Get The App

ગુપ્ત શત્રુઓથી સાચવજો! આ 3 રાશિના જાતકોને 'ભારે' પડશે મંગળ અને રાહુની યુતિ

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
ગુપ્ત શત્રુઓથી સાચવજો! આ 3 રાશિના જાતકોને 'ભારે' પડશે મંગળ અને રાહુની યુતિ 1 - image


Angarak Yog 2026: વૈદિક જ્યોતિષમાં ગ્રહોનું એક રાશિથી બીજી રાશિમાં ગોચર એ માત્ર ખગોળીય ઘટના જ નથી પરંતુ તેની અસર વ્યક્તિના જીવન અને આસપાસની પરિસ્થિતિઓ પર પણ અસર પડે છે. જ્યારે ગ્રહો પોતાના ગોચર દરમિયાન એક-બીજા સાથે આવે છે, ત્યારે અનેક યોગ બને છે. આમાંથી જ એક યોગ ફેબ્રુઆરીના અંતમાં બનવા જઈ રહ્યો છે, જેને જ્યોતિષમાં અંગારક યોગ કહેવામાં આવે છે.

વાસ્તવમાં ફેબ્રુઆરીના અંતમાં મંગળ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાથી જ રાહુ હાજર છે. મંગળ અને રાહુની આ યુતિને અશુભ યુતિ માનવામાં આવે છે. જ્યોતિષીઓના મતે આ યુતિના પ્રભાવથી કેટલીક રાશિના જાતકોને આર્થિક નુકસાન, માનસિક તણાવ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જોઈએ કે આ સમય દરમિયાન કઈ રાશિના જાતકોને ખાસ સાવધાની રાખવાની જરૂર છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે પણ આ યોગ અનુકૂળ નથી. આ યોગ તમારી રાશિના આઠમા ભાવમાં બનશે, જે અચાનક મુશ્કેલીઓનો સંકેત આપે છે. આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવાની જરૂર છે, ખાસ કરીને જેમને પહેલાથી હૃદય અથવા ગુપ્ત રોગોની સમસ્યા છે. ઈજા અથવા નાની દુર્ઘટનાની શક્યતા છે. આ સમય દરમિયાન નવા કામની શરૂઆત કરવાનું ટાળો. તમારા લગ્ન જીવનમાં મતભેદો ઊભા થઈ શકે છે, તેથી વાતચીતમાં સંયમ રાખો.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે રાહુ અને મંગળની યુતિ સ્વાસ્થ્ય અને વિવાદો મુદ્દે મુશ્કેલી વધારી શકે છે. આ યુતિ તમારા ગોચર કુંડળીના છઠ્ઠા ભાવમાં બની રહ્યા છે, જેના કારણે બીમારી, તણાવ અને વિરોધીઓ સાથે સંબંધિત સમસ્યાઓ સામે આવી શકે છે. કોર્ટ-કચેરી મામલે સાવધાની રાખવી જરૂરી છે. ગુપ્ત શત્રુઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. આ ઉપરાંત લોહી સંબંધિત સમસ્યાઓ પણ આવી થઈ શકે છે, તેથી તમારા સ્વાસ્થ્યને અવગણશો નહીં.

મીન રાશિ  

મીન રાશિના જાતકો માટે આ સમય થોડો પડકારજનક હોઈ શકે છે. અંગારક યોગ તમારી રાશિના બારમા ભાવમાં બની રહ્યો છે, જેના કારણે ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે. પૈસા સબંધિત મામલે સાવધાની રાખવામાં ન આવે તો નુકસાન થઈ શકે છે. તમારે આરોપો, વિવાદો અથવા કાનૂની મૂંઝવણનો પણ સામનો કરવો પડી શકે છે. પારિવારિક મામલે ખાસ કરીને ભાઈ-બહેનો સાથે મતભેદ વધી શકે છે. નોકરી કરતા જાતકોને કાર્યસ્થળ પર દબાણ અથવા મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, તેથી કોઈપણ કામમાં બેદરકારી ન રાખવી.