અપરા એકાદશીએ બની રહ્યો છે શુભ યોગ, ધન અને સમૃદ્ધિ અપાવશે આ ઉપાય
Apara Ekadashi 2025: હિન્દુ ધર્મમાં જેઠ મહિનાની પહેલી અગિયારસને અપરા એકાદશી કહેવાય છે. અપરા એકદશીનું વ્રત રાખવું ખૂબ જ પૂણ્યદાયી માનવામાં આવે છે. આ અનેક પાપોથી મુક્તિ અપાવે છે. આ વર્ષે અપરા એકાદશી પર એવા શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જે અપાર ધન-સમૃદ્ધિ અપાવશે.
ક્યારે છે અપરા એકાદશી?
પંચાંગ અનુસાર, અપરા એકાદશીની તિથિ 22 મે રાત્રે 1:13થી શરૂ થશે અને 23 મે રાત્રે 11:30 પર સમાપ્ત થશે. વળી, અપરા એકાદશીનું વ્રતના પારણા 24 મે બારસના દિવસે કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ધનલાભ, પ્રમોશન અને વૈવાહિક સુખ: શનિદેવે 30 વર્ષે ચાલ બદલતા આ રાશિના જાતકોને થશે લાભ
અપરા એકાદશી પર શુભ યોગ અને પ્રીતિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે. સાથે જ બુધ પણ ગોચર કરીને વૃષભ રાશિમાં જઈ શકે છે. જેનાથી વૃષભ રાશિમાં બુધાદિત્ય રાજયોગ બનશે. આ તમામ યોગ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા અપાવશે અને ધન-સમૃદ્ધિ વધશે. આ સાથે જ અપરા એકાદશીના આ દિવસે શુક્રવાર હોવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવાની પણ ખાસ તક છે.
આ પણ વાંચોઃ મકર-મીન સહિત આ 6 રાશિના જાતકોને મળશે ધન, સન્માન અને પ્રમોશન, વૃષભમાં સૂર્યનું ગોચર
અપરા એકાદશી વ્રત અને પૂજા વિધિ
અપરા એકાદશીના એક દિવસ પહેલાં સાત્વિક ભોજન જ લેવું. અપરા એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરવું. ત્યારબાદ ભગાવન વિષ્ણુનું ધ્યાન કરીને વ્રતનો સંકલ્પ લેવો. પૂજા સ્થળને સાફ કરવું અને ગંગાજળનો છંટકાવ કરવો. લાકડીના પાટલા પર પીળું કપડું પાથરવું. ત્યારબાદ ચોકી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની તસવીર વિરાજમાન કરો અને ભગવાનનો અભિષેક કરો. વસ્ત્ર-આભૂષણ અને ફૂલોથી શ્રૃંગાર કરો. હળદર, ચંદન,અક્ષતથી તિલક કરો અને ધૂપ-દીપ કરો. મીઠાઈ-ફળનો ભોગ લગાવો. અપરા એકાદશી વ્રતની કથા વાંચો. આખરે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી કરો.