Ganesh Chaturthi 2023: 300 વર્ષ બાદ ગણેશ ચતુર્થી પર બ્રહ્મ અને શુક્લ યોગનો અદ્ભુત સંયોગ
Updated: Sep 18th, 2023
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 18 સપ્ટેમ્બર 2023 સોમવાર
ભગવાન ગણેશને પ્રથમ દેવ માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્યને શરૂ કર્યા પહેલા લંબોદરની પૂજા જરૂર કરવામાં આવે છે. આ વર્ષે 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરે મનાવવામાં આવશે અને બાપ્પાના ભક્ત ગણપતિની પ્રતિમાને ઘરમાં લાવીને તેમની ભક્તિભાવથી પૂજા કરશે.
ગણેશ ચતુર્થી પર બ્રહ્મ અને શુક્લ યોગ
આ વર્ષે ગણેશ ચતુર્થી પર લગભગ 300 વર્ષ બાદ અદ્ભૂત સંયોગનું નિર્માણ થઈ રહ્યુ છે. આ વખતે ગણેશ ચતુર્થી પર બ્રહ્મ યોગ અને શુક્લ યોગ જેવા શુભ યોગ બની રહ્યા છે. પંચાંગ અનુસાર ભાદરવા મહિનાના શુક્લની ચતુર્થીથી સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનો પર્વનો શુભારંભ થઈ જાય છે. આ પર્વ મુખ્યરીતે 10 દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન ભક્ત બાપ્પાને પોતાના ઘરે લાવે છે અને અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાની વિદાય કરે છે.
વધુ વાંચો: ક્યારે છે ગણેશ ચતુર્થી? જાણો પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને ભોગ વિશે
પંચાંગ અનુસાર દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને ગણેશ ચતુર્થીનો પાવન પર્વ મનાવવામાં આવે છે. ગણેશ મહોત્સવનો પર્વ ચતુર્થી તિથિથી પ્રારંભ થઈને આગલા 10 દિવસ સુધી ચાલે છે. અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશની વિદાય કરવામાં આવે છે. આ વખતે ઉદયા તિથિના આધારે 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીનું વ્રત રાખવામાં આવશે. ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રને જોવો જોઈએ નહીં. આનાથી શ્રાપ લાગે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપના શુભ મુહૂર્તમાં જ કરવી જોઈએ.
19 સપ્ટેમ્બર 2023એ ભગવાન ગણેશનો જન્મોત્સવ મનાવવામાં આવશે. દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને દેશભરમાં ગણેશ ચતુર્થીનો પર્વ ઉત્સવ તરીકે ધામધૂમથી મનાવવામાં આવે છે. આ દિવસે મંદિરોથી લઈને ઘર-ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે અને 10 દિવસ સુધી બાપ્પાની આરાધના બાદ જલ્દી આવવાની કામના સાથે તેમનું વિસર્જન કરવામાં આવશે. 19 સપ્ટેમ્બરે ગણેશજીની મૂર્તિ સ્થાપના કરવામાં આવશે અને ભગવાન ગણેશની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે. ગણેશજીની મૂર્તિ સ્થાપના એક વિશેષ વિધિથી કરવામાં આવે છે.