આજે પૂર્ણ થઈ જશે અધિક માસ, જાણો હવે પછી ક્યારે આવશે પુરુષોત્તમ મહિનો
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 16 ઓગસ્ટ 2023 બુધવાર
હિંદુ ધર્મમાં અધિક માસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત હોય છે. અધિક માસ વર્ષનો વધારાનો મહિનો હોય છે, જે દર 3 વર્ષમાં લાગે છે. આને અધિક માસ, પુરુષોત્તમ માસ પણ રહે છે.
આ વર્ષે અધિક માસ શ્રાવણના મહિનામાં હતો. 19 વર્ષ બાદ આવો દુર્લભ સંયોગ બન્યો જેમાં અધિક માસ શ્રાવણના મહિનામાં હતો, જેના કારણે શ્રાવણનો સમયગાળો 59 દિવસનો રહ્યો. અધિક માસની શરૂઆત 18 જુલાઈથી થઈ હતી અને તેનું સમાપન આજે એટલે કે 16 ઓગસ્ટે થશે.
અધિક માસ એટલે શું
જે રીતે અંગ્રેજી કેલેન્ડરમાં લીપ યર હોય છે. તે જ રીતે પંચાંગમાં પુરુષોત્તમ મહિનો કે અધિક માસ હોય છે, જે વધારાનો મહિનો હોય છે અને જે વર્ષે અધિક માસ હોય છે તેમાં વિક્રમ સંવતના 13 મહિના હોય છે. આ વધારાના મહિનાને પુરુષોત્તમ કે અધિક માસ કહેવામાં આવે છે. આની ગણના જ્યોતિષમાં નવગ્રહો અને 12 રાશિઓના આધારે કરવામાં આવે છે. પંચાંગની ગણતરી સૂર્ય અને ચંદ્રના આધારે થાય છે.
આજે પુરુષોત્તમ મહિનાનો છેલ્લો દિવસ
આજે 16 ઓગસ્ટ 2023એ પુરુષોત્તમ અમાસ છે અને આની સાથે અધિક માસ પણ આજે પૂર્ણ થઈ જશે. અધિક મહિનો પૂર્ણ થતા જ એવા કાર્યોની ફરીથી શરૂઆત થઈ જશે જેની પર છેલ્લા એક મહિનાથી રોક લાગી હતી. પુરુષોત્તમ મહિનો પૂર્ણ થતા જ તમે શુભ-માંગલિક કાર્ય ફરીથી કરી શકશો પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે અત્યારે ચાતુર્માસ ચાલી રહ્યો છે. તેથી અત્યારે વિવાહ, મુંડન અને ગૃહ પ્રવેશ જેવા કાર્યો પર અમુક દિવસ માટે પ્રતિબંધ રહેશે.
આગામી અધિક માસ ક્યારે?
16 ઓગસ્ટ 2023એ પુરુષોત્તમ મહિનો પૂરો થયા બાદ હવે 3 વર્ષ બાદ 2026માં ફરીથી પુરુષોત્તમ મહિનો આવશે. 2026માં પુરુષોત્તમ મહિનાની શરૂઆત 17 મી મે થી થશે અને તેનું સમાપન 15 મી જૂને થશે. આ વખતે અધિક માસ શ્રાવણ મહિનામાં હતો અને હવે 2026 માં અધિક માસ જેઠ મહિનામાં આવશે. પંચાંગ અનુસાર અધિક માસ 2026 ની શરૂઆત જેઠ મહિનાના શુક્લ પક્ષથી શરૂ થશે અને જેઠ કૃષ્ણ પક્ષની અમાસ પર તેનું સમાપન થશે.