા સાતીની અસર ઓછી કરી દીધી છે. 

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને આવનાર કેટલાક દિવસ માટે શનિની સાડા સાતીના પ્રભાવમાં રાહત મળી શકે છે. સિંહ રાશિમાં ધન લાભના યોગ બની રહ્યા છે. ઘરમાં આવકના સ્ત્રોત વધશે. નવા કામમાં સફળતા મળશે. તમારી પ્રગતિ થતાં પરિવારનું વાતાવરણ ખુશહાલ રહેશે. રોકાયેલા કામ પરિપૂર્ણ થશે. ઠપ પડેલી દુકાન કે ફેક્ટરી ફરી લાભ આપે તેવી સ્થિતિનું નિર્માણ થશે. પરિવારની જૂની કોઈ મોટી સમસ્યાનું નિરાકરણ આવશે. આરોગ્યમાં કોઈ તકલીફ નહીં પડે, માતા પિતાની તબિયત પણ સારી રહેશે. ધાર્મિક સ્થળની યાત્રાના યોગ બનશે તેમજ પાર્ટનર સાથે સંબંધ વધુ મજબૂત બનશે. જે લોકો એકલવાયું જીવન જીવી રહ્યા છે તેમના જીવનમાં ખાસ માણસની એન્ટ્રી થયા તેવા સંકેત છે. 

ધન રાશિ

પાંચ શુભ યોગથી ધન રાશિના જાતકો પર શનિની સાડા સાતી નબળી પડશે. નોકરી-ધંધામાં આવી રહેલા વિધ્ન દૂર થશે તેમજ સ્થિતિમાં સતત સુધારો આવશે. સરળતાથી ધનલાભ થશે. વ્યર્થ ચિંતાઓ દૂર થશે તેમજ કોઈ મહેમાનનું આગમન થશે. એવા વ્યક્તિના સંપર્કમાં આવી શકો જે તમારી સફળતામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે. આ સાથે પૈસાથી જોડાયેલી તકલીફો દૂર થશે. જોખમ ઉઠાવશે તેમનો સારો સમય આવશે. જે લોકો નોકરી અને ધંધાનું વિચારી રહ્યા છે તેમની માટે શ્રી ગણેશ કરવા સારી તક છે. જેમાં સફળતા મળવાની સંભાવના વધુ છે. 

શું ઉપાય કરી શકાય?

જો રાજયોગનું નિર્માણ છતાં પણ કોઈ જાતકોને શનિની સાડા સાતીથી પરેશાની થઈ રહી છે તો કેટલાક વિશેષ ઉપાય મદદગાર થશે. મંગળવારે હનુમાનજીની તેમજ શનિવારે શનિ દેવની પૂજા અર્ચનાથી લાભ મળશે. શનિ મંત્રોનો જાપ કરો, શનિવારે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો, ગરીબો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને કાળા તલ, સરસવનું તેલ, ઘી, ગોળ અને ગરમ વસ્ત્રોનું દાન કરો