Angarak Yog 2026: 2026નો ફેબ્રુઆરી મહિનો જ્યોતિષીય દૃષ્ટિથી હલચલ ભર્યો રહેશે. આ દરમિયાન મંગળ ગ્રહ કુંભ રાશિમાં ગોચર કરશે, જ્યાં પહેલાથી જ રાહુ બિરાજમાન છે. મંગળ અને રાહુની આ યુતિને જ્યોતિષમાં અંગારક યોગ કહેવામાં આવે છે, જે અશુભ માનવામાં આવે છે. આ યોગ 2 એપ્રિલ, 2026ના રોજ મંગળ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યાં સુધી પ્રભાવી રહેશે. અંગારક યોગના પ્રભાવથી ફેબ્રુઆરી મહિનો કેટલીક રાશિઓ માટે મુશ્કેલીઓથી ભરેલો સાબિત થઈ શકે છે. આ દરમિયાન માનસિક તણાવ, આર્થિક નુકસાન, વિવાદો અને દુર્ઘટનાઓની આશંકા બની રહેશે. ચાલો જાણીએ કે આ સમય દરમિયાન કઈ પાંચ રાશિઓએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ સમય સાવધાની રાખવાનો સંકેત આપી રહ્યો છે. ઉતાવળ અથવા બેદરકારીના કારણે ઈજા અથવા દુર્ઘટના ઘટી શકે છે. પૈસા સબંધિત મામલે નુકસાન અથવા બિનજરૂરી ખર્ચ વધી શકે છે. ઘર-પરિવારમાં કોઈ બાબતને લઈને તણાવની સ્થિતિ બની શકે છે. તમારું મન અશાંત રહી શકે છે, તેથી નિર્ણય લેતી વખતે ધીરજ રાખવી જરૂરી છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, ખાસ કરીને પેટ અને લોહી સંબંધિત સમસ્યાઓને નજરઅંદાજ ન કરવી.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો તમારા સંતુલનની કસોટી કરી શકે છે. તમને અચાનક પૈસાની જરૂરિયાત અથવા આર્થિક દબાણનો અનુભવ થઈ શકે છે. ઑફિસમાં મતભેદ થવાની સંભાવના છે. પારિવારિક જીવનમાં પણ નાની-નાની બાબતો પણ મોટા વિવાદોનું રૂપ લઈ શકે છે. ઊંઘનો અભાવ અને માનસિક થાક તમને પરેશાન કરી શકે છે. વાહન ચલાવતી વખતે અને મશીનનો ઉપયોગ કરતી વખતે સતર્ક રહો.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે આ સમય પડકારોથી ભરેલો રહી શકે છે. કામમાં અવરોધો આવી શકે છે, જેનાથી દુઃખ થશે. રોકાણ અથવા ધન સબંધિત નિર્ણયો નુકસાન આપી શકે છે. પારિવારિક સબંધોમાં ખાસ કરીને તમારા જીવનસાથી સાથે તણાવ વધી શકે છે. તમે માનસિક દબાણ અનુભવી શકો છો. મુસાફરી કરતી વખતે સાવચેત રહો. ગુસ્સામાં કોઈપણ નિર્ણય લેવાનું ટાળો.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો ઉતાર-ચઢાવવાળો રહી શકે છે. ધન સબંધિત મુશ્કેલીઓ વધી શકે છે. અણધાર્યા ખર્ચા સામે આવી શકે છે. તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પણ સાવધ રહેવાની જરૂર છે. પારિવારિક અને સામાજિક જીવનમાં મતભેદો ઊભા થઈ શકે છે. તમે બેચેની અનુભવી શકો છો. મુસાફરી કરતી વખતે સાવધાની રાખો. તમારા વર્તનમાં સંયમ રાખો, ખાસ કરીને તમારા ગુસ્સા પર કાબુ રાખો.
આ પણ વાંચો: ભારતે ઓઇલ નહીં ખરીદવાની વાત કરી જ નથી... ટ્રમ્પના દાવા અંગે રશિયાનો જવાબ
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે આ સમય ધીરજ અને સમજદારીથી આગળ વધવાનો છે. અંગારક યોગના કારણે સબંધોમાં ખટાશ આવી શકે છે. આર્થિક મામલે નુકસાન અથવા બિનજરૂરી ખર્ચની સ્થિતિ બની શકે છે. કામ દરમિયાન અચાનક અડચણો સામે આવી શકે છે. માનસિક તણાવ વધી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.


