Apara Ekdashi 2026: હિન્દુ ધર્મમાં દરેક એકાદશીનું પોતાનું વિશેષ મહત્ત્વ છે, પરંતુ જેઠ માસના કૃષ્ણ પક્ષમાં આવતી 'અપરા એકાદશી' અનંત પુણ્ય આપનારી માનવામાં આવે છે. જેને 'અચલા એકાદશી' તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ, આ દિવસે ભગવાન વિષ્ણુની સાચા મનથી પૂજા કરવાથી ભક્તોના જન્મોજન્મના પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિનો આવે છે.
અપાર પુણ્યની પ્રાપ્તિ અને પિતૃકૃપા
અપરા એકાદશીના નામ પ્રમાણે જ તે 'અપાર' ફળ આપે છે. જ્યોતિષશાસ્ત્ર અને પુરાણો અનુસાર, જે વ્યક્તિ આ વ્રત કરે છે તેને યશ, ધન અને માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, આ વ્રત કરવાથી પિતૃઓના આશીર્વાદ પણ મળે છે, જેનાથી પારિવારિક શાંતિ જળવાઈ રહે છે.
શ્રી હરિની કૃપાથી આ 3 રાશિઓનું નસીબ ચમકશે
જ્યોતિષીઓના મતે, 2026માં અપરા એકાદશી કેટલીક રાશિઓ માટે ગોલ્ડન ટાઈમ લઈને આવશે,
મેષ રાશિ: આ રાશિના જાતકોમાં આત્મવિશ્વાસમાં વધારો થશે. કરિયરમાં લાંબા સમયથી જે તકની રાહ જોવાતી હતી તે મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અને નવી જવાબદારી મળવાના યોગ છે.
વૃષભ રાશિ: આર્થિક દ્રષ્ટિએ આ સમય ઉત્તમ રહેશે. વેપારમાં રોકાયેલા નાણાં પરત મળશે અને અટકેલા કામો પૂરા થશે. ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી ધનલાભ થશે.
સિંહ રાશિ: સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમય શ્રેષ્ઠ છે. વેપારીઓ માટે આ ગાળો ખૂબ જ નફાકારક સાબિત થઈ શકે છે.
પૂજન વિધિ
- એકાદશીના એક દિવસ પૂર્વે એટલે કે દશમીથી જ સાત્વિક ભોજન લેવું. એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરી વ્રતનો સંકલ્પ લેવો.
- ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો, પીળા ફૂલ, તુલસીના પાન અને મોસમી ફળો અર્પણ કરવા.
- આખો દિવસ નિરાહાર અથવા ફળાહાર રહી ભગવાનના નામનું સ્મરણ કરવું. રાત્રે જાગરણ અને ભજન-કીર્તનનું વિશેષ ફળ મળે છે.
- બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિએ શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવા.


