Get The App

વિજય એકાદશીએ દુર્લભ સંયોગ, કુંભ રાશિમાં સૂર્યનું ગોચર થતાં 5 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
વિજય એકાદશીએ દુર્લભ સંયોગ, કુંભ રાશિમાં સૂર્યનું ગોચર થતાં 5 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે 1 - image

Sun Transit in Aquarius 2026: શુક્રવાર 13 ફેબ્રુઆરીની સવારે 4 વાગ્યાને 8 મિનિટ પર સૂર્ય દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે વિજયા એકાદશીનું વ્રત પણ રાખવામાં આવશે. ખાસ વાત એ છે કે સૂર્ય પુત્ર શનિ પણ કુંભ રાશિમાં ગોચર કરશે. જ્યાં પહેલાથી રાહુ, બુધ અને શુક્ર હાજર છે. વૈદિક જ્યોતિષ અનુસાર આ દિવસે ચાર ગ્રહોની યુતિ બની રહી છે. સૂર્યના એક રાશિથી બીજા રાશિમાં જવાની પ્રક્રિયાને સંક્રાંતિ કહેવાય છે. એટલા માટે કુંભ સંક્રાતિ પણ કહેવાશે. વિજયા અગિયારસ અને કુંભ સંક્રાતિનો આ દુર્લભ સંયોગ પાંચ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે. ત્યારે જાણો કઈ રાશિને તેનો શું લાભ મળશે.

વૃષભ રાશિ

સૂર્ય આ રાશિમાં દસમા ભાવમાં ગોચર કરશે જે કરિયર અને પ્રતિષ્ઠાનું સ્થાન છે. આ દરમિયાન વૃષભ રાશિના જાતકોના દરેક કામ સરળતાથી પાર પડશે. રોકાયેલા કામોની પણ પતાવટ થશે. તણાવ ઓછો થશે અને નવી ઉર્જાનો સંચાર થશે. લગ્નની ઈચ્છા રાખનારા લોકો માટે સૌથી અનુકૂળ સમય ઊભો થશે. પિતા, ગુરુ અને વરિષ્ઠ લોકોથી સહયોગ મળશે. લગ્ન જીવનમાં મીઠાશ વધશે અને લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે. 

કર્ક રાશિ

સૂર્ય અહીં આઠમા ભાવથી પ્રવેશ કરશે. અટકેલાં કામ આગળ વધશે. નોકરીમાં જો પરેશાનીનો સામનો કરવો પડતો હોય તો તે દૂર થશે. વેપાર ધંધો શરૂ કરવાનો વિચાર હોય તો તેમાં મોટો લાભ મળી શકે છે. જીવનસાથી સાથે સંબંધો મજબૂત બનશે પરિવારનો માહોલ પ્રસન્ન રહેશે, માતા-પિતાનો દરેક કામમાં સાથ સહકાર મળશે. કોઈ સભ્યની આરોગ્યની ચિંતા હશે તે ઓછી થશે. 

સિંહ રાશિ

સૂર્ય આ રાશિનો સ્વામી કહેવાય છે. તે સાતમા ભાવથી ગોચર કરશે જેથી આત્મવિશ્વાસમાં સારો એવો વધારો થશે. નવી સિદ્ધિઓ હાંસલ થશે. આર્થિક લાભના નવા અવસર ઊભા થશે. રોકાયેલા પૈસા પરત મળશે. ભાગીદારીમાં કોઈ કામ આગળ ધપાવશો તેમાં સફળતાના પૂરેપૂરા સંકેત.

વૃશ્ચિક રાશિ

સૂર્ય આ રાશિમાં પાંચમા ભાવથી ગોચર કરશે. માટે કરિયર અને સામાજિક જીવન પર સારો પ્રભાવ પડશે. માન પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારી બોલવાની કળા પ્રભાવશાળી રહેશે. તેમજ અધૂરા મૂકેલા કામ પૂરા થશે. નોકરી શોધી રહ્યા હોય તો સારા સમાચાર મળી શકે. પરીક્ષામાં પણ સકારાત્મક પરિણામ મળશે. 

આ પણ વાંચો: મીન રાશિમાં 2035 સુધી બિરાજશે વરુણ ગ્રહ! 4 રાશિના જાતકો પર ધનવર્ષા નક્કી!

ધન રાશિ

સૂર્ય આ રાશિમાં ચોથા ભાવથી પ્રવેશ કરશે. કરિયરમાં ઉન્નતિના યોગ બનશે. બેરોજગાર લોકોને મનપસંદ નોકરી મળશે. જો તમે કોઈ પરીક્ષા આપી ચૂક્યા છો તો તેમાં સારું પરિણામ આવી શકે. આ સમય તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે અનુકૂળ સમય રહેશે. મહેનત કરવા પર સફળતા જરૂર મળશે.