અમદાવાદ, તા. 15 મે 2018 મંગળવાર હિન્દુ ધર્મમાં શિવજીને સૌથી મહત્વના દેવતા માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે, સંસારની શરૂઆત તેમનાથી થાય છે અને અંત પણ. એટલુ જ નહીં તેમને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. તમે તેમને ભોળાનાથ, શંકર, અથવા નીલકંઠ પણ કહી શકો છે. જે લોકો શિવભક્ત હોય છે. તેમને શિવજી કોઈને કોઈ સ્વરૂપે દર્શન જરૂરથી આપે છે. ભગવાન શિવ હંમેશા પોતાના ભક્તોના સપનામાં આવે છે. મનુષ્ય ઉંઘતી વખતે કેટલાય સપના જોતો હોય છે, પરંતુ જો તેને સપનામાં શિવલિંગ અથવા ભગવાન શિવ સાથે જોડાયેલી વસ્તુ દેખાય તે શુભ સંકેત છે. તેનાથી જીવનમાં તમામ દુઃખ દૂર થવાના સંકેત મળે છે.
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, દરેક સપનુ કંઈક ને કંઈક સંકેત આપે છે. તેવામાં ઘણા લોકોને એ નથી ખબર હોતી કે સપનામાં શિવજી આવે તો તેનો શું અર્થ થાય છે.
આજે અમે તમને જણાવીશું કે સપનામાં શિવલિંગ અથવા શિવજી આવે તો તેનો શું અર્થ થાય છે.
સપનામાં દેખાય શિવલિંગ
સપનામાં તમને શિવલિંગના દર્શન થાય તો કોઈ શિવ મંદિરમાં જઈને ત્યાં શિવલિંગ પર દૂધ ચઢાવવું. આ તે વાતનો સંકેત આપે છે કે તમારા જીવનમાં આર્થિક સ્થિતિ સારી રહેશે.
સપનામાં દેખાય શિવજીનો ચાંદ
શિવજીની જટાઓમાં ચાંદ હોય છે. જો તમને સપનામાં ચાંદ દેખાય તો તમને કોઈ જગ્યાએથી જ્ઞાન મળવાની સંભાવના છે. કેમ કે, ચાંદને જ્ઞાનનો પ્રતીક માનવામાં આવે છે.
સપનામાં દેખાય શિવ-પાર્વતી
હિન્દુ સભ્યતામાં શિવ અને પાર્વતીની આદર્શ જોડી તરીકે જોવામાં આવે છે. જો તમે સપનામાં આ બંનેની તસવીર જુઓ તો સમજી જવાનું કે તમારા તમારી પત્ની સાથેના સબંધો મધુર બનશે. તેમજ જો તમારા લગ્ન ન થયા હોય તો તમને જલ્દીથી જીવનસાથી મળી જશે.
સપનામાં દેખાય તાંડવ કરતા શિવજી
જો તમને સપનામાં શિવજી તાંડવ કરતા દેખાય તો સમજી જવું આ તેમનો રુદ્ર અવતાર છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તે તમારા પર ગુસ્સે હોય. પરંતુ તેનો અર્થ એ છે કે તમારી તમામ સમસ્યાનું સમાધાન કરવા માટે આવ્યા છે.
સપનામાં દેખાય શિવજીનું મંદિર
જો તમને સપનામાં શિવજીનું મંદિર દેખાય તો સમજી જવું કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. જો તમે લાંબા સમય સુધી બીમાર હોવ અથવા તકલીફમાં હોવ તો તમારી બધી સમસ્યા દૂર થઈ જશે.

