Ashubh Trigrahi Yog 2026: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જ્યારે રાહુ કોઈ અન્ય ગ્રહ સાથે યુતિ કરે છે ત્યારે તેનો પ્રભાવ મોટાભાગે પડકારરૂપ અને અશુભ માનવામાં આવે છે. હાલમાં કુંભ રાશિમાં રાહુની સાથે મંગળ અને બુધ પણ હાજર છે, જેનાથી એક ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ ગ્રહોની યુતિ 11 એપ્રિલ 2026 સુધી બની રહેશે. જ્યોતિષવિદોના મતે આ સ્થિતિ કેટલાક લોકો માટે મૂંઝવણ, તણાવ અને ઉતાવળમાં નિર્ણય લેવા જેવી પરિસ્થિતિઓ ઊભી કરી શકે છે.
વૈદિક જ્યોતિષમાં રાહુને મૂંઝવણ અને અનિશ્ચિતતા જોડીને જોવામાં આવે છે, જ્યારે મંગળ ઊર્જા અને આવેગનો પ્રતીક છે. બુધ બુદ્ધિ અને નિર્ણય ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે આ ત્રણેય ગ્રહો એક સાથે આવે છે, ત્યારે ઘણીવાર વ્યક્તિના નિર્ણયો પ્રભાવિત થઈ શકે છે. તેથી સમજી-વિચારીને પગલાં લેવાનું મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ સમયગાળા દરમિયાન કેટલીક રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર પડી શકે છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ સમય થોડો તણાવપૂર્ણ હોઈ શકે છે. કામમાં અવરોધ આવવાની શક્યતા છે. ઘણી વાર બનતા કામ પણ અચાનક અટકી શકે છે. ઑફિસ અથવા વ્યવસાયિક મામલે ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો નુકસાન આપી શકે છે. આર્થિક મામલે પણ સાવધાન રહેવું જરૂરી છે, કારણ કે ખર્ચ વધવાની સંભાવના છે. પરિવારમાં નાની-નાની બાબતો પર દલીલો અથવા તણાવ થઈ શકે છે, જેનાથી મન બેચેન રહી શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન ધીરજ રાખવાની જરૂર પડશે.સખત મહેનત છતાં અપેક્ષિત પરિણામો મળવામાં વિલંબ થઈ શકે છે. ખર્ચમાં વધારો થવાથી આર્થિક સંતુલનને અસર થઈ શકે છે. રોકાણો અથવા પાર્ટનરશિપ સાથે સબંધિત મામલે ઉતાવળ કરવાનું ટાળવું શ્રેષ્ઠ રહેશે. કાર્યસ્થળ પર સહકર્મચારીઓ સાથે ગેરસમજ થઈ શકે છે, તેથી તમારી વાતચીતમાં સાવચેતી રાખવું જરૂરી છે. માનસિક દબાણના કારણે ઉદાસી અથવા ચિંતા વધી શકે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આ સમય પડકારો લઈને આવી શકે છે. પ્લાન બનાવ્યા બાદ પણ કામ સમયસર પૂર્ણ ન થવાની શક્યતા છે. કાર્યસ્થળ પર ટીકા અથવા વિરોધનો સામનો કરવો પડી શકે છે. આર્થિક મામલે સાવધાની રાખવી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાન અપાવી શકે છે. ઘરના માહોલમાં પણ થોડી તણાવપૂર્ણ સ્થિતિ બની શકે છે અને જવાબદારીઓનું દબાણ વધી શકે છે. આવા સમય દરમિયાન સંયમ અને સકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખવાથી ફાયદો થશે.


