Get The App

30 વર્ષ બાદ બનશે અર્ધકેન્દ્ર યોગ, મકર-મીન સહિત 3 રાશિના જાતકો માટે 28 જાન્યુઆરી ગોલ્ડન ટાઈમ

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
30 વર્ષ બાદ બનશે અર્ધકેન્દ્ર યોગ, મકર-મીન સહિત 3 રાશિના જાતકો માટે 28 જાન્યુઆરી ગોલ્ડન ટાઈમ 1 - image


AI Image

Ardha Kendra Yog 2026: દ્રિક પંચાંગ અનુસાર 30 વર્ષ પછી શનિ-શુક્ર મળીને એક દુર્લભ સંયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જે અનેક રાશિને માન સન્માન અને પ્રગતિ અપાવી શકે છે. 28 જાન્યુઆરી, 2026ના રોજ શનિ-શુક્ર એકબાજાની 45 ડિગ્રીએ હશે. જેનાથી અર્ધકેન્દ્ર યોગનું નિર્માણ થશે. વૈદિક જ્યોતિષમાં શનિને અતિશય શક્તિશાળી ગ્રહમાંથી એક માનવામાં આવી છે. જ્યોતિષવિદ્દ અનુસાર, આ વિશ્લેષણ ચંદ્રરાશિના આધારે કરવામાં આવી રહ્યું છે. 

જ્યોતિષ શાસ્ત્રમાં અર્ધકેન્દ્ર યોગને ખૂબ જ શક્તિશાળી અને શુભ માનવામાં આવે છે અને કોઈપણ વ્યક્તિની કુંડળીમાં તેનું નિર્માણ સારા સમયની શરૂઆત દર્શાવે છે. તો ચાલો જાણીએ કે 28 જાન્યુઆરીએ બનનારા અર્ધકેન્દ્ર યોગથી કઈ રાશિના લોકોને ફાયદો થશે.

વૃષભ રાશિ

અર્ધકેન્દ્ર રાજયોગ બનવાથી વૃષભ રાશિની ગોચર કુંડળીમાં શુક્ર નવમા સ્થાને અને શનિના ત્રીજા સ્થાને રહેશે. જેનાથી આર્થિક સ્થિતિ સારી થશે અને આ રાશિના જાતકોને પ્રશંસા મળશે. તેમજ સુખ સમૃદ્ધિના પ્રાપ્તિના યોગ છે. તમારી કોઈ મોટી ઈચ્છા પૂરી થઈ શકે છે. ધંધામાં કોઈ શુભ અવસર મળી શકે છે. તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ રાખશો અને તેથી તમે ઘણી ધાર્મિક યાત્રાઓ કરી શકો છો.

આ પણ વાંચો: મેષ-સિંહ સહિત આ 3 રાશિના જાતકો માટે ખુલશે 'કુબેરના ભંડાર'! શનિની પ્રિય રાશિમાં 5 ગ્રહોની યુતિ

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે અર્ધકેન્દ્ર યોગ ખુબ ફાયદાકરક સાબિત થશે. કાર્યકુશળતાથી લઈને શત્રુઓને માત આપવામાં સફળતા મળશે. જમીનને લઈને કેટલાક લાભ થઈ શકે છે. પાર્ટનર અને પરિવારની સાથે સારો સમય પસાર થાય.

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે સારો સમય શરૂ થશે. આર્થિક સ્થિતિ મજબૂત અને સફળતામાં નવી ઊંચાઈ મળવાની શક્યાત છે. મુસાફરીનો યોગ બને છે. તમારી કેટલીક ઈચ્છા પૂરી થઈ શકે છે. શનિદેવની કૃપાથી સ્વાસ્થ્ય સારુ રહેશે.