Get The App

નોકરી, ધનલાભ, પ્રમોશન... હોળી પછી ધન અને કુંભ સહિત આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
નોકરી, ધનલાભ, પ્રમોશન... હોળી પછી ધન અને કુંભ સહિત આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે 1 - image


Shani Asta In Pisces: વૈદિક જ્યોતિષમાં શનિદેવને કર્મોનું ફળ આપનાર ગ્રહ માનવામાં આવે છે. શનિ ન્યાય, શિસ્ત અને જવાબદારી સાથે સંકળાયેલો ગ્રહ છે, જેની અસર જીવનના ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રો પર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શનિ વય, રોગ, સંઘર્ષ, તકનીકી ક્ષેત્રો, નોકરી, સેવા વર્ગ, લોખંડ અને તેલ જેવા વિષયો સાથે જોડાયેલો હોય છે. જ્યારે પણ શનિની ચાલ અથવા સ્થિતિમાં પરિવર્તન આવે છે, ત્યારે આ બધા ક્ષેત્રોમાં પરિવર્તન જોવા મળે છે. 

દ્રિક પંચાંગ પ્રમાણે હોળી પછી 13 માર્ચ, 2026ના રોજ શનિદેવ સાંજે 7:13 વાગ્યે મીન રાશિમાં અસ્ત થશે. લગભગ 30 વર્ષ પછી શનિદેવ એક મોટી સ્થિતિમાં પરિવર્તન કરવા જઈ રહ્યા છે. શનિ અસ્તની અસર તમામ રાશિઓ પર પડશે, પરંતુ કેટલીક રાશિઓ માટે આ સમય ભાગ્ય ચમકાવનારો સાબિત થઈ શકે છે. આ દરમિયાન નોકરી, ધન અને પ્રગતિ સબંધિત નવી તકો મળવાના સંકેત છે. 

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે શનિનું અસ્ત થવું એ ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થવાનો સંકેત આપી રહ્યું છે. આ દરમિયાન તમે ઘર, વાહન અથવા સંપત્તિ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો. પૈસા સબંધિત નવી તકો સામે આવી શકે છે. નોકરી બદલવાની યોજના બનાવી રહેલા લોકોને સારી ઓફર મળવાની શક્યતા છે. અચાનક ધન લાભના પણ યોગ બની રહ્યા છે. આ સાથે જ તમારી માતા સાથેના તમારા સંબંધો પહેલા કરતાં વધુ મજબૂત બની શકે છે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે શનિનું અસ્ત થવું એ સકારાત્મક પરિણામો લાવી શકે છે. આ સમય દરમિયાન આર્થિક મામલે રાહત મળી શકે છે. અચાનક ધન લાભના યોગ બની શકે છે અને વેપારીઓને લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળી શકે છે. આ સમય શિક્ષણ, ભાષણ, મીડિયા, વેચાણ અથવા માર્કેટિંગ સાથે સંકળાયેલા જાતકો માટે ખાસ રહેશે. તમારા શબ્દોનો પ્રભાવ પડશે, અને લોકો તમારા વિચારોથી પ્રભાવિત થશે.

આ પણ વાંચો: મિથુન રાશિમાં ગજકેસરી યોગ બનતાં આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઊઠશે!

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે શનિનો અસ્ત આત્મવિશ્વાસ વધારનારો સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારી છબીમાં વધુ સુધારો થશે અને સમાજમાં માન-સન્માન વધી શકે છે. વૈવાહિક લોકોના સબંધો મધુર બનશે અને તમારા જીવનસાથીની પ્રગતિના યોગ બની રહ્યા છે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની આવકમાં વધારો થઈ શકે છે. તમે લાંબા સમયથી જે કામમાં મહેનત કરી રહ્યા છો તેમાં સફળતા મળવાના સંકેતો છે. પાર્ટનરશિપ સાથે જોડાયેલા કામોમાં પણ લાભ મળી શકે છે.