Get The App

કુંભ (ગ.શ.સ.ષ) : શનિની સાડાસાતી પનોતીનો છેલ્લો તબક્કો ચાંદીના પાયે પસાર થઈ રહ્યો છે જે આપના માટે લાભદાયી રહેશે...

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
કુંભ (ગ.શ.સ.ષ) : શનિની સાડાસાતી પનોતીનો છેલ્લો તબક્કો ચાંદીના પાયે પસાર થઈ રહ્યો છે જે આપના માટે લાભદાયી રહેશે... 1 - image

- શનિનું પરિભ્રમણ આપને લાભ-ફાયદો કરાવડાવે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવકમાં વધારો જણાય 

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે સાનુકુળ રહે. વર્ષ દરમ્યાન શનિની સાડાસાતી પનોતીનો છેલ્લો તબક્કો ચાંદીના પાયે પસાર થઈ રહ્યો છે જે આપના માટે લાભદાયી રહેશે. ગુરૂનું પરિભ્રમણ આપના માટે મધ્યમ રહેશે. રાહુ આપની પોતાની રાશિમાંથી પસાર થઈ રહ્યો છે. જે આપને માનસિક પરિતાપ રખાવડાવશે.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ આપના માટે સારું રહે. શનિની પનોતી આપના આરોગ્યમાં સુધારો કરે. જુની બીમારીમાં, વારસાગત બીમારીમાં આપના સ્વાસ્થ્યમાં સુધારો થાય.

તા. ૫ ડીસેમ્બરથી તા. ૧ જૂન સુધી ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકુળ રહે છે. આ સમય દરમ્યાન વજનમાં વધારો જણાય.

પરંતુ વર્ષના પ્રારંભથી તા. ૫ ડીસેમ્બર તેમજ તા. ૧ જુનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ મધ્યમ રહે છે. બીમારી સ્થાનમાંથી ગુરૂ પસાર થતો હોવાથી આપે સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે. સીઝનલ-વાયરલ બીમારીના ચક્કરમાં આવી જાવ. જૂની બીમારીના ચક્કરમાં આવી જાવ. જૂની બીમારી ઉથલો મારતા આપની મુશ્કેલી વધે. ડાયાબીટીસ, બી.પી. કોલેસ્ટ્રોલના દર્દીઓએ ધ્યાન રાખવું પડે. આંખો, મોં, દાંત, ગળાની, ગરદન-ખભાની તકલીફ જણાય.

તા. ૧૫ મે થી તા. ૧૫ જૂન દરમ્યાન પેટ- (પેઢુની) તકલીફ જણાય. બહારનું ખાવા-પીવામાં આપે ધ્યાન રાખવું પડે. તા. ૨૦ જૂન થી તા.૨ ઓગસ્ટ દરમ્યાન આપને છાતીમાં-પીઠમાં, ખભામાં દર્દ-પીડા રહે. વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ આપને માનસિક વ્યગ્રતા-બેચેની રખાવડાવે. નકારાત્મક વિચારો આવ્યા કરે.

આર્થિક સુખ-સંપત્તિ

આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ આપના માટે મધ્યમ રહેશે. ગુરૂનું પરિભ્રમણ મધ્યમ છે. વ્યયેશ શનિ ધન ભુવાનમાંથી પસાર થઈ રહ્યો છે તેથી નાંણાકીય આયોજન વ્યવસ્થિત રીતે કરવું. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને આપને ખર્ચ જણાય. ઘર-પરિવાર, સંબંધીઓમાં ઉધારમાં નાંણા આપવામાં આપે ધ્યાન રાખવું પડે. કોઈના જામીન બનવામાં આપે સાવધાની રાખવી પડે. તેમ છતાં શનિનું પરિભ્રમણ આપના માટે સાનુકુળ છે તેથી આપે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવક ચાલુ રહેવાથી આપને આનંદ રહે. તે સિવાય જૂની ઊઘરાણીમાં નાંણા ફસાઈ ગયા હોય તો તે પણ ધીરે-ધીરે છૂટા થવાથી આપને રાહત રહે. સંયુક્ત માલ-મિલકત-ધંધાના પ્રશ્ને કોર્ટ-કચેરીનું કામ હોય તો તેમાં સરળતા જણાય કે તે બાબતે પહેલાં કોઈ કોર્ટ કેસ થયો હોય તો તેમાં સમાધાનના યોગ ઉભા થાય. બન્નેપક્ષનું સમાધાનકારી વલણ કેસમાં મદદરૂપ થાય.

વર્ષના પ્રારંભથી માગશર વદ એકમ સુધી તેમજ તા. ૧ જૂન થી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપને આકસ્મિક ખર્ચ-ખરીદી રખાવે. તે સિવાય મોસાળપક્ષ-સાસરીપક્ષના કામકાજ અંગે ખર્ચ જણાય. આપના સ્વાસ્થ્ય બાબતે પણ આપે ખર્ચ કરવો પડે.

તા. ૧૪ જાન્યુઆરીથી તા. ૨૩ ફેબુ્રઆરી દરમ્યાન આપને રાજકીય-સરકારી કામકાજ અંગે, ખાતાકીય કામ અંગે, કોર્ટ-કચેરીના કામ અંગે ખર્ચ જણાય. અડોશ-પડોશ, સહકાર્યકરવર્ગ, નોકર-ચાકરવર્ગ માટે ખર્ચ-ખરીદી કરવી પડે. માગશર વદ એકમથી અધિક જેઠ વદ એકમ દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે સારું રહે. આકસ્મિક લાભ-ફાયદો થાય. આવકમાં વધારો જણાય. 

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

વિક્રમ સંવત ૨૦૮૨નું આ વર્ષ નોકરીમાં મધ્યમ રહે. વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ આપના માટે લાભદાયી રહે. આપના કામ થતાં જાય. સગા-સંબંધીને ત્યાં નોકરી કરતા હોય તો તેમનો સહકાર મળી રહે. ગુરૂનું પરિભ્રમણ આપના માટે ઉતાર-ચઢાવનું રહેશે. વર્ષના પ્રારંભથી તા. ૫ ડીસેમ્બર તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપને થોડી ચિંતા રખાવડાવે. નોકરીમાં આપની પ્રગતિની, આપના કામની ઈર્ષ્યા કરનાર વર્ગ આપને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરે. ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર વર્ગ સાથે વાદ-વિવાદ, ગેરસમજ- મન દુ:ખ થવાથી તે આપને પરેશાન કરવાના પ્રયાસ કરે. પરંતુ તા. ૫ ડીસેમ્બરથી તા. ૧ જૂન સુધી ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકુળ રહે છે. તેથી આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામ ઉકેલાતાં જાય. આપની બુદ્ધિ-મહેનત-અનુભવ આવડતના આધારે કામનો ઉકેલ લાવી શકો. આપની પ્રગતિ થાય. આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. ઉપરીવર્ગ આપના કાર્યથી ખુશ થાય. આપના કામની કદર-પ્રશંસા કરે. કુટુંબ-પરિવારનો સાથ સહકાર મળી રહે.

વર્ષ દરમ્યાન રાહુનુ પરિભ્રમણ આપને વિચારોની દ્વિધા-અસમંજસતા રખાવે. મહત્ત્વના નિર્ણય લેવામાં આપને-નિર્ણય લેતા પહેલાં વિચાર-વિમર્શ કરી લેવા. તા. ૧૫ જાન્યુઆરીથી તા. ૨૩ ફેબુ્રઆરી દરમ્યાન નોકરીમાં આપને કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. આપ કોઈ કાનુની કાર્યવાહીમાં ફસાઈ ન જાવ તેની તકેદારી રાખવી પડે. નાંણાકીય જવાબદારીનું કાર્ય સંભાળનારે આ સમય દરમ્યાન હિસાબમાં ભૂલ ના થાય તે જોવું. તે સિવાય ઘરના રૂપિયા જોડવાનો વારો ના આવે તેનું ધ્યાન રાખવું.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

ધંધાકીય દ્રષ્ટિએ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે સારું રહે. વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ આપને લાભ-ફાયદો કરાવડાવે ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવકમાં વધારો જણાય. કુટુંબ-પરિવાર આપને મદદરૂપ બની રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ આપને મદદરૂપ થાય. જો કે ગુરૂનું પરિભ્રમણ આપના માટે આરોહ-અવરોહવાળું રહે. ક્યારેક સાનુકુળતા રખાવે તો ક્યારેક પ્રતિકુળતા રખાવે.

વર્ષના પ્રારંભથી માગશર વદ એકમ તા. ૫ ડીસેમ્બર તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે મધ્યમ રહે. કામકાજમાં પ્રતિકુળતા રખાવે. સરળતાથી કામનો ઉકેલ આવે નહીં. ધંધામાં આપના હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ આપને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરે. આપના ગ્રાહકવર્ગને તોડીને આપને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કરે.

પરંતુ તા. ૫ ડીસેમ્બરથી તા. ૧ જૂન સુધીનો સમય ગુરૂ આપના માટે સાનુકુળ રહે છે તેથી કામમાં આકસ્મિક સરળતા મળી રહે. આપના કાર્યનો ઝડપથી ઉકેલ આવતા આપને લાભ-ફાયદો જણાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. નવા ગ્રાહક બનતા જાય. આવકમાં વધારો જણાય. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે નવો કોઈ ઓર્ડર મળી રહે. ધંધાને વધારવાનું વિચારતા હોય, નવી શાખા ખોલવાનું વિચારતાં હોય તો તેમાં  પ્રગતિ જણાય. પરંતુ વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ આપને માનસિક વ્યગ્રતા-બેચેની રખાવડાવશે. નવા નિર્ણયો લેવામાં થોડી મુશ્કેલી જણાય. તા. ૧૫ જાન્યુઆરીથી તા. ૨૩ ફેબુ્રઆરી દરમ્યાન સરકારી-ખાતાકીય કાર્યવાહીમાં ફસાઈ ન જાવ તેનું ધ્યાન રાખવું પડે. નાંણાકીય લેવડ-દેવડમાં આપે સાવધાની રાખવી પડે. કાનુની કાર્યવાહી ચાલતી હોય તો તેમાં મુશ્કેલી અનુભવાય.

સ્ત્રીવર્ગ

સ્ત્રીવર્ગ માટે સંવત ૨૦૮૨નું વર્ષ મધ્યમ રહે. શનિનું પરિભ્રમણ વર્ષ દરમ્યાન આપના માટે સરળતાવાળું રહે. કૌટુંબિક-પારિવારીક કામ, સામાજિક-વ્યવહારિક કામ થતાં જાય. કુટુંબ-પરિવાર આપને મદદરૂપ બની રહે. ધંધામાં આપને આવક જણાય. નોકરીમાં આપના કામ થતાં જાય. માગશર વદ એકમથી અધિક જેઠવદ એકમ દરમ્યાન ગુરૂની સાનુકુળતા આપને મદદરૂપ રહે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછા થતાં જાય. સંતાનના વિવાહ-લગ્નનો પ્રશ્ન ઉકેલાય. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે. પરંતુ વર્ષના પ્રારંભથી તા. ૫ ડીસેમ્બર અને તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમિયાન ગુરૂનું પરિભ્રમણ મધ્યમ રહેશે. નોકર-ચાકરવર્ગની તકલીફના લીધે કામકાજમાં વિલંબ જણાય. ભાઈભાંડુવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું પડે. સાસરીપક્ષ-મોસાળપક્ષે ચિંતા-ખર્ચનું આવરણ આવી જાય. ઘર-પરિવાર, નોકરી-વ્યવસાયના કામ વચ્ચે સંતુલન સાધવામાં મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચના લીધે આપનું નાંણાકીય આયોજન ખોરવાય.

વિદ્યાર્થીવર્ગ

વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે ઉતાર-ચઢાવનું રહે. વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ આપને માનસિક પરિતાપ-વ્યગ્રતા રખાવે. પરીક્ષા સાથે હતાશ-નિરાશ થઈ જાવ કે ગભરાઈ જાવ તેના લીધે મહેનતના પ્રમાણમાં રજૂઆત કરી શકો નહીં. થોડા ગુણ ઓછા આવવાને લીધે આપને ઉચાટ-ઉદ્વેગ રહે. પરંતુ તા. ૫ ડીસેમ્બરથી તા. ૧ જૂન દરમ્યાન ગુરૂ આપના માટે સાનુકુળ રહેતાં અભ્યાસમાં આપને સરળતા જણાય. આયોજન મુજબ અભ્યાસ કરી આગળ વધી શકો. ઉચ્ચ અભ્યાસાર્થે પરદેશ જવાની કાર્યવાહી કરી હોય કે વિચારતાં હોવ તો તેમાં પ્રગતિ જણાય. સાનુકુળતા મળી રહે. મિત્રવર્ગનો સાથ-સહકાર રહે. પરંતુ વર્ષના પ્રારંભથી ૫ ડીસે. અને તા. ૧ જૂન થી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન આપને અભ્યાસમાં રૂકાવટ જણાય. કોઈને કોઈ કારણસર આયોજન મુજબ અભ્યાસ કરી શકો નહીં. પરીક્ષા સમયે સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. જો કે વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ આપને મદદરૂપ થશે.

ઉપસંહાર

ટૂંકમાં વિક્રમ સંવત ૨૦૮૨ના વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ આપના માટે સાનુકુળવાળું રહેશે. રાહુ આપના માટે સરળ રહે પરંતુ માનસિક ચિંતા-ઉચાટ આપે. ગુરૂનું પરિભ્રમણ વર્ષ દરમ્યાન સાનુકુળ-પ્રતિકુળ રહે છે તેથી ક્યારેક કામમાં સરળતા જણાય. કામ ઝડપથી ઉકેલાતાં જાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની દૂર થતાં જાય. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય તો ક્યારેક આપને કામમાં કારણ વગરની વ્યસ્તતા રહે. આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં, અન્ય સહકર્મીના કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો જણાય. ખર્ચ જણાય. હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગ આપને હેરાન કરવાના પ્રયાસો કર્યા કરે. આપે વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે.

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક-પરિવારીક દ્રષ્ટિએ આપનું વર્ષ સારું રહે. કુટુંબ-પરિવારનો આપને સાથ-સહકાર મળી રહે. પરિવારમાં આનંદમાં ઊમેરો થાય તેવો પ્રસંગ આવે. ખર્ચ જણાય. તા. ૫ ડીસેમ્બર થી તા. ૧ જૂન દરમ્યાન સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય. તેના અભ્યાસ-કારકીર્દીના પ્રશ્નોનું નિરાકરણ આવે. તેને વધુ અભ્યાસાર્થે પરદેશ મોકલવાનું આયોજન કરી રહ્યા હોય તો તેમાં સાનુકુળતા મળી રહે. પુખ્ત વયના સંતાન આપના કાર્યમાં મદદરૂપ થવાના પ્રયાસ કરે. નવદંપતીને, જેમને સંતાન ન હોય તેમને સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય. પરંતુ વર્ષના પ્રારંભથી તા. ૫ ડીસે. તેમજ તા. ૧ જૂન થી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન આપને કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-દોડધામ-ખર્ચ જણાય. સાસરીપક્ષ-મોસાળપક્ષના કામ અંગે વ્યસ્તતા-દોડધામ રહે.