અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2019, મંગળવાર
સંસારમાં દરેક વ્યક્તિ ધનવાન બનવા ઈચ્છે છે. ધન કમાવા માટે વ્યક્તિ દરેક પ્રયત્ન કરે છે. દિવસ રાતની મહેનત છતા કેટલાક લોકોને ધન પ્રાપ્ત કરવામાં સફળતા મળતી નથી. ધનવાન બનવું સરળ કામ નથી. ધનવાન બનવા માટે મહેનત કરવા ઉપરાંત ભાગ્યનો સાથ મળે તે પણ જરૂરી છે. ધનપ્રાપ્તિના યોગ દરેક વ્યક્તિના ભાગ્યમાં હોય તેવું જરૂરી નથી પરંતુ કેટલાક ટોટકા કરી અને ભાગ્યમાં ધનપ્રાપ્તિના યોગ સર્જી શકાય છે. આજે આવા જ ચમત્કારી અને સરળ જ્યોતિષ શાસ્ત્રના ઉપાયો વિશે જણાવામાં આવ્યું છે. આ ટોટકા કોઈપણ વ્યક્તિનું ભાગ્ય સુધારી શકે છે. આ ટોટકા કરી અને તમે તમારી આર્થિક સ્થિતીને સુધારી શકો છો. તમારા ઘરમાંથી પણ દરિદ્રતા દૂર થશે અને માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થશે.
નાળિયેર
દરેક પૂજામાં ઉપયોગમાં આવતું નાળિયેર તમારું ભાગ્ય બદલી શકે છે. તેના માટે એક નાળિયેરને લાલ વસ્ત્રમાં બાંધી અને શુભ મુહૂર્તમાં તિજોરી અથવા તો જે સ્થાન પર તમે ધન રાખતાં હોય ત્યાં રાખી દેવું. આ ટોટકાથી તમારી આર્થિક તંગી દૂર થઈ જશે.
કેસર
શુક્રવારનો દિવસ ધનની દેવી માતા લક્ષ્મીનો વાર છે. આ દિવસે એક પીળા વસ્ત્રમાં કેસર અને ચાંદી બાંધી તેને તિજોરીમાં રાખી દેવું. ઘરમાં ક્યારેય ધનની ખામી સર્જાશે નહીં. આ રીતે તમે તિજોરીમાં હળદરની ગાંઠ પણ રાખી શકો છો.
પીપળાનું પાન
ઘરમાં ધન સંબંધિત સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે પીપળાનું એક પાન તોડી અને તેના પર ઘી અને સિંદૂર લગાવી તેને તિજોરીમાં રાખી દેવું. પાંચ શનિવાર સુધી આ ઉપાય કરવો.


