Astro

ત્રણ દિવસ બાદ શુક્ર બનાવશે માલવ્ય રાજયોગ, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે

By GS TEAM
25 Jun 20252 mins read
TukuTouch Logo
આપણા જીવનમાં શુક્ર ગ્રહને ધન, સુખ, વૈભવ, સમૃદ્ધિ, આનંદ, સુંદરતા અને પ્રેમનો કારક માનવામાં આવે છે. આ વખતે જૂનના અંતમાં શુક્ર મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. શુક્રનું આ રાશિ પરિવર્તન ઘણી રાશિઓ માટે ખાસ રહેશે. કારણ કે શુક્ર પોતાની જ રાશિ વૃષભમાં જઈ રહ્યો છે. જ્યારે પણ શુક્ર પોતાની રાશિમાં જાય છે, ત્યારે માલવ્ય રાજયોગનું નિર્માણ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ત્રણ દિવસ બાદ શુક્ર બનાવશે માલવ્ય રાજયોગ, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે

Shukra Gochar : આપણા જીવનમાં શુક્ર ગ્રહને ધન, સુખ, વૈભવ, સમૃદ્ધિ, આનંદ, સુંદરતા અને પ્રેમનો કારક માનવામાં આવે છે. આ વખતે જૂનના અંતમાં શુક્ર મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. શુક્રનું આ રાશિ પરિવર્તન ઘણી રાશિઓ માટે ખાસ રહેશે. કારણ કે શુક્ર પોતાની જ રાશિ વૃષભમાં જઈ રહ્યો છે. જ્યારે પણ શુક્ર પોતાની રાશિમાં જાય છે, ત્યારે માલવ્ય રાજયોગનું નિર્માણ થાય છે. તમને જણાવી દઈએ કે આ યોગ પંચ મહાપુરુષ યોગોમાંથી એક માનવામાં આવે છે, જે ઘણી રાશિઓને લાભનો યોગ, ધનલાભ અને સમાજમાં સન્માન અપાવે છે. એક જ્યોતિષના મતે શુક્ર 28 જૂન 2025ના રોજ બપોરે 2:34 વાગ્યાથી ગુરુવાર 24 જુલાઈ 2025ના રોજ બપોરે 3:18 વાગ્યા સુધીમાં વૃષભ રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ તે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. હવે શુક્ર 26 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે અને માલવ્ય યોગની અસર આ રાશિઓ પર થશે. વૃષભ ઉપરાંત તુલા અથવા મીનમાં શુક્ર હોય ત્યારે પણ આ રાજયોગ બને છે. ચાલો જાણીએ કે આ રાજયોગની કઈ રાશિ પર અસર થશે.

મેષ રાશિ

આ રાજયોગની અસર મેષ રાશિના જાતકો પર પણ થશે. મેષ રાશિના જાતકોનું આર્થિક જીવન સારું રહેશે. તમને ધન લાભની તકો મળશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોને માલવ્ય રાજયોગથી સારો લાભ થશે. આ રાશિના જાતકો પર ભગવાન શુક્રદેવની કૃપા રહે છે. બિઝનેસમાં સારી ડિલ તમને લાભ કરાવશે.

આ પણ વાંચો: 1971નું એ યુદ્ધ જ્યારે અમેરિકાના ઈશારે ઈરાને ભારત વિરુદ્ધ પાકિસ્તાનની કરી હતી મદદ

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે હાલમાં નોકરીમાં કરેલી મહેનત ભવિષ્યમાં લાભ આપશે. આર્થિક સમૃદ્ધિ તમારી પાસે આવી રહી છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોને શુક્રનું રાશિ પરિવર્તન પાર્ટનરશિપ ડિલમા નફો કરાવશે.