Get The App

100 વર્ષ બાદ દશેરા પર બનશે આ દુર્લભ રાજયોગ, જાણો કઈ રાશિઓનો શરુ થશે ગોલ્ડન ટાઇમ

Updated: Oct 11th, 2024

GS TEAM


Google News
Google News
100 વર્ષ બાદ દશેરા પર બનશે આ દુર્લભ રાજયોગ, જાણો કઈ રાશિઓનો શરુ થશે ગોલ્ડન ટાઇમ 1 - image


Dashera Raj Yog: હિન્દુ પંચાંગ અનુસાર, આ વર્ષે 12 ઑક્ટોબરના દિવસે દશેરા ઉજવવામાં આશે અને આ દિવસે જ દુર્ગા વિસર્જન પણ થશે. સાથે જ રાવણ દહન પણ કરવામાં આવશે. આ દિવસે ભગવાન શ્રી રામે બુરાઈના પ્રતિક રાવણનો વધ કર્યો હતો અને આ દિવસે દુર્ગાએ મહિષાસુરનો પણ વધ કર્યો હતો. આથી દશેરા ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ સાથે જ ગ્રહોની શુભ સ્થિતિ આ દિવસની વિશેષતામાં વધારો કરે છે. 

દશેરાનો પર્વ 12 ઑક્ટોબરે ઉજવવામાં આવશે. આ વખતે દશેરા ખૂબ જ ખાસ છે. કારણ કે, 100 વર્ષ બાદ દશેરાના દિવસે રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, શશ અને માલવ્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે. આ યોગ અમુક રાશિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

મેષ રાશિને થશે ફાયદો

જણાવી દઈએ કે, દશેરા મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે. મેષ રાશિના જાતકોને દરેક કામમાં પ્રગતિ મળશે અને આર્થિક લાભ પણ થઈ શકે છે. પરંતુ, તમામ નિર્ણયો ઉતાવળમાં લેવાથી બચવું પડશે. 

કર્ક અને વૃશ્ચિક રાશિ માટે પણ ફાયદાકારક

કર્ક રાશિ માટે પણ આ યોગ ખૂબ જ લાભકારી સાબિત થશે. વરિષ્ઠ અધિકારીઓએ સાથે સંબંધ મધુર થશે. તેમજ ધનલાભનો પણ યોગ બની રહ્યો છે. આ સિવાય દશેરા પર બની રહેલો આ શુભ સંયોગ વૃશ્ચિક રાશિના જાતકોને પણ સાથ આપશે. વૃશ્ચિક રાશિના લોકો ધાર્મિક ગતિવિધી સાથે જોડાશે. રોકાણકારો માટે ફાયદો થશે અને તેમજ વિદ્યાર્થીઓને પણ ધાર્યું પરિણામ મળવાની સંભાવના છે. 


Tags :