Ketu Nakshatra Parivartan 2026: વૈદિક જ્યોતિષમાં ગ્રહોના નક્ષત્ર પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે જ્યારે પણ કોઈ ગ્રહ નક્ષત્ર ગોચર કરે છે ત્યારે તેની અસર દરેકના જીવન પર પડે છે. 29 માર્ચ 2026ના રોજ પાપી ગ્રહ ગણાતા કેતુનું નક્ષત્ર પરિવર્તન થવા જઈ રહ્યું છે. આ દિવસે કેતુ પોતાના જ નક્ષત્ર 'મઘા' માં પ્રવેશ કરશે. આ નક્ષત્રમાં કેતુનું ગોચર કેટલીક રાશિના જાતકોના જીવન પર ખૂબ જ હકારાત્મક પ્રભાવ પાડશે. ત્યારે જાણીએ કે કયા રાશિના જાતકો નસીબદાર છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે કેતુનું ગોચર ખૂબ જ સકારાત્મક દેખાઈ રહ્યું છે. કરિયરમાં નવી સંભાવનાઓ બનશે. વેપાર-ધંધામાં અચાનક મોટો ધન લાભ થવાના સંકેતો મળી રહ્યા છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે. રોકાણથી સારો નફો મેળવવામાં તમે સફળ રહેશો. તમારો આત્મવિશ્વાસ વધશે અને મહત્વપૂર્ણ નિર્ણયો તમારા પક્ષમાં આવશે. આ સમય દરમિયાન કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત સંભવ છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે કેતુનું આ ગોચર આર્થિક દૃષ્ટિએ શુભ સાબિત થવાનું છે. નોકરીમાં પ્રગતિ મળવાના યોગ બની રહ્યા છે. વેપારમાં નફો વધશે અને જૂના રોકાણથી પણ તમે સારું વળતર મેળવી શકશો. પરિવારમાં ખુશીનું વાતાવરણ જળવાઈ રહેશે. ભાગ્ય દરેક કામમાં સાથ આપશે. નવી નોકરી મળવાની પણ પૂરેપૂરી શક્યતા છે. જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું સંભવ થઈ શકે છે.
આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: 23થી 29 માર્ચ 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે પણ કેતુનું નક્ષત્ર ગોચર લાભદાયી દેખાઈ રહ્યું છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. કરિયરમાં નવી સિદ્ધિઓ મળવાની પ્રબળ શક્યતા છે. આધ્યાત્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે. કામકાજના અર્થે વિદેશ યાત્રા થઈ શકે છે. બિઝનેસ કરનારા લોકોની કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. નોકરીમાં તમારું પ્રદર્શન ઘણું સારું રહેશે અને કાર્ય સ્થળેનવી જવાબદારીઓ મળશે. રોકાણથી મોટો લાભ થવાની પ્રબળ સંભાવનાઓ છે.


